Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 24:16 - પવિત્ર બાઇબલ C.L.

16 પ્રભુનો દૂત યરુશાલેમનો નાશ કરવાની તૈયારીમાં હતો એવામાં લોકોનો સંહાર જોઈને પ્રભુને દયા આવી અને તેમણે વધુ શિક્ષા કરવાનું માંડી વાળ્યું. તેમણે સંહારક દૂતને કહ્યું, “બસ, એટલું પૂરતું છે.” એ વખતે દૂત યબૂસી અરાવ્નાના અનાજના ખળા પાસે હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને યરુશાલેમનો નાશ કરવા દૂતે પોતાનો હાથ તે તરફ લંબાવ્યો, ત્યારે એ અન્યાયને લીધે યહોવાને પશ્ચાતાપ થયો અને જે દૂત લોકોનો નાશ કરતો હતો, તેને તેમણે કહ્યું, “આટલુમં બસ છે; હવે તારો હાથ થોભાવ.” તે વખતે યહોવાનો દૂત અરાવ્નાહ યબૂસીની ખળી પાસે હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 દૂતે યરુશાલેમનો નાશ કરવાને પોતાનો હાથ તેની તરફ લંબાવ્યો, ત્યારે ઈશ્વરે યરુશાલેમનું નુકસાન કરવાથી તેના મનને બદલી નાખ્યું જે દૂત લોકોનો નાશ કરતો હતો, તેને તેમણે કહ્યું, “હવે બસ! તારો હાથ પાછો લે.” તે સમયે ઈશ્વરનો દૂત અરાવ્નાહ યબૂસીની ખળી પાસે ઊભો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 ત્યારબાદ (દેવદૂત) સંદેશવાહકે યરૂશાલેમનો નાશ કરવા માંટે તે તરફ હાથ લંબાવ્યો, પણ યહોવાને જે ખરાબ બન્યું હતું તે માંટે દિલગીરી થઇ અને લોકોનો સંહાર કરતા દેવદૂતને કહ્યું, “બસ, બહું થયું તારો હાથ પાછો ખેંચી લે.” એ વખતે (દેવદૂત) સંદેશવાહક યબૂસી અરાવ્નાહના ખળા પાસે હતો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 24:16
37 Iomraidhean Croise  

યબૂસી, અમોરી, ગીર્ગાશી, હિવ્વી, આર્કી, સીની, આરવાદી, સમારી અને હમાથી હતા. તેમનાથી કનાનની વિવિધ જાતિઓ વિસ્તાર પામી.


ત્યારે પૃથ્વી પર માનવજાતને ઉત્પન્‍ન કરવા બદલ તે દિલગીર થયા અને તેમનાં અંતરમાં ભારે ખેદ થયો.


એ જ દિવસે ગાદે દાવિદ પાસે જઈને તેને કહ્યું, “અરાવ્નાના અનાજના ખળાએ જા અને ત્યાં પ્રભુને માટે વેદી બાંધ.”


તે દિવસે દાવિદે પોતાના માણસોને કહ્યું, “જેઓ યબૂસીઓ પર હુમલો કરવા તત્પર હોય તેઓ ભૂગર્ભ જળમાર્ગે જઈને એ આંધળા અને અપંગો એટલે દાવિદના શત્રુઓ પર ત્રાટકે. (તેથી જ આવી કહેણી થઈ પડી છે કે, “આંધળા અને અપંગો પ્રભુના ઘરમાં પ્રવેશશે નહિ.”


એલિયા ચાલતાં જતાં એક આખો દિવસ લાગે તેટલે અંતરે રણપ્રદેશમાં ગયો. તે થોભ્યો અને એક ઘટાદાર રોતેમ નામના વૃક્ષ નીચે બેઠો અને મોત માગ્યું. તેણે પ્રાર્થના કરી, “પ્રભુ, બસ, હવે બહુ થયું. મારો જીવ લઈ લો. હું ય હવે મરી જઈને મારા પૂર્વજો સાથે ભળી જઉં તો સારું.”


તે રાત્રે પ્રભુના દૂતે આશ્શૂરીઓની છાવણીમાં જઈને એક લાખ પંચ્યાસી હજાર સૈનિકોની ક્તલ કરી. બીજે દિવસે સવારે તો તેઓ સૌ ત્યાં મરેલા પડયા હતા.


યબૂસી, અમોરી, ગિર્ગાશી.


એ પછી શલોમોન યરુશાલેમમાં મોરિયા પર્વત, જ્યાં તેના પિતા દાવિદને પ્રભુએ દર્શન આપ્યું હતું ત્યાં મંદિર બાંધવા લાગ્યો. એ જગાએ યબૂસી ઓર્નાનનું ખળું હતું; જે દાવિદે મેળવી રાખ્યું હતું.


પ્રભુએ પોતાના દૂતને મોકલ્યો. જેણે આશ્શૂરના સૈન્યના સૈનિકો અને અમલદારોને મારી નાખ્યા. તેથી આશ્શૂરનો સમ્રાટ લાંછન પામીને પાછો આશ્શૂર ચાલ્યો ગયો. એક દિવસે તે પોતાના દેવના એક મંદિરમાં હતો ત્યારે તેના જ પુત્રોએ તેને તલવારથી મારી નાખ્યો.


સાચે જ પ્રભુ પોતાના લોકનો બચાવ કરે છે; અને પોતાના ભક્તો પ્રત્યે દયા દર્શાવે છે.


તેમનો માર્ગ અંધકારમય તથા લપસણો થાઓ, અને પ્રભુનો દૂત તેમનો પીછો પકડો.


છતાં રહેમદિલ ઈશ્વરે તેમનાં પાપ માફ કર્યાં, અને તેમનો વિનાશ કર્યો નહિ. વારંવાર ઈશ્વરે પોતાના ક્રોધને અંકુશમાં રાખ્યો, અને પોતાના પ્રકોપને પૂરેપૂરો ભભૂકવા દીધો નહિ,


હે પ્રભુ, પાછા આવો; ક્યાં સુધી તમારો રોષ રહેશે? તમારા આ ભક્તો પર અનુકંપા દર્શાવો.


તમે જે ઘરમાં રહો છો તેના બારણા પરનું રક્ત તમારા હક્કમાં નિશાનીરૂપ બનશે. હું ઇજિપ્તીઓને સજા કરીશ ત્યારે એ રક્ત જોઈને હું તમારી પાસેથી પસાર થઈ આગળ ચાલ્યો જઈશ, એટલે તમારે જીવલેણ પ્રહારના ભોગ બનવું નહિ પડે.


પ્રભુ ઇજિપ્તીઓનો સંહાર કરવા ઇજિપ્ત દેશમાંથી પસાર થશે ત્યારે ઓતરંગ અને બન્‍ને બારસાખો પરનું રક્ત જોશે, અને તે તમારા બારણા પાસેથી પસાર થઈને વિનાશક દૂતને તમારા ઘરમાં પ્રવેશીને તમારો સંહાર કરવા દેશે નહિ.


તેથી પ્રભુએ પોતાનો વિચાર બદલ્યો અને લોકો પર તેમણે જે આફત લાવવા કહ્યું હતું તે તેમના પર લાવ્યા નહિ.


તમે હવે પ્રભુને વિનંતી કરો; કારણ, આ કરા અને કડાકાથી તો અમે ત્રાસી ગયા છીએ. હું તમને જવા દઈશ અને તમારે હવે અહીં વધારે વખત રહેવું નહિ પડે.”


ઈશ્વરે પોતાના લોકને દેશવટે મોકલી દઈને તેમને શિક્ષા કરીને અને તેમને પૂર્વના પવનના સપાટે કાઢી મૂક્યા છે.


હું મારા લોક પર કાયમને માટે દોષ મૂક્યા કરીશ નહિ અથવા તેમના પર ગુસ્સે રહીશ નહિ. નહિ તો મેં મારા આત્માથી ઉત્પન્‍ન કરેલા જીવો મારી આગળથી નષ્ટ થઈ જાય.


શું હિઝકિયા રાજાએ કે યહૂદિયાના લોકોએ મિખાને મારી નાખ્યો હતો? ના, એથી ઊલટું, પ્રભુની બીક રાખીને તેમને પ્રસન્‍ન કરવાનો પ્રયત્ન કર્યો હતો અને પ્રભુ પાસે કૃપાદષ્ટિ યાચી હતી. તેથી પ્રભુએ તેમના પર જે મહાન વિપત્તિ લાવવાની ધમકી આપી હતી તે વિષેનો પોતાનો વિચાર માંડી વાળ્યો. જો આપણે યર્મિયાને દેહાંતદંડની સજા આપીશું તો આપણે આપણા જ જીવોની મોટી હાનિ વહોરી લઈશું.


જો તમે આ દેશમાં જ રહેશો તો હું તમને બાંધીશ અને તોડી પાડીશ નહિ; હું તમને રોપીશ અને ઉખેડી નાખીશ નહિ. કારણ, જે વિપત્તિ હું તમારા પર લાવ્યો તે વિષે હું દિલગીર છું.


તેથી પ્રભુએ અનુકંપા દર્શાવતાં કહ્યું, “તેં જે જોયું તેવું નહિ થાય.”


તેથી પ્રભુએ અનુકંપા દર્શાવતાં કહ્યું, “એ પણ નહિ થાય.”


હે પ્રભુ, તમારાં કામો વિષે મેં તમારી કીર્તિ સાંભળી છે અને તેથી હું વિસ્મય પામું છું. હે પ્રભુ, અમારા સમયમાં પણ એવાં અજાયબ ક્મ ફરી કરી બતાવો. તમે કોપાયમાન થયા હોય, તોપણ દયા દર્શાઓ.


તે પછી તેઓ રક્તમિશ્રિત માંસ કે અન્ય મના કરેલો ખોરાક ખાશે નહિ. બચી ગયેલા સૌ કોઈ મારા લોકના ભાગરૂપ અને જાણે યહૂદિયાના કુળના કોઈ ગોત્રના હોય એવા બની જશે. યબૂસીઓની માફક એક્રોન પણ મારા લોકનો ભાગ બની રહેશે.


જ્યારે તે ત્રીજી વાર પાછા આવ્યા ત્યારે તેમણે તેમને કહ્યું, “શું તમે હજુયે ઊંઘો છો અને આરામ કરો છો? બસ, બહુ થયું. સમય આવી ચૂક્યો છે! જુઓ, માનવપુત્રને પાપીઓના હાથમાં સોંપી દેવામાં આવે છે.


તરત જ પ્રભુના દૂતે હેરોદને માર્યો, કારણ, તેણે ઈશ્વરને માન આપ્યું નહિ. તેને કીડા ખાઈ ગયા અને તે મરી ગયો.


તેમનામાંના કેટલાકે બડબડાટ કર્યો અને મરણના દૂતે તેમનો નાશ કર્યો; આપણે એમ બડબડાટ ન કરીએ.


તમે એવી વ્યક્તિને બહુમતીથી શિક્ષા કરી છે તેટલું બસ છે.


પણ યહૂદાના વંશજો યરુશાલેમમાંથી ત્યાંના મૂળ રહેવાસીઓ યબૂસીઓને હાંકી કાઢી શક્યા નહિ; તેથી આજ સુધી યબૂસીઓ ત્યાં યહૂદાના વંશજો સાથે રહ્યા છે.


પણ બિન્યામીનના કુળના લોકોએ યરુશાલેમમાં વસતા યબૂસીઓને હાંકી કાઢયા નહિ, અને ત્યારથી માંડીને યબૂસીઓ ત્યાં બિન્યામીનના લોકો સાથે રહેતા આવ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan