Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 5:3 - પવિત્ર બાઇબલ C.L.

3 એમ ઇઝરાયલના સર્વ આગેવાનો દાવિદ રાજા પાસે હેબ્રોનમાં આવ્યા. દાવિદે તેમની સાથે પ્રભુની સમક્ષ કરાર કર્યો. તેમણે તેનો ઇઝરાયલના રાજા તરીકે અભિષેક કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેથી ઇઝરાયલના સર્વ વડીલો રાજા પાસે હેબ્રોનમાં આવ્યા. અને દાઉદ રાજાએ તેઓની સાથે યહોવાની આગળ હેબ્રોનમાં કોલકરાર કર્યાં; અને તેઓએ દાઉદને ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેથી ઇઝરાયલના સર્વ આગેવાનો દાઉદ પાસે હેબ્રોનમાં આવ્યા. દાઉદે ઈશ્વરની આગળ હેબ્રોનમાં તેઓની સાથે કરાર કર્યો. તેઓએ દાઉદને ઇઝરાયલના રાજા તરીકે અભિષેક કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેથી ઇસ્રાએલના આગેવાનોએ દાઉદ સાથે હેબ્રોનમાં યહોવાની સમક્ષ કરાર કર્યો, અને દાઉદ ઇસ્રાએલીઓના રાજા તરીકે અભિષિકત થયો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 5:3
16 Iomraidhean Croise  

પછી યહૂદિયાના માણસો હેબ્રોન આવ્યા અને દાવિદનો યહૂદિયાના રાજા તરીકે અભિષેક કર્યો. ગિલ્યાદમાં આવેલા યાબેશના લોકોએ શાઉલને દફનાવ્યો છે એવી ખબર મળતાં,


બળવાન તથા શૂરવીર થાઓ. તમારો રાજા શાઉલ મરણ પામ્યો છે અને યહૂદાના કુળે પોતાના રાજા તરીકે મારો અભિષેક કર્યો છે.”


આબ્નેરે દાવિદને કહ્યું, “હે રાજા, મારા માલિક, હું જઈને ઇઝરાયલને આપના પક્ષમાં કરી દઈશ. તેઓ તમારી સાથે કરાર કરીને તમને પોતાના રાજા તરીકે સ્વીકારશે અને પછી તમારી ઇચ્છા પૂરી થશે અને તમે સમગ્ર દેશ પર રાજ કરશો.” દાવિદે આબ્નેરને સલામતીની ખાતરી આપીને વિદાય કર્યો.


ત્યાં સાદોક અને નાથાન ઇઝરાયલના રાજા તરીકે તેનો અભિષેક કરે. પછી તમે રણશિંગડું વગાડીને “શલોમોન રાજા અમર રહો,” એવો પોકાર કરજો.


યહોયાદા યજ્ઞકારે યોઆશ રાજા અને લોકોની પાસે પ્રભુની સાથે કરાર કરાવ્યો કે તેઓ પ્રભુના જ લોકો બની રહેશે; તેણે રાજા અને લોકો વચ્ચે પણ કરાર કરાવ્યો.


સર્વ ઇઝરાયલી લોકોએ દાવિદ પાસે હેબ્રોન જઈને તેને કહ્યું, “અમે તારા નિકટનાં કુટુંબીઓ છીએ.


એમ ઇઝરાયલી લોકોના સર્વ આગેવાન દાવિદ પાસે હેબ્રોનમાં એકત્ર થયા. ત્યાં દાવિદે પ્રભુની સમક્ષ તેમની સાથે કરાર કર્યો અને શમુએલ દ્વારા પ્રભુએ આપેલા વચન પ્રમાણે તેમણે દાવિદનો અભિષેક કર્યો અને તે ઇઝરાયલનો રાજા બન્યો.


ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ મને અને મારા વંશજોને ઇઝરાયલ પર સદા રાજ કરવાને પસંદ કર્યા છે. તેમણે રાજસત્તા આપવા માટે યહૂદાના કુળને પસંદ કર્યું, અને યહૂદાના કુળમાંથી તેમણે મારા પિતાના કુટુંબને પસંદ કર્યું. એ આખા કુટુંબમાંથી મને પસંદ કરીને સમગ્ર ઇઝરાયલ પર રાજા બનાવવાનું તેમને પસંદ પડયું.


યહોયાદા યજ્ઞકારે યોઆશ રાજા, લોકો અને પોતાના તરફથી એવો કરાર કર્યો કે તેઓ સૌએ પ્રભુના નિષ્ઠાવાન લોક બની રહેવું.


“આ જે સઘળું બન્યું છે તેને લીધે અમે ઇઝરાયલી લોકો લેખિતમાં ગંભીર પ્રતિજ્ઞા કરીએ છીએ, અને અમારા આગેવાનો, અમારા લેવીઓ અને અમારા યજ્ઞકારો તે પર પોતાની મહોર મારે છે.”


“તું જઈને ઇઝરાયલીઓના આગેવાનોને એકઠા કરીને તેમને કહેજે કે તમારા પૂર્વજોના ઈશ્વર યાહવેએ એટલે, અબ્રાહામ, ઇસ્હાક તથા યાકોબના ઈશ્વરે મને દર્શન આપીને આમ કહ્યું છે: ‘મેં તમારી ખબર લીધી છે અને ઇજિપ્તમાં તમારા પર પડતાં દુ:ખો પણ જોયાં છે.


એ પછી, યહોશુઆ અને ઇઝરાયલી સૈનિકો એગ્લોનથી પહાડીપ્રદેશમાં આવેલા હેબ્રોનમાં ગયા અને તેના પર હુમલો કર્યો,


તેથી યફતા ગિલ્યાદના આગેવાનો સાથે ગયો અને લોકોએ તેને પોતાનો શાસક અને સેનાપતિ બનાવ્યો. યફતાએ મિસ્પામાં પ્રભુની સમક્ષતામાં પોતાની શરતો જણાવી.


તેથી તેઓ સૌ ગિલ્ગાલ ગયા અને ત્યાં તેમણે પ્રભુની સમક્ષ શાઉલને રાજા તરીકે જાહેર કર્યો. તેમણે સંગતબલિ અપ્યાર્ં અને શાઉલે તથા ઇઝરાયલના સર્વ લોકોએ ખૂબ આનંદ કર્યો.


શમુએલે ઓલિવ તેલ લઈને દાવિદનો તેના ભાઈઓની સમક્ષ અભિષેક કર્યો. એકાએક ઈશ્વરના આત્માએ દાવિદનો કબજો લીધો અને તે દિવસથી તેની સાથે રહ્યો. શમુએલ પાછો રામા ગયો.


પછી તેમણે એકબીજાની સાથે પ્રભુની સમક્ષ કરાર કર્યો. દાવિદ હોરેશમાં રહ્યો અને યોનાથાન ઘેર ગયો.


Lean sinn:

Sanasan


Sanasan