Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 6:5 - પવિત્ર બાઇબલ C.L.

5 દાવિદ અને તેના માણસો પ્રભુની સમક્ષ પૂરા જોશથી નાચગાન કરતા હતા. તેઓ દેવદારના લાકડાંમાંથી બનાવેલાં વાજિંત્રો, વીણા, સિતાર, ડફ, મંજિરા અને ખંજરીઓ વગાડતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને દાઉદ તથા ઇઝરાયલના આખા ઘરના [લોકો] દેવદારના લાકડાનાં સર્વ પ્રકારના [વાજિંત્રો] , અને વીણા, સિતાર, ખંજરી, કરતાલ તથા મંજીરાં યહોવાની આગળ વગાડતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 અને દાઉદ તથા ઇઝરાયલના ઘરના લોકો દેવદારના લાકડાંમાંથી બનાવેલાં સર્વ પ્રકારનાં વાજિંત્રો, વીણા, સિતાર, ખંજરી, કરતાલ તથા મંજીરા ઈશ્વર આગળ વગાડતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 દાઉદ અને સર્વ ઇસ્રાએલીઓ યહોવા સમક્ષ વીણા, સારંગી, સિતાર, ડફ, કરતાલ, ઝાંઝ તથા સર્વ પ્રકારના સંગીતનાં સાધનો વગાડતા વગાડતા નાચતા ગાતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 6:5
17 Iomraidhean Croise  

તો હવે મારી પાસે એક સંગીતકાર લઈ આવો.” સંગીતકારે પોતાનું વાજિંત્રવાદન શરૂ કર્યું કે એલિશા પર પ્રભુનું પરાક્રમ ઊતર્યું.


જ્યારે દાવિદ અને સર્વ ઈઝરાયલીઓ ઈશ્વરની સમક્ષ વીણા, સિતાર, ડફ, ઝાંઝ તથા રણશિંગડાં વગાડતા વગાડતા પૂરા જોરશોરથી નાચતા અને ગાતા હતા.


એમ સર્વ ઇઝરાયલીઓ હર્ષનાદસહિત, શરણાઈ, રણશિંગડાં તથા ઝાંઝ વગાડતાં અને મોટેથી સિતાર અને વીણાના વાદન સાથે પ્રભુની કરારપેટી યરુશાલેમ લઈ આવ્યા.


તેઓ સિતાર, વીણા અને રણશિંગડાંના વાદન સાથે યરુશાલેમ આવ્યા અને પ્રભુના મંદિરે ગયા.


ઈશ્વર વિજયના પોકાર સહિત પોતાના રાજ્યાસન પર ચઢે છે; પ્રભુ રણશિંગડાના અવાજ સાથે સિંહાસન પર બિરાજે છે.


આપનો હુકમ છે કે વાજિંત્રો વાગે ત્યારે બધાએ સુવર્ણમૂર્તિની સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને પૂજા કરવી,


તો હવે જ્યારે તમે રણશિંગડાના અવાજ પછી વાંસળી, વીણા, સિતાર, મોરલી વિગેરે સર્વ વાજિંત્રો વાગતાં સાંભળો ત્યારે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને મારી સ્થાપેલી મૂર્તિની પૂજા કરજો. જો તમે તેમ નહિ કરો તો તમને તરત જ અગ્નિની ભડભડતી ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે. શું તમે એમ માનો છો કે મારા હાથમાંથી તમને બચાવી શકે એવો કોઈ દેવ છે?”


તમે રણશિંગડાંના નાદ પછી વાંસળી, વીણા, સિતાર, સારંગી, મોરલી વિગેરે સર્વ પ્રકારનાં વાંજિત્રોનો નાદ સાંભળો કે તરત તમારે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને નબૂખાદનેસ્સાર રાજાએ બનાવેલી મૂર્તિની પૂજા કરવી.


તેથી રણશિંગડાંના અવાજ પછી વાંસળી, વીણા, સિતાર, સારંગી, મોરલી વિગેરે સર્વ પ્રકારનાં વાંજિત્રોનો નાદ સાંભળતાની સાથે જ સર્વ રાષ્ટ્રો, પ્રજાઓ અને ભાષાના લોકોએ નબૂખાદનેસ્સાર રાજાએ પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિની સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને પૂજા કરી.


મારી આગળથી તમારાં ગીતોનો ઘોંઘાટ બંધ કરો. મારે તમારી સારંગીના સૂર સાંભળવા નથી.


દાવિદની જેમ નવાં નવાં ગીતો બનાવી તેમને સારંગીના સૂર સાથે ગાવાનું તમને ગમે છે.


પછી તું ગિબ્યામાં ઈશ્વરના પર્વતે જઈશ. જ્યાં પલિસ્તીઓની છાવણી હશે. નગરના પ્રવેશદ્વારે તને સિતાર, ડફ, વાંસળી અને વીણા વગાડતા અને પર્વત પરની વેદી પરથી ઊતરી આવતા સંદેશવાહકોની એક ટોળી મળશે. તેઓ ગાનતાનમાં તલ્લીન હશે.


તેથી અમને હુકમ આપો તો વીણા વગાડવામાં પ્રવીણ હોય એવા માણસને અમે શોધી કાઢીએ, જેથી જ્યારે તમારા પર દુષ્ટાત્મા આવે ત્યારે તે માણસ વીણા વગાડશે અને તમે પાછા સારા થઈ જશો.”


Lean sinn:

Sanasan


Sanasan