Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 4:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તો પછી પોતાના ઘરમાં ઊંઘતા નિર્દોષ માણસને મારી નાખનાર દુષ્ટોની કેવી ભૂંડી દશા થવી જોઈએ. એના ખૂનનો બદલો હું હવે તમારી પાસે લઈશ, અને પૃથ્વીના પટ પરથી તમને નષ્ટ કરી દઈશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તો જ્યારે દુષ્ટ માણસોએ એક ન્યાયી માણસને તેના પોતાના ઘરમાં તેના પલંગ પર મારી નાખ્યો છે, તો તેના ખૂનનો બદલો વિશેષે કરીને તમારી પાસેથી શા માટે ન લઉં, ને પૃથ્વી પરથી તમારો સંહાર શા માટે ન કરું?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 હવે જયારે ખૂની માણસોએ એક ન્યાયી માણસને તેના પોતાના ઘરમાં ઘૂસીને તેના પલંગ પર તેને માર્યો છે. ત્યારે તમારા હાથથી થયેલા તેના ખૂનનો બદલો હું ન લઉં અને પૃથ્વી પરથી તમને નાબૂદ કેમ ના કરું?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તેથી હવે માંરે તમને બન્ને દુષ્ટોને માંરી નાખવા જોઇએ, કેમકે તમે એક નિર્દોષ માંણસને એના શયનખંડમાં પથારી પર માંરી નાખ્યો છે. હવે હું તેનુ લોહી તમાંરા હાથોમાંથી માંગું છું અને હું તમને ધરતી પરથી રવાના કરીશ!”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 4:11
19 Iomraidhean Croise  

તું હવે શાપિત થયો છે અને જે ભૂમિએ તારા હાથથી વહેવડાવેલ રક્ત શોષી લીધું છે તે ભૂમિમાંથી તને હાંકી કાઢવામાં આવે છે.


ઈશ્વરે નૂહને કહ્યું, “મેં બધા લોકોનો અંત લાવી દેવાનો નિશ્ર્વય કર્યો છે. હું લોકોનો પૃથ્વી પરથી સંપૂર્ણ સંહાર કરીશ. કારણ, પૃથ્વી હિંસાખોરીથી ભરાઈ ગઈ છે.


પ્રભુએ પૃથ્વી પરથી સર્વ માણસોનો, ઢોરઢાંકનો, વન્ય પશુઓનો, પેટે ચાલનારા જીવોનો અને પક્ષીઓનો નાશ કર્યો. માત્ર નૂહ અને તેની સાથે વહાણમાં જેઓ હતાં તેઓ જ બચી ગયાં.


તેં શાઉલનું રાજ પચાવી પાડયું. હવે શાઉલના કુટુંબના ઘણા બધાનું ખૂન કરવા બદલ પ્રભુ તને શિક્ષા કરી રહ્યા છે. પ્રભુએ તારા પુત્ર આબ્શાલોમને રાજ આપ્યું છે. તું તારી દુષ્ટતામાં જ સપડાયો છે. કારણ, તું ખૂની છે.”


પણ દાવિદ એ વિષે જાણતો નહોતો. આબ્નેર હેબ્રોન આવ્યો એટલે યોઆબ તેની સાથે અંગત વાતચીત કરવા માગતો હોય તેમ તે આબ્નેરને દરવાજા આગળ એક બાજુએ લઈ ગયો અને પોતાના ભાઈ અસાહેલના ખૂનનું વેર લેવા ત્યાં તેને પેટમાં ખંજરના ઘા માર્યા અને એમ તેને પેટમાં ખંજર ભોંકી દઈને મારી નાખ્યો.


જો કે હું ઈશ્વરથી પસંદ કરાયેલો અભિષિક્ત રાજા છું. તો પણ આજે હું લાચારી અનુભવું છું. આ સરુયાના પુત્રો મારે માટે ભારે બંડખોર નીવડયા છે. પ્રભુ એ ખૂનીઓને યોગ્ય શિક્ષા કરો.”


મારા પિતા દાવિદની જાણ બહાર યોઆબે કરેલાં ખૂનને લીધે પ્રભુ તેને શિક્ષા કરો. યોઆબે પોતાના કરતાં બે ન્યાયી અને સારા માણસોને, એટલે, ઇઝરાયલના સેનાપતિ, એટલે નેરના પુત્ર આબ્નેરને અને યહૂદિયાના સેનાપતિ એટલે યેથેરના પુત્ર અમાસાને મારી નાખ્યા હતા.


તેનાં પાપો નિત્ય પ્રભુની સમક્ષ રહો; પરંતુ તેનું નામનિશાન પૃથ્વી પરથી નષ્ટ થાઓ.


પીડિતોના ખૂનનો બદલો લેવાનું ઈશ્વર યાદ રાખે છે; તે તેમના પોકારને વીસરી જતા નથી.


“જે કોઈ માણસને મારી નાખે તેને નિશ્ર્વે મારી નાખવો.


અત્યાર સુધીમાં તો મારો હાથ લંબાવીને હું તારી ઉપર અને તારી પ્રજા ઉપર એવો રોગચાળો લાવ્યો હોત કે પૃથ્વી પરથી તારો સદંતર નાશ થઈ જાત.


પરંતુ દુષ્ટો પૃથ્વી પરથી નષ્ટ થઈ જશે, અને કપટી લોકો જડમૂળથી ઉખેડી નંખાશે.


દુષ્ટની સામે નેકજનને નમતું જોખવું પડે એ ડહોળાયેલા ઝરણા જેવું અથવા પ્રદૂષિત કૂવા જેવું અસહ્ય છે.


તમારે એ લોકોને કહેવું કે જેમણે આકાશ તથા પૃથ્વી સર્જ્યા નથી એવા એ દેવો પૃથ્વી પરથી અને આકાશ તળેથી નષ્ટ થઈ જશે.


હે પ્રભુ, તમે પ્રારંભથી જ ઈશ્વર છો. તમે અમારા પવિત્ર અને સનાતન ઈશ્વર છો. હે પ્રભુ, મારા ઈશ્વર અને રક્ષક, અમને શિક્ષા કરવા માટે જ તમે બેબિલોનવાસીઓને પસંદ કરીને તેમને બળવાન બનાવ્યા છે.


કાયદા કમજોર અને નિરુપયોગી બની ગયા છે અને ન્યાય મળતો નથી. દુષ્ટોએ ઈશ્વરપરાયણ લોકોને દબાવી દીધા છે. તેથી ન્યાય ઊંધો વળે છે.


આપણે કાઈનના જેવા થવું ન જોઈએ. તે તો દુષ્ટના પક્ષનો હતો અને પોતાના સગા ભાઈનું તેણે ખૂન કર્યું. શા માટે કાઈને તેનું ખૂન કર્યું? કારણ, તેનાં પોતાનાં કાર્યો ભૂંડાં હતાં, જ્યારે તેના ભાઈનાં કાર્યો સારાં હતાં.


Lean sinn:

Sanasan


Sanasan