Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 7:7 - પવિત્ર બાઇબલ C.L.

7 ઇઝરાયલી લોકો સાથેની મારી સર્વ મુસાફરી દરમિયાન મેં તેમના પર નીમેલા આગેવાનોમાંના કોઈને કદી પૂછયું નથી કે તમે મારે માટે ગંધતરુના લાકડાંનું મંદિર કેમ બાંધ્યું નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 જે જે ઠેકાણે સર્વ ઇઝરાયલી લોકો સાથે હું ફર્યો છું, ત્યાં ઇઝરાયલનાં કુળોમાંના જેને મેં મારા ઇઝરાયલ લોકોનું પાલન કરવાની આજ્ઞા આપી, તેઓમાંના કોઈને શું મેં એક શબ્દ પણ કહ્યો કે, મારે માટે એરેજવૃક્ષના લાકડાનું ઘર તમે કેમ બાંધતાં નથી?’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જે સર્વ જગ્યાઓમાં હું સર્વ ઇઝરાયલ લોકો સાથે ફર્યો છું, ત્યાં ઇઝરાયલના કુળના આગેવાનો જેને મેં મારા ઇઝરાયલ લોકોના પાળક તરીકે નીમ્યા હતા, તેઓમાંના કોઈને મેં એવું કહ્યું છે કે, “શા માટે તમે મારે સારું દેવદાર વૃક્ષના લાકડાંનું ઘર નથી બાંધ્યું?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ઇસ્રાએલીઓ સાથેના માંરા પ્રવાસ દરમ્યાન મેં કદી ઇસ્રાએલની કોઇપણ જાતિને કે જેને મેં માંરા ઇસ્રાએલના લોકો પર નિયંત્રણ કરવાનો હૂકમ કર્યો હતો કે, તમે માંરે માંટે દેવદારના લાકડાનું મંદિર બંધાવો?’

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 7:7
19 Iomraidhean Croise  

ભૂતકાળમાં શાઉલ જ્યારે રાજા હતો ત્યારે પણ ઇઝરાયલીઓને યુદ્ધમાં આગેવાની આપનાર તમે જ હતા અને પ્રભુએ તમને વરદાન આપ્યું હતું કે તમે તેમના ઇઝરાયલી લોકના પાળક અને રાજા બનશો.


ભૂતકાળમાં શાઉલ અમારો રાજા હતો ત્યારે પણ યુદ્ધની અવરજવરમાં તું જ અમારો અગ્રેસર હતો. તારા ઈશ્વર પ્રભુએ તને વચન આપ્યું હતું કે તું તેમના લોકોનો પાલક અને અધિપતિ બનશે.”


ઇઝરાયલી લોકો સાથેના મારા સઘળા પ્રવાસ દરમ્યાન લોકોના પાલન માટે નીમેલા આગેવાનોને મેં ક્યારેય કહ્યું નથી કે મારે માટે તમે ગંધતરુનું મંદિર કેમ બાંધ્યું નથી.’


તે ઘેટાંપાળકની જેમ પોતાનાં ટોળાંની સંભાળ લે છે, તે હલવાનોને પોતાની બાથમાં લઈ લે છે અને તેમને છાતીસરસાં ચાંપે છે. વિયાયેલી ઘેટીઓને તે ધીરે ધીરે દોરી જાય છે.


પ્રભુ આમ કહે છે, “આકાશ મારું રાજ્યાસન અને પૃથ્વી મારું પાયાસન છે; તો તમે મારે માટે કેવા પ્રકારનું ઘર બાંધશો? મારું નિવાસસ્થાન કેવું બનાવશો?”


અને હું તેમના પર બીજા પાલકો નીમીશ. તેઓ તેમનું યોગ્ય પાલન કરશે. પછી મારા લોક ફરીથી ડરશે નહિ, કે ગભરાશે નહિ અને તેમનામાંથી કોઈ ખોવાશે નહિ. હું પ્રભુ આ બોલું છું.”


મને પ્રસન્‍ન કરે એવા રાજપાલકો હું તમને આપીશ. તેઓ જ્ઞાન અને વિવેકબુદ્ધિથી તમારું પાલનપોષણ કરશે.


“હું પોતે જ મારા ઘેટાંનો પાળક બનીશ અને તેમને વિશ્રામ કરાવીશ. હું, પ્રભુ પરમેશ્વર, એ કહું છું.


“હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલના રાજપાલકો વિરુદ્ધ સંદેશ પ્રગટ કર. તેમને કહે કે પ્રભુ પરમેશ્વર કહે છે, ‘હે ઇઝરાયલના ઘેટાંપાળકો, તમને ધિક્કારે છે.’ તમે તો તમારું પોતાનું જ પોષણ કરો છો, પણ ઘેટાંની સંભાળ રાખતા નથી.


હું એમનો પાળક થવા માટે મારા સેવક દાવિદ જેવો એક રાજા નીમીશ અને તે તેમનું પોષણ કરશે.


તે આવશે ત્યારે પ્રભુના સામર્થ્યથી તથા પ્રભુ પરમેશ્વરના નામના પ્રતાપથી પોતાના લોકો પર રાજ કરશે. તેના લોકો સલામતીમાં રહેશે. કારણ, પૃથ્વીના બધા લોકો તેમની આણ સ્વીકારશે,


’હે યહૂદિયાના બેથલેહેમ, યહૂદિયાના રાજ્યમાં તું કંઈ નાનું નથી. કારણ, તારામાંથી એક આગેવાન ઊભો થશે અને તે મારા ઇઝરાયલી લોકોનો માર્ગદર્શક બનશે’.


તમારી પોતાની તેમ જ પવિત્ર આત્માએ તમને સોંપેલા આખા ટોળાની સંભાળ રાખો. ઈશ્વરની મંડળી, જેને તેમણે પોતાના લોહી દ્વારા ખરીદી લીધી છે તેનું પાલન કરો.


તેમણે પોકાર કર્યો, “હે ઇઝરાયલીઓ, આવો. મોશેના નિયમશાસ્ત્ર વિરુદ્ધ અને આ મંદિરની વિરુદ્ધ સર્વ જગ્યાએ શીખવતો ફરતો માણસ તે આ જ છે; અને હવે થોડા બિનયહૂદીઓને મંદિરમાં લાવીને તેણે આ પવિત્ર સ્થાનને અભડાવ્યું છે!”


એમ તમારી છાવણીને શુધ રાખજો; કારણ, તમારું રક્ષણ કરવાને અને તમારા શત્રુઓ ઉપર વિજય અપાવાને તમારા ઈશ્વર પ્રભુ તમારી છાવણીમાં વિચરે છે. તમારી છાવણીમાં કોઈ અશુધ બાબત તમારા ઈશ્વરની નજરે પડે નહિ; નહિ તો તે તમારાથી વિમુખ થઈ જશે.


મંડળીના આગેવાનોને સાથી આગેવાન તરીકે હું વિનંતી કરું છું. હું ખ્રિસ્તના દુ:ખોને નજરોનજર જોનાર સાક્ષી છું અને પ્રગટ થનાર મહિમામાં મને ભાગ મળનાર છે.


Lean sinn:

Sanasan


Sanasan