ઉરિયાએ જવાબ આપ્યો, “કરારપેટી તેમ જ ઇઝરાયલ અને યહૂદિયાના માણસો રણક્ષેત્ર પર તંબૂઓમાં રહે છે. મારા સેનાપતિ યોઆબ અને તેમના લશ્કરી અમલદારો ખુલ્લા મેદાનમાં છાવણી નાખી રહે છે, તો પછી હું ઘેર જઈને કેવી રીતે ખાઉંપીઉં અને મારી પત્ની સાથે સૂઈ જાઉં? તમારા અને તમારા જીવના સમ ખાઈને કહું છું કે હું એવું કદી નહિ કરું.”
‘મારા લોક ઇઝરાયલને હું ઇજિપ્તમાંથી લઈ આવ્યો તે સમયથી માંડીને મારે નામે મારી ભક્તિ માટે મંદિર બાંધવા માટે સમગ્ર ઇઝરાયલ દેશમાંથી મેં કોઈ શહેર પસંદ કર્યું નથી. પણ હે દાવિદ, મેં તને મારા લોક પર રાજ કરવા પસંદ કર્યો છે.”
ઈશ્વરના મંદિરને મૂર્તિઓ સાથે શો સંબંધ હોય? કારણ, આપણે તો જીવતા ઈશ્વરનું મંદિર છીએ! ઈશ્વરે પોતે જ કહ્યું છે તેમ, “હું મારા લોક મયે મારું ઘર બનાવીશ, અને તેમની સાથે વાસો કરીશ, હું તેમનો ઈશ્વર થઈશ અને તેઓ મારી પ્રજા બનશે.”
એમ તમારી છાવણીને શુધ રાખજો; કારણ, તમારું રક્ષણ કરવાને અને તમારા શત્રુઓ ઉપર વિજય અપાવાને તમારા ઈશ્વર પ્રભુ તમારી છાવણીમાં વિચરે છે. તમારી છાવણીમાં કોઈ અશુધ બાબત તમારા ઈશ્વરની નજરે પડે નહિ; નહિ તો તે તમારાથી વિમુખ થઈ જશે.
એ દિવસોમાં ઈશ્વરની કરારપેટી ત્યાં બેથેલમાં હતી અને આરોનના પુત્ર એલાઝારનો પુત્ર ફિનહાસ તેની દેખરેખની સેવામાં હતો. લોકોએ પ્રભુને પૂછયું, “અમે અમારા ભાઈઓ બિન્યામીનીઓ સાથે ફરી લડવા જઈએ કે લડવા જવાનું પડતું મૂકીએ?” પ્રભુએ કહ્યું, “લડવા જાઓ. આવતી કાલે હું તમને તેમની પર વિજય પમાડીશ.”