Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 7:12 - પવિત્ર બાઇબલ C.L.

12 જ્યારે તું મરણ પામે અને તારા પૂર્વજ પાસે તને દફનાવવામાં આવે ત્યારે હું તારા પુત્રોમાંના એકને રાજા બનાવીશ અને તેનું રાજ્ય સ્થાપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 જ્યારે તારા દિવસો પૂરા થશે, ને તું તારા પેટમાંથી નીકળનાર તારા સંતાનને ઊભો કરીશ, ને તેનું રાજ્ય હું સ્થાપીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જયારે તારા દિવસો પૂરા થશે અને તું તારા પિતૃઓની સાથે ઊંઘી જશે, ત્યાર પછી હું તારા વંશને ઊભો કરીશ જે તારું સંતાન છે, તેનું રાજય હું સ્થાપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 “‘તું મૃત્યુ પામીશ ત્યારે તને તારા પૂર્વજો સાથે દફનાવવામાં આવશે. હું તારા પુત્રોમાંના એકને તારા રાજયાસન ઉપર બેસાડીશ.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 7:12
36 Iomraidhean Croise  

ત્યારે અબ્રામને ફરીથી પ્રભુની વાણી સંભળાઈ, “એ નોકર તારી મિલક્તનો વારસદાર થશે નહિ, પણ તારા પેટનો પુત્ર જ તારો વારસ થશે.”


ઈશ્વર પોતાના રાજાને મહાન વિજયો પમાડે છે, પોતાના પસંદ કરેલા અભિષિક્ત રાજા એટલે દાવિદ અને તેના વંશજો પર સદાકાળ પ્રેમ રાખે છે.


જો તમે નહિ કરો, તો તમારુ મૃત્યુ થતાં જ હું અને મારો પુત્ર શલોમોન રાજદ્રોહીઓમાં ખપી જઈશું.”


‘ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ. કારણ, તેમણે મારા પછી મારા વંશજને રાજા બનાવ્યો છે, અને એ જોવાને મને જીવતો રાખ્યો છે.”


દાવિદનો અંત નજીક આવ્યો હતો અને તેથી તેણે શલોમોનને બોલાવીને આ પ્રમાણે છેલ્લી સૂચનાઓ આપી:


દાવિદ મૃત્યુ પામ્યો, અને તેને દાવિદનગરમાં દફનાવવામાં આવ્યો.


જ્યાં સુધી મારા વંશજો પોતાના પૂરા દયથી અને જીવથી વિશ્વાસુપણે પ્રભુની આજ્ઞાઓ પાળવામાં કાળજી રાખશે ત્યાં સુધી તેઓ ઇઝરાયલ પર રાજ કરશે એવું પ્રભુનું વરદાન છે. જો તું પ્રભુને આધીન થઈશ, તો તે એ વરદાન પાળશે.


પ્રભુએ મારા પિતા દાવિદને આવું વચન આપ્યું હતું: ‘તારા પછી તારા જે પુત્રને હું રાજા બનાવીશ તે મારે માટે મંદિર બાંધશે.’ મેં હવે મારા ઈશ્વર પ્રભુ માટે એ મંદિર બાંધવાનો નિર્ણય કર્યો છે.


તેણે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ. તેમણે મારા પિતા દાવિદને આપેલું વચન પાળ્યું, છે. તેમણે એમ કહ્યું હતું કે,


પણ તું તે બાંધી શકશે નહિ, એ તો તારો પુત્ર, તારો પોતાનો પુત્ર જ મારું મંદિર બાંધશે.”


હવે પ્રભુએ પોતાનું વચન પાળ્યું છે. મારા પિતા પછી હું ઇઝરાયલનો રાજા બન્યો છું અને મેં ઇઝરાયલના ઈશ્વર યાહવેને નામે તેમની ભક્તિ અર્થે મંદિર બાંધ્યું છે.


તો હું ઇઝરાયલનું રાજ્ય સ્થિર કરીશ અને મેં તારા પિતા દાવિદને જે વચન આપ્યું હતું કે ઇઝરાયલ પર હંમેશા તેના વંશજો જ રાજ કરશે તે વચન હું પૂર્ણ કરીશ.


પણ પ્રભુ યહૂદિયાનો નાશ કરવા રાજી નહોતા, કારણ, તેમણે પોતાના સેવક દાવિદને વચન આપ્યું હતું કે તે હરહંમેશ તેના વંશજોને રાજવારસ પૂરો પાડશે.


તારું આયુષ્ય પૂરું થતાં તું તારા પૂર્વજો સાથે મળી જઈશ ત્યારે તારા પુત્રોમાંના એકને હું રાજા બનાવીશ અને તેના રાજ્યને દૃઢ કરીશ.


ઓ પ્રભુ પરમેશ્વર, હવે મારા પિતા દાવિદને તમે આપેલું વચન પૂરું કરો. તમે મને પૃથ્વીની ધૂળની રજ જેટલા અગણિત લોકો પર રાજા બનાવ્યો છે.


ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ દાવિદ અને તેના વંશજોને ઇઝરાયલ પર સદા રાજ કરવા દેવા અંગે લૂણનો અતૂટ કરાર કર્યો છે એ શું તમે નથી જાણતા?


પણ પ્રભુ દાવિદનો રાજવંશ ખતમ કરી નાખવા રાજી નહોતા. કારણ, તેમણે દાવિદ સાથે કરાર કર્યો હતો કે, “હું તારા વંશમાં રાજવારસરૂપી દીવો સતત સળગતો રાખીશ.”


તેઓ સૌ મદિરમાં એકઠા થયા અને રાજાના પુત્ર યોઆશ સાથે કરાર કર્યો. યહોયાદાએ કહ્યું, “આ રહ્યો રાજાનો પુત્ર!” દાવિદના વંશજો રાજા બનશે એવા પ્રભુના વરદાન પ્રમાણે હવે તે રાજા બનશે.


તમે તમારે મુખે મારા પિતા દાવિદને આપેલું વચન પાળ્યું છે; તમારે હાથે એ આજે અક્ષરસ: પૂર્ણ થયું છે.


તારો, હા, તારો પોતાનો પુત્ર મારું મંદિર બાંધશે.’


હું તેનો રાજવંશ કાયમ માટે સ્થાપીશ, આકાશો ટકે ત્યાં સુધી તેનું રાજ્યાસન ટકશે.


તે દિવસે યિશાઈનું મૂળ પ્રજાઓ માટે સંકેતની વજા બની રહેશે. તેઓ તેની પાસે એકત્ર થશે અને તેના નિવાસસ્થાનનું ગૌરવ વધશે.


તેના રાજ્યની સતત વૃદ્ધિ થયા કરશે અને તેમાં અપરંપાર શાંતિ રહેશે. તે દાવિદ રાજાના અનુગામી તરીકે રાજ કરશે. હમણાંથી અનંતાનંત તેમનું રાજ્ય સચ્ચાઈ અને ન્યાયને આધારે સ્થપાશે અને ટકી રહેશે. સર્વસમર્થ પ્રભુના ઉમળકા પ્રમાણે એ સઘળું સિદ્ધ થશે.


કારણ, પ્રભુ આ પ્રમાણે કહે છે, “દાવિદના વંશમાં ઇઝરાયલના રાજ્યાસન પર બિરાજનાર ઉત્તરાધિકારીની ખોટ પડશે નહિ.


મરી ગયેલાઓમાંના ઘણા સજીવન થશે. કેટલાક સાર્વકાલિક જીવનનો અનુભવ માણશે, તો બીજા કેટલાક સાર્વકાલિક લજ્જા ભોગવશે.


ઈસુ ખ્રિસ્તના પૂર્વજોની યાદી આ પ્રમાણે છે: તે દાવિદના વંશજ હતા, દાવિદ અબ્રાહામનો વંશજ હતો.


તે મહાન થશે અને સર્વોચ્ચ ઈશ્વરનો પુત્ર કહેવાશે. પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાવિદની જેમ રાજા બનાવશે.


પછી ઈસુએ આખા ધર્મશાસ્ત્રમાંથી મોશેના પુસ્તકોથી શરૂઆત કરીને બધા સંદેશવાહકોના લખાણોમાં પોતાના સંબંધી જે જે કહેલું છે તે તેમને સમજાવ્યું.


“પણ, દાવિદે પોતાના જમાનામાં ઈશ્વરની મરજી પ્રમાણે સેવા કરી; તે પછી તે મરી ગયો, તેને તેના પૂર્વજોની જેમ દફનાવવામાં આવ્યો, અને તેને કોહવાણ લાગ્યું.


તે સંદેશવાહક હતો અને ઈશ્વરે તેને આપેલું વચન તે જાણતો હતો: ઈશ્વરે કરાર કર્યો હતો કે તે દાવિદના વંશજોમાંથી જ એકને દાવિદની માફક રાજા બનાવશે.


આ સત્ય જાણી લો કે આપણે સૌ મરી જ જઈશું તેવું નથી.


પ્રભુએ મોશેને કહ્યું, “હવે તું થોડા સમયમાં તારા પૂર્વજો સાથે પોઢી જશે. પછી આ લોકો મારી વિરુધ થઈ જશે, તેઓ મારો ત્યાગ કરશે અને મને બેવફા નીવડીને જે દેશમાં તેઓ વસવા જાય છે ત્યાંનાં અન્ય દેવદેવીઓને અનુસરશે, અને એમ તેમની સાથેનો મારો કરાર ઉથાપશે.”


આપણે માનીએ છીએ કે ઈસુ મૃત્યુ પામ્યા; અને સજીવન થયા. તેથી જેઓ ઈસુ પર વિશ્વાસ કર્યા પછી મરણ પામ્યા તેમને ઈશ્વર ઈસુની સાથે લાવશે તેવું પણ આપણે માનીએ છીએ.


Lean sinn:

Sanasan


Sanasan