Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 24:17 - પવિત્ર બાઇબલ C.L.

17 લોકોને મારી નાખતા દૂતને દાવિદે જોયો અને પ્રભુને કહ્યું, “હું દોષિત છું. ભૂંડુ તો મેં કર્યું છે. આ બિચારા ઘેટાં સમાન લોકોએ શું કર્યું છે? તમારે તો મને અને મારા કુટુંબને શિક્ષા કરવી જોઈએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને જે દૂત લોકોને મારતો હતો તેને જોઈને દાઉદે યહોવાને કહ્યું, “જુઓ, પાપ તો મેં કર્યું છે, દુષ્ટતા પણ મેં કરી છે. પણ આ ઘેટાં, એમણે શું કર્યું છે? કૃપા કરીને તમારો હાથ મારી વિરુદ્ધ તથા મારા પિતાના કુટુંબની વિરુદ્ધ થાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 અને જે દૂત લોકોને મારતો હતો તેને જોઈને દાઉદે ઈશ્વરને કહ્યું, “જો, મેં તો પાપ કર્યું છે તથા દુષ્ટ કામ પણ કર્યા છે. પણ આ ઘેટાંએ શું કર્યું છે? કૃપા કરી તમારો હાથ મારી વિરુદ્ધ તથા મારા પિતાના ઘરની વિરુદ્ધ કરો, ઘેટાંની વિરુદ્ધ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 દાઉદે દૂતને લોકોનો સંહાર કરતા જોયો એટલે તેણે યહોવાને કહ્યું, “દોષ માંરો છે, પાપ મેં કર્યું છે, પણ આ ગરીબ લોકો, એમણે શું કર્યુ છે? સજા કરવી હોય તો મને અને માંરા કુટુંબને કરો.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 24:17
23 Iomraidhean Croise  

અબ્રાહામે પ્રભુની પાસે જઈને કહ્યું, “શું તમે દુરાચારીઓ સાથે સદાચારીઓનો નાશ કરશો?


હવે સાહેબ, મારી વિનંતી છે કે છોકરાના બદલામાં મને તમારા ગુલામ તરીકે અહીં રહેવા દો, પણ એને મારા ભાઈઓ સાથે પાછો જવા દો.


દાવિદે કહ્યું, “સાચે જ મેં પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે.” નાથાને જવાબ આપ્યો, “પ્રભુ તને ક્ષમા આપે છે, તું માર્યો જઈશ નહિ.


પણ ગણતરી કર્યા પછી દાવિદનું અંત:કરણ ડંખવા લાગ્યું અને તેણે પ્રભુને કહ્યું, “હે પ્રભુ, આ કાર્ય કરીને મેં અઘોર પાપ કર્યું છે. કૃપા કરીને મને માફ કરો; કેમ કે મેં મૂર્ખાઈ કરી છે.”


તેથી મારા સેવક દાવિદને જઈને કહે કે હું સેનાધિપતિ પ્રભુ તને કહું છું; ‘ઘાસનાં મેદાનમાં તું ઘેટાં પાછળ રઝળતો હતો ત્યાંથી મેં તને ઉઠાવીને મારા ઇઝરાયલી લોકો પર આગેવાન બનાવ્યો છે.


મિખાયાએ જવાબ આપ્યો, “હું ઇઝરાયલને ઘેટાંપાળક વિનાના ઘેટાંની જેમ પર્વતો પર વિખેરાઈ ગયેલા જોઉં છું અને પ્રભુએ કહ્યું, ‘આ માણસોનો કોઈ આગેવાન નથી, તેઓ શાંતિપૂર્વક પોતાને ઘેર જાય.”


તેથી મારા શબ્દોને લીધે મને મારા પર નફરત થાય છે, અને ધૂળ તથા રાખમાં બેસીને શોક કરું છું.”


હે માનવજાતના ચોકીદાર, મેં પાપ કર્યું હોય તો એમાં મેં જ તમારું શું બગાડયું છે, કે તમે મને તમારા તાકવાનું નિશાન બનાવ્યો છે? શું હું જ તમારે માટે બોજારૂપ છું?


પછી મેં તમારી આગળ મારાં પાપની કબૂલાત કરી, અને મેં મારો દોષ છુપાવ્યો નહિ; કારણ તમારી આગળ મેં મારા અપરાધનો એકરાર કરવાનો નિર્ધાર કર્યો હતો; તેથી તમે મારાં પાપનો દોષ માફ કર્યો. (સેલાહ)


ક્તલ થનારાં ઘેટાંની જેમ તમે અમને સોંપી દીધા છે અને પરદેશોમાં વિખેરી નાખ્યા છે.


હે ઈશ્વર, તમે અમને સદાને માટે કેમ તજી દીધા છે? તમારા ચરાણનાં ઘેટાં વિરુદ્ધ તમારો ક્રોધાગ્નિ કેમ ભભૂકી ઊઠયો છે?


તે દૂઝણી ઘેટીઓની કાળજી લેતો હતો ત્યાંથી લઈને તેને પોતાના લોક યાકોબના વંશજોનો ઘેટાંપાલક, એટલે પોતાના વારસ ઇઝરાયલના રાજપાલક તરીકે નીમ્યો.


ત્યારે ફેરોએ મોશે અને આરોનને બોલાવીને તેમને કહ્યું, “મેં તમારા ઈશ્વર અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.


મેં કહ્યું, “અરેરે! મારું આવી બન્યું છે! કારણ, મારા હોઠોમાંથી નીકળતી વાતો અશુદ્ધ છે અને જેમના હોઠોમાંથી અશુદ્ધ વાતો નીકળે છે એવા લોકો વચ્ચે હું વસુ છું. છતાં મેં રાજાને એટલે સર્વસમર્થ પ્રભુને નજરોનજર જોયા છે.”


તેણે કહ્યું, “મને દરિયામાં ફેંકી દો એટલે તે શાંત થઈ જશે. મને ખબર છે કે મારે લીધે જ તમારા પર આ ભયંકર આફત આવી પડી છે.”


સર્વસમર્થ પ્રભુ કહે છે, “તલવાર, જાગૃત થા! મારે માટે ક્મ કરનાર ઘેટાંપાળક પર હુમલો કર; તેને મારી નાખ, એટલે ઘેટાં વિખેરાઇ જશે; હું મારા લોક પર પ્રહાર કરીશ,


પણ મોશે અને આરોને ભૂમિ પર શિર ટેકવતાં ઊંધા પડીને કહ્યું, “હે ઈશ્વર, તમે સૌ સજીવોના જીવનદાતા છો. શું એક જ માણસના પાપને લીધે તમે સમગ્ર સમાજ પર ગુસ્સે થશો?”


Lean sinn:

Sanasan


Sanasan