Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 5:2 - પવિત્ર બાઇબલ C.L.

2 ભૂતકાળમાં શાઉલ જ્યારે રાજા હતો ત્યારે પણ ઇઝરાયલીઓને યુદ્ધમાં આગેવાની આપનાર તમે જ હતા અને પ્રભુએ તમને વરદાન આપ્યું હતું કે તમે તેમના ઇઝરાયલી લોકના પાળક અને રાજા બનશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 ગતકાળમાં શાઉલ રાજા અમારા પર રાજ કરતા હતા, ત્યારે પણ ઇઝરાયલને બહાર લઈ જનાર તથા અંદર લાવનાર તે તમે જ હતા; અને યહોવાએ તમને કહ્યું હતું, ‘તું મારા લોક ઇઝરાયલને પાળશે, ને તું ઇઝરાયલ પર અધિપતિ થશે.’”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 ગતકાળમાં જયારે શાઉલ અમારો રાજા હતો, ત્યારે ઇઝરાયલના સૈન્યની આગેવાની તેં જ કરી હતી. ઈશ્વરે તને જ કહ્યું હતું, “તું મારા લોક ઇઝરાયલીઓ પર અધિપતિ તથા રાજા થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 ભૂતકાળમાં જયારે અમાંરો રાજા શાઉલ હતો ત્યારે પણ યુદ્ધમાં તમે જ ઇસ્રાએલી સૈન્યની આગેવાની લેતા હતા, અને યહોવાએ તમને કહ્યું કે, ‘માંરી પ્રજા ઇસ્રાએલની સારસંભાળ લેનાર માંણસ તું જ છે, તું જ તેમનો શાસનકર્તા થનાર છે.’”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 5:2
27 Iomraidhean Croise  

પણ યાકોબના સમર્થ ઈશ્વરની સહાયથી અને ઇઝરાયલના ખડક્સમા ઘેટાંપાળકના નામથી યોસેફનું ધનુષ્ય અડગ રહ્યું, અને તેના હાથ ચપળ કરાયા. તને સહાય કરનાર તો તારા પિતાના ઈશ્વર છે. સર્વસમર્થ ઈશ્વર તને ઉપરના આકાશની વૃષ્ટિની, પૃથ્વીના પેટાળના પાણીની, ઢોરઢાંકની અને સંતાનની આશિષો આપે છે.


દાવિદે જવાબ આપ્યો, “મને તારા પિતા અને તેમના કુટુંબની જગ્યાએ પસંદ કરીને પોતાના લોક ઇઝરાયલનો આગેવાન બનાવનાર પ્રભુની સમક્ષ હું નાચતો હતો. હું તો હજીયે પ્રભુ સમક્ષ નાચગાન કરતો રહીશ;


ઇઝરાયલી લોકો સાથેની મારી સર્વ મુસાફરી દરમિયાન મેં તેમના પર નીમેલા આગેવાનોમાંના કોઈને કદી પૂછયું નથી કે તમે મારે માટે ગંધતરુના લાકડાંનું મંદિર કેમ બાંધ્યું નથી?


તેથી મારા સેવક દાવિદને જઈને કહે કે હું સેનાધિપતિ પ્રભુ તને કહું છું; ‘ઘાસનાં મેદાનમાં તું ઘેટાં પાછળ રઝળતો હતો ત્યાંથી મેં તને ઉઠાવીને મારા ઇઝરાયલી લોકો પર આગેવાન બનાવ્યો છે.


પાછા જઈને ઈશ્વરના લોકોના શાસક હિઝકિયા રાજાને આ સંદેશ આપવા જણાવ્યું: “મેં પ્રભુએ એટલે તારા પૂર્વજ દાવિદના ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે અને તારાં આંસુ જોયાં છે. હું તને સાજો કરીશ અને ત્રણ દિવસમાં તો તું મંદિરમાં જશે.


ભૂતકાળમાં શાઉલ અમારો રાજા હતો ત્યારે પણ યુદ્ધની અવરજવરમાં તું જ અમારો અગ્રેસર હતો. તારા ઈશ્વર પ્રભુએ તને વચન આપ્યું હતું કે તું તેમના લોકોનો પાલક અને અધિપતિ બનશે.”


તેથી આ લોકોને સર્વ બાબતોમાં દોરવણી આપી શકું તે માટે મને વિવેકબુદ્ધિ અને જ્ઞાન આપો; નહિ તો તમારી આ મહાન પ્રજા પર હું કેવી રીતે શાસન ચલાવી શકું?”


