Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 5:10 - પવિત્ર બાઇબલ C.L.

10 તે વધારે અને વધારે બળવાન થતો ગયો. કારણ, સેનાધિપતિ પ્રભુ ઈશ્વર તેની સાથે હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને દાઉદ અધિકાધિક મોટો થતો ગયો; કેમ કે સૈન્યોના ઈશ્વર યહોવા તેની સાથે હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 દાઉદ અધિકાધિક મહાન થતો ગયો કેમ કે સર્વ શક્તિમાન સૈન્યોના ઈશ્વર, તેની સાથે હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 આ રીતે દાઉદ બળવાન અને વધુ બળવાન થતો ગયો, કારણ, સર્વસમર્થ દેવ યહોવા તેની સાથે હતા અને તેને મદદ કરી.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 5:10
19 Iomraidhean Croise  

એ અરસામાં અબિમેલેખ અને તેના સેનાપતિ ફિકોલે અબ્રાહામ પાસે જઈને તેને કહ્યું, “ તારાં સર્વ કાર્યોમાં ઈશ્વર તારી સાથે છે.


શાઉલના કુટુંબને ટેકો આપનાર લશ્કરી દળો અને દાવિદના કુટુંબને ટેકો આપનાર લશ્કરી દળો વચ્ચે લાંબા સમય સુધી વિગ્રહ ચાલ્યો. દાવિદનું કુટુંબ બળવાન થતું ગયું અને શાઉલનું કુટુંબ નિર્બળ થતું ગયું.


તું જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં હું તારી સાથે રહ્યો છું અને તું આગેકૂચ કરતો ગયો તેમ મેં તારા સર્વ શત્રુઓને હરાવ્યા. દુનિયાના સૌથી મહાન આગેવાનો જેવો હું તને નામાંક્તિ બનાવીશ.


તેણે આખા અદોમમાં લશ્કરી છાવણીઓ ઊભી કરી અને તેથી તે લોકોએ તાબેદારી સ્વીકારી. આમ, દાવિદ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં પ્રભુએ તેને વિજયવંત બનાવ્યો.


પછી તેણે દમાસ્ક્સના અરામીઓના પ્રદેશમાં લશ્કરી છાવણીઓ નાખી અને અરામીઓએ તેની તાબેદારી સ્વીકારી અને તેને ખંડણી ભરવા લાગ્યા. પ્રભુએ દાવિદને સર્વ જગ્યાએ વિજયવંત કર્યો.


પરંતુ નેકજનો પોતાના માર્ગને વળગી રહે છે અને શુદ્ધ હાથવાળા ઉત્તરોત્તર બળવાન થાય છે.


આ ગૌરવી રાજા કોણ છે? સેનાધિપતિ પ્રભુ! એ જ ગૌરવી રાજા છે. (સેલાહ)


સેનાધિપતિ પ્રભુ અમારી સાથે છે; અમારા પૂર્વજ યાકોબના ઈશ્વર અમારા આશ્રય છે. (સેલાહ)


સેનાધિપતિ પ્રભુ અમારી સાથે છે; અમારા પૂર્વજ યાકોબના ઈશ્વર અમારા આશ્રય છે. (સેલાહ)


નેકજનોનો માર્ગ પ્રભાતના પ્રથમ પ્રકાશ જેવો છે, જે મયાહ્ન સુધી ઉત્તરોત્તર વધતો જાય છે.


તેના રાજ્યની સતત વૃદ્ધિ થયા કરશે અને તેમાં અપરંપાર શાંતિ રહેશે. તે દાવિદ રાજાના અનુગામી તરીકે રાજ કરશે. હમણાંથી અનંતાનંત તેમનું રાજ્ય સચ્ચાઈ અને ન્યાયને આધારે સ્થપાશે અને ટકી રહેશે. સર્વસમર્થ પ્રભુના ઉમળકા પ્રમાણે એ સઘળું સિદ્ધ થશે.


તેમ છતાં હે ઝરુબ્બાબેલ, તું હિંમતવાન થા. હે પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ, તું પણ હિંમતવાન થા. હે દેશના સઘળા લોકો, તમે પણ હિંમત રાખો. ક્મે લાગી જાઓ, કારણ, હું સર્વસમર્થ પ્રભુ તમારી સાથે છું.


ઈસુ શરીરમાં તથા જ્ઞાનમાં વૃદ્ધિ પામતા ગયા અને ઈશ્વર તથા માણસોની પ્રસન્‍નતા પ્રાપ્ત કરતા રહ્યા


આ બધું જાણ્યા પછી આપણે શું કહીશું? જો ઈશ્વર આપણા પક્ષના છે, તો આપણી વિરુદ્ધ કોણ?


શાઉલને દાવિદની બીક લાગતી હતી. કારણ, પ્રભુ દાવિદ સાથે હતા, પણ તેમણે શાઉલનો ત્યાગ કર્યો હતો.


અને દાવિદ તેના સર્વ કાર્યમાં સફળ થતો. કારણ, પ્રભુ તેની સાથે હતા.


શાઉલે સોંપેલા પ્રત્યેક કાર્યમાં દાવિદ કુશળતાપૂર્વક સફળ થતો અને તેથી શાઉલે તેને પોતાના લશ્કરમાં અફસર બનાવ્યો. શાઉલના માણસો અને તેના સર્વ અફસરોને તે ગમ્યું.


Lean sinn:

Sanasan


Sanasan