Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 5:21 - પવિત્ર બાઇબલ C.L.

21 પલિસ્તીઓ તેમની મૂર્તિઓ પડતી મૂકીને નાસી ગયા અને દાવિદ તથા તેના માણસો એ લઈ ગયા

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 ત્યાં પલિસ્તીઓએ પોતાની મૂર્તિઓ પડતી મૂકી, ને દાઉદ તથા તેના માણસો તે લઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 પલિસ્તીઓએ પોતાની મૂર્તિઓ ત્યાં પડતી મૂકી. દાઉદ તથા તેના માણસો તે લઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 પલિસ્તીઓ પોતાના દેવની મૂર્તિઓ બઆલ-પરાસીમમાં મૂકીને ભાગી ગયા હતા. દાઉદ અને તેના સૈનિકોએ તેઓની મૂર્તિઓ કબજે કરી હતી.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 5:21
9 Iomraidhean Croise  

તેમણે તેમના દેવોને અગ્નિમાં નાખીને બાળી નાખ્યા છે; જો કે તેમના દેવો તો દેવો હતા જ નહિ, પણ લાકડા અને પથ્થરમાંથી ઘડેલી માનવી હાથની કૃતિ જ હતા અને તેથી જ તેમણે તેમનો નાશ કર્યો.


હું ઇજિપ્તના દેવોના મંદિરોને આગ લગાડીશ અને બેબિલોનનો રાજા તેમના દેવોને બાળી નાખશે અને લોકોને કેદ કરી લઈ જશે. જેમ ભરવાડ પોતાના ડગલામાંથી જૂ વીણી લઈને સાફ કરે છે તેમ બેબિલોનનો રાજા ઇજિપ્ત દેશને સફાચટ કરી નાખશે અને પછી વિજેતા બનીને પાછો ચાલ્યો જશે.


હે મોઆબ, તેં તારી તાક્ત અને ધનસંપત્તિ પર ભરોસો રાખ્યો, પરંતુ હવે તારું પતન થશે. તમારો દેવ કમોશ તેના યજ્ઞકારો અને રાજકુંવરો સહિત બંદી થઈને દેશનિકાલ થશે.


તેમના દેવોની મૂર્તિઓ અને દેવોને અર્પણ કરેલાં સોનારૂપાનાં પાત્રો તે પાછાં ઇજિપ્ત લઈ જશે. થોડાંએક વર્ષો શાંતિમાં પસાર થશે.


“તેમનાં દેવદેવીઓની મૂર્તિઓને તમારે આગમાં બાળી નાખવી. તમે તે મૂર્તિઓ ઉપરના સોનાચાંદીથી લોભાશો નહિ અને તેમને રાખી લેતા નહિ, નહિ તો તમે મૂર્તિપૂજામાં ફસાઈ જશો.


માટે તમારે તેમની સાથે આ પ્રમાણે વ્યવહાર કરવો: તમારે તેમની વેદીઓ તોડી પાડવી, તેમના પવિત્ર શિલાસ્તંભોના ચૂરેચૂરા કરી નાખવા, તેમની દેવી અશેરાના પ્રતીકરૂપ કાષ્ટસ્તંભોને ચીરી નાખવા અને તેમની મૂર્તિઓને આગમાં બાળી નાખવી.


Lean sinn:

Sanasan


Sanasan