Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 6:9 - પવિત્ર બાઇબલ C.L.

9 પ્રભુએ ઉઝઝા પર ત્રાટકીને તેને મારી નાખ્યો તેથી દાવિદને અત્યંત ખોટું લાગ્યું, તેથી તેણે તે સ્થળનું નામ “પેરેસ- ઉઝ્ઝા” એટલે “ઉઝઝા પર ત્રાટકવું” પાડયું, અને આજે ય એનું એ જ નામ ચાલે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 દાઉદને તે દિવસે યહોવાનો ડર લાગ્યો; અને તેણે કહ્યું, “યહોવાનો કોશ મારી પાસે કેમ કરીને આવી શકે?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 દાઉદને તે દિવસે ઈશ્વરનો ડર લાગ્યો. તેણે કહ્યું કે, “ઈશ્વરનો કોશ મારી પાસે કેમ કરીને આવી શકે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તે દિવસે દાઉદને યહોવાનો ભય લાગ્યો અને તે બોલ્યો, “પવિત્રકોશને હું અહીંયા કેવી રીતે લાવી શકીશ?”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 6:9
12 Iomraidhean Croise  

ઉઝઝા ત્યાં કરારપેટી નજીક જ પટકાઈને મરણ પામ્યો.


“પણ હે ઈશ્વર, શું તમે પૃથ્વી પર સાચેસાચ નિવાસ કરી શકો? બધાં આકાશો પણ તમારો સમાવેશ કરી શકે તેમ નથી, તો પછી મેં બાંધેલા આ મંદિરમાં તમારો કેવી રીતે સમાવેશ થાય?


તમારી ધાકધમકીથી મારું શરીર થરથરે છે, અને તમારા ચુકાદાથી હું ડરું છું.


મેં કહ્યું, “અરેરે! મારું આવી બન્યું છે! કારણ, મારા હોઠોમાંથી નીકળતી વાતો અશુદ્ધ છે અને જેમના હોઠોમાંથી અશુદ્ધ વાતો નીકળે છે એવા લોકો વચ્ચે હું વસુ છું. છતાં મેં રાજાને એટલે સર્વસમર્થ પ્રભુને નજરોનજર જોયા છે.”


તેથી મને બીક લાગી અને મેં જમીનમાં ખાડો ખોદીને તમારા પૈસા સંતાડી દીધા હતા. લો, તમારા પૈસા!’


સારા એવી સ્ત્રી હતી; તે અબ્રાહામને આધીન રહેતી અને તેને સ્વામી તરીકે સંબોધતી. જો તમે સારું જ કરો અને કશાની બીક ન રાખો તો તમે સારાની પુત્રીઓ છો.


તેથી બેથશેમેશના લોકોએ કહ્યું, “પ્રભુ એટલે આ પવિત્ર ઈશ્વર સમક્ષ કોણ ઊભું રહી શકે? આપણે એને બીજે ક્યાં મોકલીએ?”


Lean sinn:

Sanasan


Sanasan