Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 3:9 - પવિત્ર બાઇબલ C.L.

9-10 પ્રભુએ દાવિદને વરદાન આપ્યું છે કે તે શાઉલ અને તેના વંશજો પાસેથી રાજ્ય લઈ લેશે અને દાવિદને દાનથી બેરશેબા સુધી એટલે સમગ્ર દેશ પર ઇઝરાયલ અને યહૂદિયા બંનેનો રાજા બનાવશે. જો હું આ વાત સાચી ન ઠેરવું તો ઈશ્વર મને મારી નાખો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 જો, જેમ યહોવાએ દાઉદ આગળ સમ ખાધા છે, ‘હું શાઉલના કુટુંબના હાથમાંથી રાજ્ય લઈ લઈશ, અને તારું રાજ્યાસન ઇઝરાયલ પર અને યહૂદિયા પર, દાનથી તે બેરશેબા સુધી સ્થાપીશ.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જેમ ઈશ્વરે દાઉદ આગળ સમ ખાધા છે તેમ હું જો દાઉદને ન કરું, તો ઈશ્વર આબ્નેર પર તેના કરતાં વધારે વિપત્તિ લાવો!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 યહોવાએ પ્રતિજ્ઞા લઈને દાઉદના હક્કમાં જે કરવા વચન આપ્યું છે તે જો હું પૂર્ણ ન કરું તો દેવ મને ભારે શિક્ષા કરો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 3:9
16 Iomraidhean Croise  

વળી, દાવિદે અમાસાને આવું કહેવા તેમને જણાવ્યું, “તારી સાથે તો મારે લોહીની સગાઈ છે. હવેથી યોઆબની જગ્યાએ હું તને મારા લશ્કરનો કાયમી સેનાપતિ ન બનાવું તો ઈશ્વર મારી વિશેષ દુર્દશા કરો.”


દાવિદના શબ્દોએ યહૂદિયાના સર્વ માણસોની સંપૂર્ણ વફાદારી જીતી લીધી અને તેમણે તેને તેના સર્વ અધિકારીઓ સાથે પાછા ફરવા સંદેશો મોકલ્યો.


દાવિદ કંઈ ખાય તે માટે લોકોએ આખો દિવસ પ્રયાસ કર્યો. પણ તેણે સોગંદ ખાધા, “દિવસ પૂરો થયા પહેલાં હું કંઈ પણ ખાઉં તો ઈશ્વર મારો નાશ કરો.”


ઇઝબલે એલિયાને સંદેશો મોકલ્યો: “એ સંદેશવાહકોને તેં જે કર્યું તે આવતી કાલે આ સમય સુધીમાં હું તને ન કરું તો દેવો મારું મરણ નિપજાવો.”


પછી શલોમોને પ્રભુને નામે સમ ખાધા: “આવી માગણી કર્યા બદલ અદોનિયાને પોતાના જીવની કિંમત ન ચૂકવાવું તો ઈશ્વર મને મારી નાખો.


પ્રભુએ આપેલા સંદેશ પ્રમાણે શાઉલને સ્થાને દાવિદને રાજા બનાવવા ઘણા તાલીમબદ્ધ સૈનિકો તેને હેબ્રોનમાં આવી મળ્યા હતા. તેમની સંખ્યા આ પ્રમાણે છે: યહૂદાના વંશના: ઢાલ અને ભાલાધારી એવા 6,800 સુસજ્જ સૈનિકો; શિમયોનના વંશના: 7,100 તાલીમબદ્ધ સૈનિકો; લેવીના વંશના: કુલ 4,600 સૈનિકો; આરોનના વંશજ યહોયાદાના હાથ નીચેના 3,700 સૈનિકો; યુવાન પરાક્રમી યોદ્ધા સાદોકના સંબંધીઓ: 22 શૂરવીરો. બિન્યામીનના વંશના (શાઉલના પોતાના કુળના): 3,000 સૈનિકો. (બિન્યામીન કુળના મોટા ભાગના લોકો શાઉલને વફાદાર રહ્યા હતા); એફ્રાઈમના વંશના: પોતાના ગોત્રના 20,800 શૂરવીર સૈનિકો; પશ્ર્વિમમાં વસેલા મનાશ્શાના વંશના: દાવિદને રાજા બનાવવા પસંદ કરીને મોકલાયેલ 18,000 સૈનિકો; ઇસ્સાખારના વંશના: 200 આગેવાનો અને તેમના હાથ નીચેના માણસો (ઇઝરાયલે ક્યારે શાં પગલાં ભરવાં એનો નિર્ણય કરવામાં એ આગેવાનો બાહોશ હતા.); ઝબુલૂનના વંશના: સર્વ પ્રકારનાં શસ્ત્રો વાપરવામાં તાલીમ પામેલા 50,000 વફાદાર લડવૈયા; નાફતાલીના વંશના: 1000 આગેવાનો અને તેમની સાથેના ઢાલ અને ભાલાધારી 37,000 સૈનિકો; દાનના વંશના: 28,600 તાલીમબદ્ધ સૈનિકો; આશેરના વંશના: યુદ્ધને માટે સુસજ્જ 40,000 સૈનિકો; યર્દનની પૂર્વ તરફના રૂબેન, ગાદ અને પૂર્વમાં વસેલા મનાશ્શાના વંશના: સર્વ પ્રકારનાં શસ્ત્રો વાપરવામાં તાલીમ પામેલા 1,20,000 સૈનિકો.


જ્યાં તમે મરણ પામશો ત્યાં જ હું પણ મરણ પામીશ અને ત્યાં જ મારું દફન થશે. જો હું મરણ સિવાય બીજા કશાથી તમારાથી વિખૂટી થાઉં તો પ્રભુ મારી ખુવારી કરી નાખો.”


શાઉલે તેને કહ્યું, “જો તને મારી નાખવામાં ન આવે તો ઈશ્વર મને મારી નાખો.”


શમુએલે તેને કહ્યું, “પ્રભુએ આજે ઇઝરાયલનું રાજ્ય તારી પાસેથી ફાડી લીધું છે અને તારા કરતાં વધારે સારા માણસને આપ્યું છે.


સવાર થતાં સુધીમાં તેના આબાલવદ્ધ એકેએક પુરુષોનો સંહાર ન કરું તો ઈશ્વર મારી એથીય બૂરી દશા કરો.”


પ્રભુએ મારી મારફતે આપેલ સંદેશ પૂર્ણ કર્યો છે: તેમણે તારી પાસેથી રાજ્ય ખૂંચવી લઈને તેને બદલે તે દાવિદને આપ્યું છે.


એલીએ તેને પૂછયું, “પ્રભુએ તને શું કહ્યું? મારાથી કંઈ છુપાવીશ નહિ; તેમણે જે કહ્યું તે બધું તું મને નહિ કહે તો પ્રભુ તને તે કરતાં વધારે શિક્ષા કરશે.”


Lean sinn:

Sanasan


Sanasan