તે ઘેટાંપાળકની જેમ પોતાનાં ટોળાંની સંભાળ લે છે, તે હલવાનોને પોતાની બાથમાં લઈ લે છે અને તેમને છાતીસરસાં ચાંપે છે. વિયાયેલી ઘેટીઓને તે ધીરે ધીરે દોરી જાય છે.


મેં તેને લોકો માટે સાક્ષી અને તેમનો અધિકારી તથા સેનાપતિ ઠરાવ્યો હતો.


હું એમનો પાળક થવા માટે મારા સેવક દાવિદ જેવો એક રાજા નીમીશ અને તે તેમનું પોષણ કરશે.


તે આવશે ત્યારે પ્રભુના સામર્થ્યથી તથા પ્રભુ પરમેશ્વરના નામના પ્રતાપથી પોતાના લોકો પર રાજ કરશે. તેના લોકો સલામતીમાં રહેશે. કારણ, પૃથ્વીના બધા લોકો તેમની આણ સ્વીકારશે,


અને દરેક બાબતમાં તેમને દોરવણી આપે જેથી તમારા લોક પાળક વગરનાં ઘેટાં જેવાં ન થાય.”


’હે યહૂદિયાના બેથલેહેમ, યહૂદિયાના રાજ્યમાં તું કંઈ નાનું નથી. કારણ, તારામાંથી એક આગેવાન ઊભો થશે અને તે મારા ઇઝરાયલી લોકોનો માર્ગદર્શક બનશે’.


“હું ઉત્તમ ધેટાંપાલક છું; ઉત્તમ ઘેટાંપાલક પોતાનાં ઘેટાંને માટે પોતાનો જીવ આપી દેવા તૈયાર હોય છે.


સર્વનું સર્જન કરનાર અને ટકાવી રાખનાર ઈશ્વરને એ ઘટિત હતું કે તે તેમનાં ઘણાં સંતાનોને પોતાના મહિમાના ભાગીદાર બનાવવા એ સંતાનોના ઉદ્ધારર્ક્તા ઈસુને દુ:ખ દ્વારા પરિપૂર્ણ કરે.


પણ હવે તારું રાજ ટકશે નહિ. પ્રભુએ પોતાને મનપસંદ માણસ શોધી કાઢયો છે અને પોતાના લોક પર તે તેને રાજા બનાવશે. કારણ, તું ઈશ્વરને આધીન થયો નથી.


પ્રભુએ શમુએલને કહ્યું, “તું શાઉલ વિષે ક્યાં સુધી દુ:ખી થઈશ? મેં તેનો ઇઝરાયલના રાજા તરીકે નકાર કર્યો છે. તું એક શિંગડામાં થોડું ઓલિવનું તેલ લઈને જા. હું તને બેથલેહેમમાં યિશાઈ પાસે મોકલીશ. કારણ, તેના એક પુત્રને મેં રાજા થવા પસંદ કર્યો છે.”


તેથી શાઉલે તેને પોતાની તહેનાતમાંથી દૂર કર્યો અને તેને સહસ્રાધિપતિ બનાવ્યો. દાવિદ તેના માણસોને લડાઈમાં લાવવા લઈ જવામાં આગેવાની આપતો


પણ ઇઝરાયલ અને યહૂદિયામાં સૌ દાવિદને ચાહતા, કારણ, લશ્કરી અવરજવરમાં તે એક સફળ આગેવાન હતો.


શાઉલે સોંપેલા પ્રત્યેક કાર્યમાં દાવિદ કુશળતાપૂર્વક સફળ થતો અને તેથી શાઉલે તેને પોતાના લશ્કરમાં અફસર બનાવ્યો. શાઉલના માણસો અને તેના સર્વ અફસરોને તે ગમ્યું.


મારો કંઈ અપરાધ હોય તો મને ક્ષમા કરો. પ્રભુ તમારા રાજવંશને કાયમને માટે સ્થાપિત કરશે. કારણ, તમે તેમની લડાઈઓ લડો છો અને તમે જીવનપર્યંત કંઈ ખોટું કરશો નહિ.


પ્રભુ તમને આપેલાં સર્વ સારાં વચન પૂરાં કરો અને તમને ઇઝરાયલના રાજા બનાવો.


“આવતી કાલે આ સમયે હું તારી પાસે બિન્યામીનના કુળનો એક માણસ મોકલીશ. મારા ઇઝરાયલી લોક પર તેનો રાજા તરીકે અભિષેક કરજે. તે તેમનો પલિસ્તીઓથી છુટકારો કરશે. મેં મારા લોકનું દુ:ખ જોયું છે અને સહાય માટેનો તેમનો પોકાર સાંભળ્યો છે.”


Lean sinn:

Sanasan


Sanasan