Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 7:9 - પવિત્ર બાઇબલ C.L.

9 તું જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં હું તારી સાથે રહ્યો છું અને તું આગેકૂચ કરતો ગયો તેમ મેં તારા સર્વ શત્રુઓને હરાવ્યા. દુનિયાના સૌથી મહાન આગેવાનો જેવો હું તને નામાંક્તિ બનાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને જ્યાં જ્યાં તું ગયો ત્યાં ત્યાં હું તારી સાથે રહ્યો છું, ને મેં તારા સર્વ શત્રુઓને તારી આગળથી નષ્ટ કર્યા છે. અને પૃથ્વી પરના મહાન પુરુષોના નામ જેવું તારું નામ પણ હું મહાન કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જ્યાં તું ગયો ત્યાં હું તારી સાથે હતો. તારા સર્વ શત્રુઓને મેં તારી આગળથી નાબૂદ કર્યા છે. હવે પૃથ્વીના મહાન પુરુષોના નામ જેવું તારું નામ હું કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તું જયાં જયાં ગયો ત્યાં ત્યાં હું તારી સાથે રહ્યો છું. અને તારી આગળના બધા દુશ્મનોનો મેં નાશ કર્યો છે. હું તને પૃથ્વીના મહાપુરુષોના જેવો વિખ્યાત બનાવીશ.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 7:9
23 Iomraidhean Croise  

હું તારો વંશવેલો વધારીશ અને તારા વંશજો મોટી પ્રજા બનશે. હું તને આશિષ આપીશ અને તારા નામની કીર્તિ વધારીશ; જેથી તું આશિષરૂપ થશે.


પ્રભુએ દાવિદને શાઉલ તથા તેના અન્ય શત્રુઓથી બચાવ્યો ત્યારે દાવિદે પ્રભુ સમક્ષ આ ગીત ગાયું:


મારા શત્રુઓ પર ત્રાટકવાને તમે મને શક્તિ આપો છો અને તેમની સંરક્ષણ હરોળ ભેદવાને સામર્થ્ય આપો છે.


હું તેમને કચડું છું અને તેઓ ધૂળ સમાન થઈ જાય છે. શેરીમાંના ક્દવની જેમ હું તેમને રગદોળીને ફંગોળું છું.


ઈશ્વરે યિશાઈના પુત્ર દાવિદને ઉચ્ચપદે સ્થાપ્યો એટલે કે યાકોબના ઈશ્વરે તેનો અભિષેક કરીને તેને રાજા બનાવ્યો. તેણે ઇઝરાયલને માટે ભક્તિ ગીતો રચ્યાં. એ જ દાવિદના આ અંતિમ શબ્દો છે:


તે વધારે અને વધારે બળવાન થતો ગયો. કારણ, સેનાધિપતિ પ્રભુ ઈશ્વર તેની સાથે હતા.


મીઠાની ખીણમાં અઢાર હજાર અદોમીઓને હરાવીને દાવિદ પાછો આવ્યો ત્યારે તે એથીયે વિશેષ નામાંક્તિ બન્યો.


તેણે આખા અદોમમાં લશ્કરી છાવણીઓ ઊભી કરી અને તેથી તે લોકોએ તાબેદારી સ્વીકારી. આમ, દાવિદ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં પ્રભુએ તેને વિજયવંત બનાવ્યો.


પછી તેણે દમાસ્ક્સના અરામીઓના પ્રદેશમાં લશ્કરી છાવણીઓ નાખી અને અરામીઓએ તેની તાબેદારી સ્વીકારી અને તેને ખંડણી ભરવા લાગ્યા. પ્રભુએ દાવિદને સર્વ જગ્યાએ વિજયવંત કર્યો.


તું જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં હું તારી સાથે રહ્યો છું, અને તારી આગળ તારા સર્વ શત્રુઓનો મેં સંહાર કર્યો છે. પૃથ્વીના મહાપુરુષોની જેમ હું તારું નામ વિખ્યાત બનાવીશ.’


તમે તેમને સર્વકાળ માટે આશિષો આપો છો. તમારી ઉપસ્થિતિથી તેમને પરમ આનંદ પમાડો છો.


તેની નજર સામે હું તેના વૈરીઓને કચડી નાખીશ, અને તેના દ્વેષીઓનો સંહાર કરીશ.


તેમણે પરાક્રમી રાજાઓને રાજ્યાસન પરથી ઉતારી પાડયા છે; અને જુલમપીડિતોને ઊંચા કર્યા છે.


આમ, પ્રભુ યહોશુઆની સાથે હતા, અને આખા દેશમાં તેની કીર્તિ ફેલાઈ ગઈ.


અને દાવિદ તેના સર્વ કાર્યમાં સફળ થતો. કારણ, પ્રભુ તેની સાથે હતા.


પલિસ્તીઓનાં સૈન્ય આક્રમણ કરતાં તે દરેક વખતે શાઉલના બીજા અધિકારીઓ કરતાં દાવિદ વધારે સફળ થતો અને તેનું નામ ખૂબ જ લોકપ્રિય થઈ પડયું.


તે ગરીબોને ધૂળમાંથી ઊભા કરે છે, અને શોક્તિ કંગાલોને રાખના ઢગલામાંથી ઉઠાવે છે, તે તેમને રાજવીઓની કક્ષામાં પહોંચાડે છે અને તેમને સન્માનપાત્ર જગ્યાએ મૂકે છે. પૃથ્વીના પાયા પ્રભુને હાથે નંખાયા છે અને તેમના પર તેમણે દુનિયા સ્થાપી છે.


અને એમ શાઉલ તેના ત્રણ પુત્રો અને એનો શસ્ત્રવાહક મરી ગયા. શાઉલના સર્વ માણસો તે દિવસે જ મરી ગયા.


તેથી તેમણે કરારપેટીને એક્રોન નગરમાં મોકલી. તે ત્યાં પહોંચતા, લોકોએ બૂમ પાડી, “આપણને મારી નાખવાને તેઓ ઇઝરાયલના ઈશ્વરની કરારપેટી અહીં લાવ્યા છે.”


Lean sinn:

Sanasan


Sanasan