Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 7:16 - પવિત્ર બાઇબલ C.L.

16 તારા વારસદારોને અને તારા રાજ્યને તારી સમક્ષ હું સંસ્થાપિત કરીશ અને તારું રાજ્યાસન સદાકાળને માટે સ્થિર રાખીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને તારું કુટુંબ તથા તારું રાજ્ય તારી આગળ સદા અવિચળ થશે; તારું રાજ્યાસન સદાને માટે કાયમ થશે.’”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તારું ઘર તથા રાજય હંમેશા તારી આગળ સ્થાયી થશે. તારું રાજયાસન હંમેશા માટે ટકી રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તારું કુળ અને તારું રાજય માંરી નજર સમક્ષ કાયમ રહેશે અને તારી રાજગાદી સદાકાળ રહેશે.’”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 7:16
29 Iomraidhean Croise  

શિલોહ ન આવે ત્યાં સુધી યહૂદા પાસેથી રાજદંડ હટી જશે નહિ. તેમ જ તેના વંશજો પાસેથી રાજ્યાધિકાર જતો રહેશે નહિ; અને બધી પ્રજાઓ તેને આધીન રહેશે.


ઈશ્વર પોતાના રાજાને મહાન વિજયો પમાડે છે, પોતાના પસંદ કરેલા અભિષિક્ત રાજા એટલે દાવિદ અને તેના વંશજો પર સદાકાળ પ્રેમ રાખે છે.


તે જ મારા નામના સન્માર્થે મંદિર બાંધશે અને હું તેનું રાજ્યાસન અચલ કરીશ.


ઈશ્વરે નાથાનને દર્શનમાં પ્રગટ કરેલી બધી વાત તેણે દાવિદને કહી સંભળાવી.


જ્યાં સુધી મારા વંશજો પોતાના પૂરા દયથી અને જીવથી વિશ્વાસુપણે પ્રભુની આજ્ઞાઓ પાળવામાં કાળજી રાખશે ત્યાં સુધી તેઓ ઇઝરાયલ પર રાજ કરશે એવું પ્રભુનું વરદાન છે. જો તું પ્રભુને આધીન થઈશ, તો તે એ વરદાન પાળશે.


તો હું ઇઝરાયલનું રાજ્ય સ્થિર કરીશ અને મેં તારા પિતા દાવિદને જે વચન આપ્યું હતું કે ઇઝરાયલ પર હંમેશા તેના વંશજો જ રાજ કરશે તે વચન હું પૂર્ણ કરીશ.


મારે પોતાને લીધે અને મારા સેવક દાવિદને મેં આપેલા વચનને લીધે હું આ શહેરનો બચાવ કરીશ.”


પણ પ્રભુ યહૂદિયાનો નાશ કરવા રાજી નહોતા, કારણ, તેમણે પોતાના સેવક દાવિદને વચન આપ્યું હતું કે તે હરહંમેશ તેના વંશજોને રાજવારસ પૂરો પાડશે.


તો હે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ, મારા પિતા દાવિદને આપેલું બીજું વચન પણ પાળો. તમે તેમને કહ્યું હતું કે જો તારા વંશજો તારી જેમ મારા નિયમનું કાળજીપૂર્વક પાલન કરશે તો ઇઝરાયલના રાજા તરીકે તારો વંશજ જ રાજ કરશે.


તે નેકજનો ઉપરથી પોતાની દષ્ટિ ઉઠાવી લેતા નથી, તે તેમને રાજાઓ સાથે રાજ્યાસન પર બેસાડે છે, અને તેમને હમેશા ઉચ્ચપદે રાખે છે.


સનાતન ઈશ્વરે તમને રાજ્યાસન પર બિરાજમાન કર્યા છે; તમારો રાજદંડ ન્યાયનો રાજદંડ છે.


સૂર્ય ચંદ્ર તપે ત્યાં લગી, એટલે પેઢી દરપેઢી તે તમારો આદરયુક્ત ભય રાખો.


