Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 7:2 - પવિત્ર બાઇબલ C.L.

2 પછી રાજાએ ઈશ્વરના સંદેશવાહક નાથાનને પૂછયું, “હું અહીં ગંધતરુના લાકડાંમાંથી બનાવેલા નિવાસસ્થાનમાં રહું છું. પણ ઈશ્વરની કરારપેટી તંબૂમાં રાખવામાં આવે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 રાજાએ નાથાન પ્રબોધકને કહ્યું, “હવે જુઓ, હું એરેજવૃક્ષના લાકડાની ઈમારતમાં રહું છું, પણ યહોવાનો કોશ તંબુમાં રહે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 ત્યારે રાજાએ નાથાન પ્રબોધકને કહ્યું, “જો, હું દેવદાર વૃક્ષનાં લાકડાંના ઘરમાં રહું છું, પણ ઈશ્વરનો કરાર કોશ તંબુમાં રહે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 રાજાએ પ્રબોધક નાથાનને કહ્યું, “હું અહીં સુંદર મહેલમાં રહું છું અને યહોવાનો પવિત્રકોશ મંડપમાં છે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 7:2
24 Iomraidhean Croise  

ઉરિયાએ જવાબ આપ્યો, “કરારપેટી તેમ જ ઇઝરાયલ અને યહૂદિયાના માણસો રણક્ષેત્ર પર તંબૂઓમાં રહે છે. મારા સેનાપતિ યોઆબ અને તેમના લશ્કરી અમલદારો ખુલ્લા મેદાનમાં છાવણી નાખી રહે છે, તો પછી હું ઘેર જઈને કેવી રીતે ખાઉંપીઉં અને મારી પત્ની સાથે સૂઈ જાઉં? તમારા અને તમારા જીવના સમ ખાઈને કહું છું કે હું એવું કદી નહિ કરું.”


પછી પ્રભુએ સંદેશવાહક નાથાનને દાવિદ પાસે મોકલ્યો. નાથાને તેની પાસે જઈને તેને કહ્યું, “એક નગરમાં બે માણસો રહેતા હતા. એક શ્રીમંત અને બીજો ગરીબ.


તૂરના રાજા હિરામે દાવિદ પાસે રાજદૂતો મોકલ્યા. તેણે દાવિદને મહેલ બાંધવા માટે ગંધતરુનાં લાકડાં, સુથારો અને શિલ્પકારો પૂરા પાડયાં.


લોકોએ પ્રભુની કરારપેટી લાવીને દાવિદે તેને માટે ઊભા કરેલા તંબૂમાં મધ્ય ભાગમાં મૂકી. પછી તેણે પ્રભુને દહનબલિ અને સંગતબલિ ચઢાવ્યાં.


ઈશ્વરે નાથાનને દર્શનમાં પ્રગટ કરેલી બધી વાત તેણે દાવિદને કહી સંભળાવી.


તે બોલી રહી એવામાં જ નાથાન રાજમહેલમાં આવી પહોંચ્યો.


પણ યજ્ઞકાર સાદોક, યહોયાદાનો પુત્ર બનાયા, સંદેશવાહક નાથાન, શિમઈ, રેઇ અને દાવિદના અંગરક્ષકો અદોનિયાના પક્ષમાં નહોતા.


પ્રાદેશિક અધિકારીઓનો ઉપરી: નાથાનનો પુત્ર અમાર્યા. રાજાનો સલાહકાર અને મિત્ર: નાથાનનો પુત્ર ઝાબૂદ.


શલોમોને આગળ કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુને નામે તેમની ભક્તિ માટે મંદિર બાંધવાની મારા પિતા દાવિદના અંતરની ઝંખના હતી.


તુરના રાજા હિરામે દાવિદ પાસે એલચીઓ મોકલ્યા અને રાજમહેલ બાંધવા ગંધતરુનાં લાકડાં, કડિયા તથા સુથારો મોકલ્યા.


તેમણે કરારપેટી લાવીને તેને માટે દાવિદે તૈયાર કરેલા મંડપમાં તેને મૂકી. પછી તેમણે ઈશ્વરને દહનબલિ અને સંગતબલિ ચઢાવ્યા.


દાવિદે શલોમોનને કહ્યું, “બેટા, ઈશ્વર મારા પ્રભુના નામના સન્માર્થે મંદિર બાંધવાની મારી ઇચ્છા હતી.


આરંભથી અંત સુધી દાવિદ રાજાનો ઇતિહાસ શમુએલ, નાથાન અને ગાદ એ ત્રણ સંદેશવાહકોના ગ્રંથોમાં નોંધેલો છે.


જો કે ઈશ્વરની કરારપેટી તો યરુશાલેમમાં હતી. દાવિદે તેને કિર્યાથ-યારીમથી લાવ્યા પછી ત્યાં તેને તંબૂમાં રાખી હતી.


પ્રભુએ દાવિદ રાજાને રાજાના સંદેશવાહક ગાદ અને સંદેશવાહક નાથાન મારફતે આપેલી સૂચનાઓ હિઝકિયા રાજાએ અમલમાં મૂકી; તેણે લેવીઓને પ્રભુના મંદિરમાં વીણા અને ઝાંઝ સાથે ઊભા રાખ્યા.


શલોમોનનો શરૂઆતથી અંત લગીનો બાકીનો ઇતિહાસ નાથાન સંદેશવાહકના ઇતિહાસમાં, શીલોના અહિયાના ભવિષ્યલેખમાં અને ઇઝરાયલના રાજા નબાટના પુત્ર યરોબઆમ અંગેના સંદેશવાહક ઈદ્દોના સંદર્શનલેખમાં આપેલો છે.


તેણે તો પ્રભુ સમક્ષ શપથ લીધા તથા આપણા પૂર્વજ યાકોબના સમર્થ ઈશ્વરની આગળ આવી માનતા માની:


પછી તેણે સાક્ષ્યલેખની કરારપેટી મંડપમાં મૂકી અને તેના પર આડશનો પડદો ઢાંકયો. તેણે એ બધું પ્રભુની આજ્ઞા પ્રમાણે જ કર્યું.


“તો પછી હે મારી પ્રજા, મારું મંદિર ખંડિયેર અવસ્થામાં પડયું છે ત્યારે તમારે તમારાં સુશોભિત મકાનોમાં રહેવાનો આ સમય છે?


તેમના શિષ્યોને ધર્મશાસ્ત્રમાં લખેલું યાદ આવ્યું, “હું તો તમારા ઘર પ્રત્યેના આવેશથી જલી ઊઠયો છું.”


દાવિદ પર ઈશ્વરની કૃપા થઈ, અને યાકોબના ઈશ્વરને માટે નિવાસસ્થાન બાંધવા તેણે ઈશ્વરની પરવાનગી માગી.


Lean sinn:

Sanasan


Sanasan