Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 24:15 - પવિત્ર બાઇબલ C.L.

15 તેથી પ્રભુએ ઇઝરાયલ પર રોગચાળો મોકલ્યો, જે સવારથી તેમણે નિયત કરેલા સમય સુધી ચાલ્યો. દાનથી બેરશેબા સુધી સમગ્ર દેશમાં સિત્તેર હજાર માણસો માર્યા ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 માટે સવારથી તે ઠરાવેલા વખત સુધી યહોવાએ ઇઝરાયલમાં મરકી મોકલી. અને દાનથી તે બેરશેબા સુધીમાં લોકોમાંથી સિત્તેર હજાર માણસો મરણ પામ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તેથી ઈશ્વરે ઇઝરાયલમાં સવારથી તે ઠરાવેલા સમય સુધી મરકી મોકલી દાનથી તે બેરશેબા સુધી લોકોમાંથી સિત્તેર હજાર માણસો મરણ પામ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 આથી યહોવાએ સમગ્ર ઇસ્રાએલમાં મરકીનો રોગ મોકલ્યો સવારથી તે ઠરાવેલા સમય સુધી; દાનથી બેર-શેબા સુધીમાં કુલ 70,000 માંણસો મરણ પામ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 24:15
11 Iomraidhean Croise  

તેથી દાવિદે પોતાના સેનાપતિ યોઆબને હુકમ આપ્યો, “તારા અધિકારીઓ લઈને દેશની એક સરહદ દાનથી બીજી સરહદ બેરશેબા સુધી ઇઝરાયલના સર્વ કુળપ્રદેશોમાં જા અને લોકોની ગણતરી કર. હું તેમની સંખ્યા જાણવા માગું છું.”


તેથી પ્રભુએ ઇઝરાયલી લોકો પર રોગચાળો મોકલ્યો અને સિત્તેર હજાર માણસો મરણ પામ્યા.


યોઆબ, જેની માતા સરૂયા હતી, તેણે વસ્તીગણતરી તો શરૂ કરી. પણ પૂરી કરી નહિ. એ વસ્તીગણતરીને કારણે ઈશ્વર ઇઝરાયલ પર શિક્ષા લાવ્યા. તેથી દાવિદ રાજાના ઇતિહાસમાં એ ગણતરીનો આખરી આંકડો દર્શાવવામાં આવ્યો નથી.


પછી પ્રભુના દૂતે આશ્શૂરીઓની છાવણીમાં જઈને એક લાખ પંચ્યાસી હજાર સૈનિકોને મારી નાખ્યા. બીજે દિવસે સવારે લોકે જાગીને જોયું તો ત્યાં એમની લાસો પડી હતી.


હે પ્રભુ, તમારાં કામો વિષે મેં તમારી કીર્તિ સાંભળી છે અને તેથી હું વિસ્મય પામું છું. હે પ્રભુ, અમારા સમયમાં પણ એવાં અજાયબ ક્મ ફરી કરી બતાવો. તમે કોપાયમાન થયા હોય, તોપણ દયા દર્શાઓ.


છતાં જેઓ રોગથી માર્યા ગયા હતા તેમની સંખ્યા 24,000 હતી.


દેશો અરસપરસ યુદ્ધમાં ઊતરશે. રાજ્યો એકબીજા પર હુમલો કરશે. ઠેર ઠેર દુકાળો પડશે અને ધરતીકંપો થશે.


મેં જોયું તો ફિક્કા રંગનો એક ઘોડો હતો. તેના સવારનું નામ “મૃત્યુ” હતું અને હાડેસ તેની પાછળ પાછળ ચાલ્યું જતું હતું. પૃથ્વી પરના લોકોના ચોથા ભાગને લડાઈ, દુકાળ, રોગચાળો અને જંગલી પ્રાણીઓ દ્વારા મારી નાખવાનો અધિકાર તેમને આપવામાં આવ્યો હતો.


હવે બેથશેમેશના લોકોએ કરારપેટીમાં જોયું તેથી પ્રભુએ તેમનામાંના સિત્તેર જણને મારી નાખ્યા. લોકોએ વિલાપ કર્યો; કારણ, પ્રભુએ તેમની મધ્યે ભારે સંહાર કર્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan