Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 3:39 - પવિત્ર બાઇબલ C.L.

39 જો કે હું ઈશ્વરથી પસંદ કરાયેલો અભિષિક્ત રાજા છું. તો પણ આજે હું લાચારી અનુભવું છું. આ સરુયાના પુત્રો મારે માટે ભારે બંડખોર નીવડયા છે. પ્રભુ એ ખૂનીઓને યોગ્ય શિક્ષા કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 અને જો કે હું એક અભિષિક્ત રાજા છું, તથાપિ આજે હું અશક્ત છું, અને આ માણસોને, સરુયાના દિકરાઓને, વશ કરવા હું અશક્ત છું:યહોવા દુષ્ટતા કરનારને તેની દુષ્ટતા પ્રમાણે ફળ આપો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 હું એક અભિષિક્ત રાજા છું, હું આજે નિર્બળ છું, આ માણસોને, સરુયાના ઘાતકી દીકરાઓને, હું કશું કરી શકતો નથી. ઈશ્વર દુરાચારીઓને તેઓના દુરાચારોના બદલો આપો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

39 અને આજે હું રાજા તરીકે અભિષિકત થયો હતો. સરૂયાના આ પુત્રોએ મને ઘણી પીડા પહોચાડી છે, દેવ તેઓને લાયક સજા કરે!”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 3:39
30 Iomraidhean Croise  

રાજાએ સરુયાના પુત્રો એટલે, અબિશાય અને તેના ભાઈ યોઆબને કહ્યું, “એ તમારું કામ નથી. જો તે પ્રભુના કહ્યા પ્રમાણે શાપ આપતો હોય તો આપણને પૂછવાનો શો અધિકાર?”


વળી, દાવિદે અમાસાને આવું કહેવા તેમને જણાવ્યું, “તારી સાથે તો મારે લોહીની સગાઈ છે. હવેથી યોઆબની જગ્યાએ હું તને મારા લશ્કરનો કાયમી સેનાપતિ ન બનાવું તો ઈશ્વર મારી વિશેષ દુર્દશા કરો.”


પણ દાવિદે અબિશાય અને તેના ભાઈ યોઆબને કહ્યું, “સરુયાના પુત્રો, મેં તમારું શું બગાડયું છે કે તમે આજે મારી વિરુદ્ધ પડયા છો? કોણે તમારો અભિપ્રાય માગ્યો છે? હું ઇઝરાયલનો રાજા છું અને આજે કોઈ ઇઝરાયલીને મારી નાખવાનો નથી.”


રાજાએ પોતાના અધિકારીઓને કહ્યું, “તમને નથી લાગતું કે આજે ઇઝરાયલનો મહાન આગેવાન મરણ પામ્યો છે?


મારા પિતા દાવિદની જાણ બહાર યોઆબે કરેલાં ખૂનને લીધે પ્રભુ તેને શિક્ષા કરો. યોઆબે પોતાના કરતાં બે ન્યાયી અને સારા માણસોને, એટલે, ઇઝરાયલના સેનાપતિ, એટલે નેરના પુત્ર આબ્નેરને અને યહૂદિયાના સેનાપતિ એટલે યેથેરના પુત્ર અમાસાને મારી નાખ્યા હતા.


તું તેને નિર્દોષ ઠરાવીશ નહિ; પણ તેને સજા કરજે. તારે શું કરવું તેની સમજ તારામાં છે. તે માર્યો જાય તે જોજે.”


દાવિદે કહ્યું, “મારો પુત્ર શલોમોન જે મંદિર બાંધશે તે ભવ્ય, સુંદર અને વિશ્વવિખ્યાત થવું જોઈએ. પણ તે જુવાન અને બિનઅનુભવી છે; તેથી મારે અગાઉથી તેની પૂરી તૈયારી કરવી જોઈએ.” એમ દાવિદે પોતાના મરણ અગાઉ પુષ્કળ સાધનસામગ્રી એકત્ર કરી.


દાવિદ રાજાએ આખી સભાને કહ્યું, “ઈશ્વરે મારા પુત્ર શલોમોનને જ પસંદ કર્યો છે, પણ તે હજુ જુવાન અને બિનઅનુભવી છે અને કામ મોટું છે. કારણ, આ તો માણસ માટેનો મહેલ નહિ, પણ પ્રભુનું મંદિર બાંધવાનું છે.


