Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 3:1 - પવિત્ર બાઇબલ C.L.

1 શાઉલના કુટુંબને ટેકો આપનાર લશ્કરી દળો અને દાવિદના કુટુંબને ટેકો આપનાર લશ્કરી દળો વચ્ચે લાંબા સમય સુધી વિગ્રહ ચાલ્યો. દાવિદનું કુટુંબ બળવાન થતું ગયું અને શાઉલનું કુટુંબ નિર્બળ થતું ગયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે શાઉલના કુટુંબ તથા દાઉદના કુટુંબની વચ્ચે લાંબી મુદત સુધી વિગ્રહ ચાલ્યો; અને દાઉદ અધિકાધિક બળવાન થતો ગયો, પણ શાઉલનું કુટુંબ તો વધારે ને વધારે નબળું થતું ગયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે શાઉલના લોકો તથા દાઉદના લોકોની વચ્ચે લાંબા સમય સુધી વિગ્રહ ચાલ્યો. દાઉદ વધારે બળવાન થતો ગયો, પણ શાઉલ અને તેના લોક નબળા થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 શાઉલ અને દાઉદના કુળ વચ્ચે લાંબો સમય યુદ્ધ ચાલ્યું. દાઉદ વધુ અને વધુ બળવાન થતો ગયો, જયારે શાઉલનું કુળ નબળામાં નબળું થતું ગયું.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 3:1
26 Iomraidhean Croise  

હું તારી અને સ્ત્રીની વચ્ચે, તારાં સંતાન અને તેના સંતાન વચ્ચે કાયમનું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, અને તું તેની એડીએ કરડશે.”


પછી ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું અને દાવિદના માણસોએ આબ્નેર તથા તેના માણસોને હરાવ્યા.


પછી ઇઝરાયલીઓનો પીછો કરવાનું પડતું મૂકવા પોતાના માણસોને નિશાનીરુપે યોઆબે રણશિંગડું વગાડયું એટલે લોકો થંભી ગયા અને એમ યુદ્ધ બંધ થયું.


તમે મને મારા વિદ્રોહી લોકોથી બચાવો છો અને અન્ય દેશો પરનું મારું શાસન ટકાવ્યું છે.


દાવિદના કુટુંબના ટેકેદાર લશ્કરી દળો અને શાઉલના કુટુંબને વફાદાર લશ્કરી દળો વચ્ચે સંઘર્ષ ચાલતો રહ્યો. દરમ્યાનમાં શાઉલને વફાદાર માણસોમાં આબ્નેર વધારે અને વધારે શક્તિશાળી બનતો ગયો.


તે વધારે અને વધારે બળવાન થતો ગયો. કારણ, સેનાધિપતિ પ્રભુ ઈશ્વર તેની સાથે હતા.


એ બધા સમય દરમ્યાન રહાબામ અને યરોબામ વચ્ચે સતત સંધર્ષ જારી રહ્યો.


યહૂદિયાના રાજા આસા અને ઇઝરાયલના રાજા બાશા વચ્ચે તેમની સત્તાના સમયમાં સતત સંઘર્ષ જારી રહ્યો.


યહૂદિયાનો રાજા આસા અને ઇઝરાયલનો રાજા બાશા તેમના શાસનકાળ દરમ્યાન એકબીજા સાથે સતત સંઘર્ષમાં રહ્યા.


દાવિદ વધારે ને વધારે બળવાન થતો ગયો; કારણ, સેનાધિપતિ પ્રભુ તેની સાથે હતા.


દાવિદ હેબ્રોનમાં હતો ત્યારે તેના જે પુત્રો જન્મ્યા તે ઉંમરના ક્રમ પ્રમાણે નીચે મુજબ છે: આમ્નોન જયેષ્ઠપુત્ર હતો; યિઝએલની અહિનોઆમ તેની મા હતી; દાનિયેલ, જેની મા ર્કામેલની અબિગાઈલ હતી; આબ્શાલોમ, જેની મા ગશૂરના રાજા તાલ્માયની પુત્રી માખા હતી. અદોનિયા, જેની મા હાગ્ગીથ હતી; શફાટયા, જેની મા અબિટાલ હતી; યિથ્રા, જેની મા એગ્લા હતી.


તેણે તેની પત્ની ઝેરેશને તથા મિત્રોને પોતાની હાલત જણાવી. ત્યારબાદ તેની પત્ની અને મિત્રોએ કહ્યું, “મોર્દખાય આગળ તારું પતન થશે, કારણ કે તે યહૂદી છે. તું તેની પ્રગતિ રોકી શકવાનો નથી. પણ તે તો તારું પતન જોવા જીવશે.”


મોર્દખાય રાજમહેલમાં ઘણી સત્તા ધરાવતો હતો અને તેની સત્તા વધતી ગઈ. વળી, એ વાત બધા પ્રાંતોમાં ફેલાઈ ગઈ હતી.


પરંતુ નેકજનો પોતાના માર્ગને વળગી રહે છે અને શુદ્ધ હાથવાળા ઉત્તરોત્તર બળવાન થાય છે.


અને તને તારા હક્કનું નિવાસસ્થાન પાછું આપશે. તારી પાછલી સમૃદ્ધિ એવી વધી જશે કે તારી ભૂતકાળની સમૃદ્ધિ એની આગળ જૂજ લાગશે.


તમે મને લોકો સાથેના સંઘર્ષથી ઉગાર્યો, અને મને ઘણા દેશો પર શાસક તરીકે નીમ્યો; હું ઓળખતો પણ નહોતો તેવા લોકોએ મારી તાબેદારી સ્વીકારી.


તે પૃથ્વીના છેડા સુધી યુદ્ધો અટકાવી દે છે; તે ધનુષ્યો ભાંગી નાખે છે. ભાલાઓને તોડી નાખે છે; અને ઢાલોને બાળી નાંખે છે.


તેઓ વધુ ને વધુ સામર્થ્ય પામતાં આગળ વધે છે; તેઓ દેવાધિદેવ ઈશ્વરની સંમુખ હાજર થશે.


કારણ, આપણો માનવી સ્વભાવ પવિત્ર આત્મા કરતાં વિરુદ્ધની અપેક્ષા રાખે છે, અને પવિત્ર આત્મા માનવી સ્વભાવ વિરુદ્ધની અપેક્ષા રાખે છે. એ બન્‍ને એકબીજાના દુશ્મનો છે, અને તેથી તમે જે કરવા માગો છો તે તમે કરી શક્તા નથી.


કારણ, આપણે માનવજાત સામે લડાઈ કરતા નથી, પણ સ્વર્ગીય ક્ષેત્રમાં જે દુષ્ટ આત્મિક સત્તાઓ છે એટલે અધિકારીઓ, અધિપતિઓ અને અંધકારની શક્તિઓ છે તેમની સામે લડીએ છીએ.


અને મેં જોયું તો એક સફેદ ઘોડો હતો. તેની પર સવાર થયેલ વ્યક્તિના હાથમાં એક ધનુષ હતું અને તેને એક મુગટ આપવામાં આવ્યો હતો. તે વિજેતાની અદાથી જીતવા નીકળી પડયો.


Lean sinn:

Sanasan


Sanasan