Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 6:15 - પવિત્ર બાઇબલ C.L.

15 એમ દાવિદ તથા સર્વ ઇઝરાયલીઓ જયજયકારના પોકાર અને રણશિંગડાના નાદ સાથે ઈશ્વરની કરારપેટી યરુશાલેમ લઈ આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 એ પ્રમાણે દાઉદ તથા ઇઝરાયલના ઘરના સર્વ [લોક] જ્ય જ્યનો પોકાર કરતા તથા રણશિંગડાં વગાડતા ઈશ્વરનો કોશ લઈને આવતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 આ રીતે દાઉદ તથા ઇઝરાયલના સર્વ લોકો પોકાર કરતા તથા રણશિંગડાં વગાડતા ઈશ્વરનો કોશ લઈને ચાલતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 દાઉદ અને બધા ઇસ્રાએલીઓ સાથે હર્ષથી નાચતા હતા અને રણશિંગા વગાડતા, ગાતા અને નાચતા પવિત્રકોશને નગરમાં લઈ આવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 6:15
16 Iomraidhean Croise  

દાવિદ પોતાની કમરે માત્ર અળસી રેસાનું વસ્ત્ર વીંટાળીને પ્રભુની સમક્ષ પોતાના પૂરા બળથી નાચતો હતો.


પ્રભુની કરારપેટી શહેરમાં લાવવામાં આવી રહી હતી ત્યારે શાઉલની પુત્રી મીખાલે બારીમાંથી ડોકિયું કર્યું અને તેણે રાજા દાવિદને પ્રભુની સમક્ષ નાચતો કૂદતો જોયો અને તેને તેના પ્રત્યે નફરત થઈ આવી.


દાવિદે લેવીઓના આગેવાનોને સિતાર, વીણા અને ઝાંઝ સાથે મોટે સાદે અને આનંદપૂર્વક ગાયનવાદન કરવા માટે તેમના લેવી ભાઈઓની નિમણૂક કરવા કહ્યું.


આમ, દાવિદ રાજા, ઇઝરાયલના આગેવાનો અને સહાધિપતિઓ આનંદપૂર્વક ઓબેદ-અદોમના ઘરમાંથી કરારપેટી લાવવા ગયા.


એમ સર્વ ઇઝરાયલીઓ હર્ષનાદસહિત, શરણાઈ, રણશિંગડાં તથા ઝાંઝ વગાડતાં અને મોટેથી સિતાર અને વીણાના વાદન સાથે પ્રભુની કરારપેટી યરુશાલેમ લઈ આવ્યા.


તેના શત્રુઓને હું પરાજયની લજ્જાથી ઢાંકી દઈશ; પરંતુ રાજાનો મુગટ તેના મસ્તક પર ઝળહળતો રહેશે.


તેમના સંતો વિજયમાં આનંદ પામો; પથારીમાં પણ તેઓ આનંદથી ઈશ્વરનો જયજયકાર કરો.


રણશિંગડું વગાડીને તેમની સ્તુતિ કરો; વીણા અને તાનપુરાથી તેમની સ્તુતિ કરો.


હે સર્વ પ્રજાઓ, આનંદથી તાળી પાડીને બુલંદ અવાજે ઈશ્વરનાં સ્તુતિગીત ગાઓ.


રાજર્ક્તાએ પણ સામાન્ય જનતા સાથે જ અંદર દાખલ થવું ને તેમની સાથે જ બહાર જવું.


તો પણ હું પ્રભુ મારા ઈશ્વરને લીધે હર્ષનાદ કરીશ, કારણ, તે મારા ઉદ્ધારક છે.


Lean sinn:

Sanasan


Sanasan