તે પછી કેટલાક અધમ બંડખોરોનું જૂથ ઊભું કરીને તે શલોમોનના પુત્ર રહાબામની સામે પડીને પ્રબળ થયો; કારણ, રહાબામ જુવાન અને બિનઅનુભવી હોવાથી તેનો સામનો કરી શકે તેમ નહોતો.


આપણા દેશમાંથી હું દુષ્ટોનો પશુઓની જેમ નાશ કરીશ; હું સર્વ દુરાચારીઓનો પ્રભુના નગરમાંથી નાશ કરીશ.


તેમનાં કૃત્યો પ્રમાણે ને તેમનાં કામોની દુષ્ટતા પ્રમાણે તેમને સજા કરો. તેમના હાથોનાં કાર્યો પ્રમાણે તેમને શિક્ષા કરો અને તેમને યોગ્ય બદલો વાળી આપો!


‘સામર્થ્ય ઈશ્વરનું જ છે; અને હે પ્રભુ, પ્રેમ પણ તમારો જ છે; ત મે દરેકને તેનાં કાર્ય અનુસાર ફળ આપો છો.’


તેમની હિંસા તેમના જ મસ્તક પર પાછી આવશે; તેમનો જુલમ તેમના જ તાલકા પર આવી પડશે.


તે દુષ્ટોની સત્તા તોડી પાડશે; પરંતુ નેકજનોની સત્તા સ્થાપન કરશે.


“જે કોઈ માણસને મારી નાખે તેને નિશ્ર્વે મારી નાખવો.


રાજા પોતાના ન્યાયાસન પર બિરાજમાન થાય છે, અને તેની દષ્ટિ સઘળી દુષ્ટતાને પારખી લે છે,


તેમ જ દુષ્ટોને રાજાની હજૂરમાંથી હાંકી કાઢવામાં આવે તો ન્યાય-નેકી દ્વારા તેનું રાજ્યાસન સ્થિર થશે.


પણ દુષ્ટોની તો દુર્દશા થશે. તેમના પર આફત આવી પડી છે. તેઓ પોતાનાં દુષ્ટ કર્મોનું ફળ ભોગવશે.


તારે તેને આમ કહેવું, ‘સાવધ રહે, શાંત થા અને બીશ નહિ. અરામનો રાજા રસીન અને રમાલ્યાનો પુત્ર પેકા તો બે ધૂમાતા ઠૂંઠા જેવા છે. તેમના ધૂંધવાતા ક્રોધથી મનમાં હતાશ થઈ જઈશ નહિ.


ત્યારે સિદકિયા રાજાએ જવાબ આપ્યો, “ભલે, તે તમારા હાથમાં છે, હું તમારી સલાહ વિરુદ્ધ કશું કરી શકું નહિ”


તેથી રાજાએ હુકમ કર્યો એટલે તેમણે દાનિયેલને લાવીને સિંહોની ગુફામાં નાખ્યો. તે વખતે રાજાએ દાનિયેલને કહ્યું, “તારા ઈશ્વર, જેમની તું વફાદારીપૂર્વક સેવા કરે છે તે તને બચાવો!”


પણ જો તમે તમારું વચન નહિ પાળો તો તમે પ્રભુની વિરૂધ પાપ કર્યું ગણાશે અને તમારું પાપ તમને જરૂર પકડી પાડશે.


તે તો તમારા ભલા માટે ઈશ્વર તરફથી નિમાયેલો સેવક છે. જો તમે ભૂંડું કરો, તો જ તમને તેની બીક લાગે. કારણ, તેની પાસે સજા કરવાની ખરેખરી સત્તા છે. તે તો ભૂંડાં ક્મ કરનારને સજા કરવા ઈશ્વરથી નિમાયેલો સેવક છે.


એલેકઝાન્ડર કંસારાએ મને ઘણું નુક્સાન પહોંચાડયું છે. પ્રભુ તેને તેના કાર્ય પ્રમાણે બદલો આપશે.


યરૂબ્બઆલ એટલે ગિદિયોનના પુત્ર યોથામે આપેલા શાપમાં તેણે કહ્યું હતું તે મુજબ ઈશ્વરે શખેમના લોકોને પણ તેમની દુષ્ટતાનો બદલો આપ્યો.


Lean sinn:

Sanasan


Sanasan