Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 3:3 - પવિત્ર બાઇબલ C.L.

3 કિલ્યાબ, જેની માતા ર્કામેલી નાબાલની વિધવા અબિગાઈલ હતી; આબ્શાલોમ, જેની માતા ગેશૂરના રાજા તાલ્માઈની પુત્રી માખા હતી;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેનો બીજો [દિકરો] કિલાબ, તે નાબાલ કાર્મેલીની વિધવઅ અબિગાઇલના પેટનો હતો. ત્રીજો ગશૂરના રાજા તાલ્માયની દીકરી માકાનો દિકરો આબ્શાલોમ હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેનો બીજો દીકરો કિલાબ, તે નાબાલ કાર્મેલની વિધવા અબિગાઈલથી જન્મ્યો હતો. ત્રીજો આબ્શાલોમ, ગશૂરના રાજા તાલ્માયની દીકરી માકાનો દીકરો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 બીજો પુત્ર કિલઆબ હતો, જેની માંતા કામેર્લના નાબાલની વિધવા અબીગાઈલ હતી. ત્રીજો પુત્ર આબ્શાલોમ હતો. તેની માંતા ગશૂરના રાજા તાલ્માંયની પુત્રી માંઅખાહ હતી.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 3:3
22 Iomraidhean Croise  

દાવિદના પુત્ર આબ્શાલોમને તામાર નામે એક બહેન હતી. તે ખૂબ સુંદર હતી. દાવિદનો બીજો એક પુત્ર આમ્નોન તેના પ્રેમમાં પડયો.


પછી તે ગેશૂર ગયો અને આબ્શાલોમને યરુશાલેમમાં પાછો લઈ આવ્યો.


છતાં રાજાએ હુકમ કર્યો કે, “આબ્શાલોમે પોતાને ઘેર રહેવાનું છે, તેણે મારી સમક્ષ આવવાનું નથી.” તેથી આબ્શાલોમ પોતાના ઘરમાં રહ્યો અને રાજા સમક્ષ હાજર થયો નહિ.


આબ્શાલોમે જવાબ આપ્યો, “મેં તને બોલાવ્યો ત્યારે તું આવ્યો નહિ તેથી આગ લગાડી. મારી ઇચ્છા તો તું રાજા પાસે જઇને મારે માટે તેમને કહે એવી હતી, હું ગેશૂરથી અહીં શા માટે આવ્યો? એના કરતાં તો હું ત્યાં રહ્યો હોત તો સારું થાત.” વળી, આબ્શાલોમે કહ્યું, “તું મને રાજાની મુલાકાત ગોઠવી આપ એવી મારી ઇચ્છા હતી અને જો હું દોષિત હોઉં તો પછી ભલે તે મને મારી નાખે.”


ચાર વર્ષ પછી આબ્શાલોમે દાવિદ રાજાને કહ્યું, “નામદાર, પ્રભુ આગળ માનેલી માનતા પૂરી કરવાને મને હેબ્રોન જવા દો.


અરામના ગેશૂરમાં હું રહેતો હતો ત્યારે મેં પ્રભુની આગળ પ્રતિજ્ઞા કરી હતી કે જો તે મને પાછો યરુશાલેમમાં લાવશે તો હું હેબ્રોન જઈને પ્રભુની આરાધના કરીશ.”


દાવિદ અત્યંત દુ:ખી થઈ ગયો. દરવાજા પરની ઓરડીમાં જઈને તે રડયો. જતાં જતાં તે બોલતો ગયો. “ઓ મારા પુત્ર, મારા પુત્ર આબ્શાલોમ! આબ્શાલોમ, મારા પુત્ર! મારા પુત્ર તારે બદલે હું મૃત્યુ પામ્યો હોત તો કેવું સારું થાત. આબ્શાલોમ, મારા પુત્ર.”


દાવિદ પોતાની બે પત્નીઓ એટલે, યિભએલની અહિનોઆમ અને ર્કામેલી નાબાલની વિધવા અબિગાઈલને લઈને હેબ્રોન ગયો.


તેણે જવાબ આપ્યો, “તમે જાણો છો કે મારે રાજા બનવાનું હતું; ઇઝરાયલમાં સૌ કોઈની એ અપેક્ષા હતી. પણ એથી ઊલટું જ થયું. મારો ભાઈ રાજા બની ગયો, કારણ, એ પ્રભુની ઇચ્છા હતી.


દાવિદ હેબ્રોનમાં હતો ત્યારે તેના જે પુત્રો જન્મ્યા તે ઉંમરના ક્રમ પ્રમાણે નીચે મુજબ છે: આમ્નોન જયેષ્ઠપુત્ર હતો; યિઝએલની અહિનોઆમ તેની મા હતી; દાનિયેલ, જેની મા ર્કામેલની અબિગાઈલ હતી; આબ્શાલોમ, જેની મા ગશૂરના રાજા તાલ્માયની પુત્રી માખા હતી. અદોનિયા, જેની મા હાગ્ગીથ હતી; શફાટયા, જેની મા અબિટાલ હતી; યિથ્રા, જેની મા એગ્લા હતી.


(બાશાન તો રફાઈ જાતિનો દેશ ગણાતો હતો. મનાશ્શાના પુત્ર યાઈરે ગશુરીઓ તથા માઅખાથીઓની સરહદ સુધીનો આર્ગોબનો આખો વિસ્તાર જીતી લીધો. તેણે પોતાના નામ પરથી તે ગામોને ‘હાવ્વોથ યાઈર’ એવું નામ આપ્યું અને આજે પણ તે યાઈરનાં ગામો તરીકે ઓળખાય છે).


છતાં ઇઝરાયલીઓએ ગશૂર અને માઅખાના લોકોને હાંકી કાઢયા નહિ, અને આજે પણ તેઓ ઇઝરાયલમાં રહે છે.


તે તરત જ ઊઠીને પોતાના ગધેડા પર સવાર થઈ. પોતાની પાંચ દાસીઓ લઈને તે દાવિદના સેવકો સાથે ગઈ અને તેની પત્ની બની.


એ પ્રદેશમાં લાંબા સમયથી રહેતા ગશૂર, ગિર્ઝી અને અમાલેકના લોકો પર દાવિદ અને તેના માણસો હુમલો કરતા. પ્રાચીન સમયથી એ લોકો એ પ્રદેશમાં ઇજિપ્ત જવાના રસ્તે છેક શૂર સુધી વસતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan