Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 6:21 - પવિત્ર બાઇબલ C.L.

21 દાવિદે જવાબ આપ્યો, “મને તારા પિતા અને તેમના કુટુંબની જગ્યાએ પસંદ કરીને પોતાના લોક ઇઝરાયલનો આગેવાન બનાવનાર પ્રભુની સમક્ષ હું નાચતો હતો. હું તો હજીયે પ્રભુ સમક્ષ નાચગાન કરતો રહીશ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને દાઉદે મીખાલને કહ્યું, “ [એ તો] યહોવાની આગળ [મેં એમ કર્યું,] , જેમણે યહોવાના લોક પર એટલે ઇઝરાયલ પર મને અધિકારી ઠરાવવા માટે તારા પિતા કરતાં તથા તેના કુટુંબના સર્વ કરતાં મને પસંદ કર્યો છે; માટે હું તો યહોવાની સમક્ષ ઉત્સવ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 દાઉદે મિખાલને જવાબ આપ્યો કે, મેં તે ઈશ્વરની આગળ નૃત્ય કર્યું છે, તેમણે મને તેમના લોકો, ઇઝરાયલ ઉપર રાજા તરીકે અભિષિક્ત કરવા સારું, તારા પિતા તથા તેના કુટુંબનાં સર્વને બદલે મને પસંદ કર્યો છે, માટે હું ઈશ્વરમાં હર્ષો ઉલ્લાસ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 દાઉદે મીખાલને કહ્યું, “હું યહોવાની સમક્ષ નાચતો હતો. તેમણે મને પસંદ કર્યો, તારા પિતા અને તારા કુટંબના માંણસોને નહિ. અને યહોવાએ સમગ્ર ઇસ્રાએલીઓની સામે મને તેઓનો આગેવાન બનાવ્યો. તેથી તેમની આગળ હું માંરો આનંદ દર્શાવતો હતો અને તેમની સામે નાચતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 6:21
15 Iomraidhean Croise  

ભૂતકાળમાં શાઉલ જ્યારે રાજા હતો ત્યારે પણ ઇઝરાયલીઓને યુદ્ધમાં આગેવાની આપનાર તમે જ હતા અને પ્રભુએ તમને વરદાન આપ્યું હતું કે તમે તેમના ઇઝરાયલી લોકના પાળક અને રાજા બનશો.


દાવિદ પોતાની કમરે માત્ર અળસી રેસાનું વસ્ત્ર વીંટાળીને પ્રભુની સમક્ષ પોતાના પૂરા બળથી નાચતો હતો.


પ્રભુની કરારપેટી શહેરમાં લાવવામાં આવી રહી હતી ત્યારે શાઉલની પુત્રી મીખાલે બારીમાંથી ડોકિયું કર્યું અને તેણે રાજા દાવિદને પ્રભુની સમક્ષ નાચતો કૂદતો જોયો અને તેને તેના પ્રત્યે નફરત થઈ આવી.


અને મારી જાતને એથી વિશેષ હલકી પાડીશ. તારી આગળ મારી કંઈ વિસાત ન હોય પણ જે દાસીઓ વિષે તું બોલી છે તેઓ તો મારું સન્માન કરશે.”


દાવિદ અને તેના માણસો પ્રભુની સમક્ષ પૂરા જોશથી નાચગાન કરતા હતા. તેઓ દેવદારના લાકડાંમાંથી બનાવેલાં વાજિંત્રો, વીણા, સિતાર, ડફ, મંજિરા અને ખંજરીઓ વગાડતા હતા.


તેથી મારા સેવક દાવિદને જઈને કહે કે હું સેનાધિપતિ પ્રભુ તને કહું છું; ‘ઘાસનાં મેદાનમાં તું ઘેટાં પાછળ રઝળતો હતો ત્યાંથી મેં તને ઉઠાવીને મારા ઇઝરાયલી લોકો પર આગેવાન બનાવ્યો છે.


કરારપેટી શહેરમાં આવી રહી હતી ત્યારે શાઉલની પુત્રી મીખાલે બારીમાંથી દાવિદને આનંદથી નાચતોકૂદતો જોયો, અને તેને તેના પર નફરત આવી.


તેને પદભ્રષ્ટ કર્યા પછી ઈશ્વરે દાવિદને તેમનો રાજા બનાવ્યો. ઈશ્વરે તેના સંબંધી આવું કહ્યું: ‘યિશાઈનો પુત્ર દાવિદ મને મળ્યો છે, અને તે મારો મનપસંદ એટલે, મારી ઇચ્છા પ્રમાણે વર્તનાર માણસ છે.’


અલબત્ત, તમે ખાઓ, પીઓ કે બીજું જે કંઈ કરો તે બધું ઈશ્વરના મહિમાને માટે કરો.


પણ હવે તારું રાજ ટકશે નહિ. પ્રભુએ પોતાને મનપસંદ માણસ શોધી કાઢયો છે અને પોતાના લોક પર તે તેને રાજા બનાવશે. કારણ, તું ઈશ્વરને આધીન થયો નથી.


શમુએલે તેને કહ્યું, “પ્રભુએ આજે ઇઝરાયલનું રાજ્ય તારી પાસેથી ફાડી લીધું છે અને તારા કરતાં વધારે સારા માણસને આપ્યું છે.


પ્રભુએ શમુએલને કહ્યું, “તું શાઉલ વિષે ક્યાં સુધી દુ:ખી થઈશ? મેં તેનો ઇઝરાયલના રાજા તરીકે નકાર કર્યો છે. તું એક શિંગડામાં થોડું ઓલિવનું તેલ લઈને જા. હું તને બેથલેહેમમાં યિશાઈ પાસે મોકલીશ. કારણ, તેના એક પુત્રને મેં રાજા થવા પસંદ કર્યો છે.”


તેથી યિશાઈએ સંદેશક મોકલીને તેને બોલાવડાવ્યો. તે સુંદર અને તંદુરસ્ત જુવાન હતો અને તેની આંખો ચમક્તી હતી. પ્રભુએ શમુએલને કહ્યું, “આ જ તે છે. તેનો અભિષેક કર.”


Lean sinn:

Sanasan


Sanasan