‘હું તારો વંશવેલો કાયમ જાળવી રાખીશ અને તારું રાજ્યાસન પણ પેઢી દર પેઢી ટકાવી રાખીશ.” (સેલાહ)


આપણે માટે છોકરો જન્મ્યો છે; આપણને પુત્ર આપવામાં આવ્યો છે. તે રાજ્યાધિકાર ધારણ કરશે. તેને અદ્‍ભુત સલાહકાર, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર એ નામ આપવામાં આવશે.


તેના રાજ્યની સતત વૃદ્ધિ થયા કરશે અને તેમાં અપરંપાર શાંતિ રહેશે. તે દાવિદ રાજાના અનુગામી તરીકે રાજ કરશે. હમણાંથી અનંતાનંત તેમનું રાજ્ય સચ્ચાઈ અને ન્યાયને આધારે સ્થપાશે અને ટકી રહેશે. સર્વસમર્થ પ્રભુના ઉમળકા પ્રમાણે એ સઘળું સિદ્ધ થશે.


તો આ નગરના દરવાજાઓમાં થઈને દાવિદના રાજ્યાસન પર બિરાજનાર રાજાઓ રથ અને ઘોડાઓ પર સવાર થઈને પસાર થશે. તેઓ તથા તેમના અધિકારીઓ યહૂદિયાના લોકો અને યરુશાલેમના નિવાસીઓ સહિત આ દરવાજાઓમાં થઈને આવજા કરશે અને યરુશાલેમ સદા વસેલું રહેશે.


કારણ, પ્રભુ આ પ્રમાણે કહે છે, “દાવિદના વંશમાં ઇઝરાયલના રાજ્યાસન પર બિરાજનાર ઉત્તરાધિકારીની ખોટ પડશે નહિ.


મારા સેવક યાકોબને આપેલા દેશમાં તેઓ વસશે. ત્યાં તેમના પૂર્વજો પણ રહેતા હતા. ત્યાં તેઓ અરે, તેમનાં સંતાનોનાં સંતાનો પણ તેમાં કાયમને માટે વસશે. મારા સેવક દાવિદ જેવો રાજા તેમના પર શાશ્વત શાસન કરશે.


એ શાસકોના સમયમાં આકાશના ઈશ્વર એક રાજયની સ્થાપના કરશે જેનો કદી અંત આવશે નહિ. તેના પર કોઈ જીત મેળવી શકશે નહિ, પણ તે બધાં રાજયોનો વિનાશ કરશે અને તે સદા સર્વદા કાયમ રહેશે.


તેને સત્તા, માન અને અધિકાર આપવામાં આવ્યાં, જેથી સર્વ રાષ્ટ્રો, પ્રજાઓ અને ભાષાઓના લોક તેની સેવા કરે. તેની સત્તા સર્વકાળ ટકશે અને તેના રાજ્યનો કદી અંત આવશે નહિ.


અને તેથી હું કહું છું: તું પિતર એટલે પથ્થર છે અને આ ખડક પર હું મારી મંડળીનું બાંધકામ કરીશ. તેની આગળ મરણની સત્તાનું કંઈ જોર ચાલશે નહિ.


લોકો બોલી ઊઠયા, “આપણું નિયમશાસ્ત્ર કહે છે કે મસીહ સદાકાળ રહેવાના છે; તો પછી તમે એમ શી રીતે કહો છો કે માનવપુત્રને ઊંચો કરવામાં આવશે? એ માનવપુત્ર કોણ છે?”


પરંતુ પુત્ર માટે ઈશ્વર કહે છે:


પછી સાતમા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું અને સ્વર્ગમાં મોટા અવાજો બોલતા સંભળાયા, “પૃથ્વી પર રાજ કરવાની સત્તા હવે આપણા પ્રભુની અને તેમના ખ્રિસ્તની છે અને તે સદાસર્વકાળ રાજ કરશે!”


મારો કંઈ અપરાધ હોય તો મને ક્ષમા કરો. પ્રભુ તમારા રાજવંશને કાયમને માટે સ્થાપિત કરશે. કારણ, તમે તેમની લડાઈઓ લડો છો અને તમે જીવનપર્યંત કંઈ ખોટું કરશો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan