૨ શમુએલ 23:8 - પવિત્ર બાઇબલ C.L.8 દાવિદના શૂરવીરોનાં નામ આ પ્રમાણે છે: પ્રથમ તો તાહુખમોની નગરનો યોશેબ બારશેબેથ હતો. તે ‘વીરત્રિપુટી’નો આગેવાન હતો. તેણે એક જ લડાઈમાં આઠસો માણસોને પોતાના ભાલા વડે વીંધી નાખ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 દાઉદના શૂરવીરો હતા તેમનાં નામ આ છે: મુખ્ય સરદાર તાહખમોની યોશેબ-બાશ્શેથ; જે અસ્ની અદીનોએ એક જ વેળાએ આઠસોને માર્યા હતા તે જ એ હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 દાઉદના મુખ્ય સૈનિકોનાં નામ આ છે: મુખ્ય સરદાર તાહખમોની યોશેબ-બાશ્શેબેથ. અસ્ની અદીનોના નામે પણ ઓળખાતો હતો. એક વેળા એક જંગમાં તેણે એક સાથે આઠસો માણસોને મારી નાખ્યા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ8 દાઉદના સૈન્યના શ્રેષ્ઠ શૂરવીરોમાં પ્રથમ ત્રણ આ પ્રમાંણે છે: પ્રથમ તાહખમોની યોશેબ-બાશ્શેબેથ, જે વીર-ત્રિપુટીનો નાયક હતો, એક યુદ્ધમાં એણે ભાલો ચલાવીને 800 માંણસોનો સંહાર કર્યો હતો. Faic an caibideil |
પ્રત્યેક માસના મુખ્ય અધિકારી આ પ્રમાણે હતા: પ્રથમ માસ: ઝાબ્દીએલનો પુત્ર યાશોબ્યામ (તે યહૂદાના કુળના પેરેસના ગોત્રનો હતો). બીજો માસ: અહોહીનો વંશજ દોદાઈ (મિકલોથ તેના પછીનો અધિકારી હતો). ત્રીજો માસ: યહોયાદા યજ્ઞકારનો પુત્ર બનાયા; તે “ત્રીસ શૂરવીરો” આગેવાન હતો. (તેના પછી તેનો પુત્ર આમ્મીનાદાબ આ ટુકડીનો મુખ્ય અધિકારી થયો.) ચોથો માસ: યોઆબનો ભાઈ અસાહેલ (તેના પછી તેનો પુત્ર ઝબાદ્યા આવ્યો) પાંચમો માસ: યિસ્હારનો વંશજ શામ્હૂથ. છઠ્ઠો માસ: તકોઆ ગામના ઈક્કેશનો પુત્ર ઈરા. સાતમો માસ: પલોન ગામનો એફ્રાઈમના કુળનો હેલેશ. આઠમો માસ: હુશામાંનો સિબ્બખાય (તે યહૂદાના કુળના ઝેરાના ગોત્રનો હતો). નવમો માસ: બિન્યામીનના કુળ પ્રદેશમાં આવેલ અનાથોથ નગરનો અબિએઝેર. દસમો માસ: નટોફાનો મહારાય (તે ઝેરાના ગોત્રનો હતો). અગિયારમો માસ: એફ્રાઈમના મુલકમાંના પીરાથોનનો બનાયા. બારમો માસ: નટોફાનો હેલ્દાય (તે ઓથ્નીએલનો વંશજ હતો).