Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 23:7 - પવિત્ર બાઇબલ C.L.

7 એને માટે તો લોખંડી હથિયાર કે ભાલાનો ઉપયોગ કરવો પડે છે; જેથી તેઓ જ્યાં છે ત્યાં જ તેમને આગમાં બાળી દેવાય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 પણ જે કોઈ તેઓને અડકે, તે લોઢાથી તથા ભાલાના દાંડાથી સજેલો હોવો જોઈએ. અને તેઓ જ્યાં હોય ત્યાં જ અગ્નિથી છેક બાળી નાખવામાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પણ જે માણસ તેઓને અડકે તેની પાસે લોખંડનો દંડ તથા ભાલાનો હાથો હોવો જોઈએ, તેઓ જ્યાં હશે ત્યાંજ અગ્નિથી બાળી નાખવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 જો કોઇ વ્યકિત તેમને અડવા જાય તો લોખંડના લાકડાના ભાલાની જેમ વાગે છે. એમને તો આગમાં ફેંકી દેવામાં આવશે. અને સદંતર નાશ કરી દેવામાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 23:7
14 Iomraidhean Croise  

તમે તેમના સંતાનોને ધરતી પરથી મિટાવી દેશો, અને માનવજાતમાંથી તેમના વંશનો ઉચ્છેદ કરશો.


મારો તેના પરનો રોષ શમી ગયો છે. હવે જો તેમાં મારા લોકના દુશ્મનરૂપી કાંટાઝાંખરાં ઊગી નીકળે તો તેમની સામે ઝઝૂમીને હું તેમને એકત્ર કરી એક્સાથે બાળી નાખું.


તમને ભઠ્ઠીમાંના ચૂનાની જેમ તપાવવામાં આવશે અને સોરી નાખેલા કાંટાની જેમ તમને બાળી નાખવામાં આવશે.


પણ હે મનુષ્યપુત્ર, તારે તેમનાથી ડરવું નહિ, કે તેમના શબ્દોથી ગભરાઈ જવું નહિ. તેઓ તારી સામા થશે અને તારો તિરસ્કાર કરશે. જો કે તારે એ કાંટાઝાંખરા ને વીંછીઓ વચ્ચે રહેવું પડે તોપણ તેમનાથી કે તેમના શબ્દોથી ડરીશ નહિ ને તેમના ચહેરાથી ગભરાઈશ નહિ. તેઓ તો બંડખોર પ્રજા છે.


કાપણી આવે ત્યાં સુધી ઘઉં અને જંગલી ઘાસને સાથે સાથે વધવા દો. કાપણી વખતે હું લણનારા નોકરોને કહીશ: સૌપ્રથમ તમે જંગલી ઘાસના છોડને કાપી નાખો અને અગ્નિમાં બાળી નાખવા તેના ભારા બાંધો અને ત્યાર પછી ઘઉંને એકઠા કરી મારા કોઠારમાં ભરો.


પછી તેઓ તેમને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દેશે. ત્યાં રડવાનું ને દાંત કટકટાવવાનું થશે.


હવે તેના પ્રદેશના માણસો તેને ધિક્કારતા હતા, અને તેથી તેમણે તેની પાછળ પ્રતિનિધિ મંડળ મોકલીને કહેવડાવ્યું, ‘આ માણસ અમારો રાજા બને એવું અમે ઇચ્છતા નથી.’


હવે મારા શત્રુઓ, જેઓ, હું તેમનો રાજા થાઉં તેવું ઇચ્છતા ન હતા તેમને અહીં લાવો અને મારી હાજરીમાં તેમની ક્તલ કરો!”


જે મારામાં વસતો નથી તેને ડાળીની જેમ ફેંકી દેવામાં આવે છે, અને તે સુકાઈ જાય છે, લોકો એવી ડાળીઓ એકઠી કરીને અગ્નિમાં નાખે છે જ્યાં તે બળી જાય છે.


ત્યારે જેઓ ઈશ્વરને ઓળખતા નથી અને આપણા પ્રભુ ઈસુ સંબંધીના શુભસંદેશને આધીન થતા નથી તેમને ઈશ્વર પૂરેપૂરી શિક્ષા કરશે.


પછી એ દુષ્ટ પ્રગટ થશે અને પ્રભુ ઈસુ ફૂંકથી તેને મારી નાખશે અને તેમના આગમનના મહિમાવંત સામર્થ્યથી તેનો નાશ કરશે.


તેને ઈશ્વર આશિષ આપે છે. પણ તે જમીન કાંટા ઝાંખરા ઉગાડે તો બિનઉપયોગી બને છે. તેવી જમીન શાપિત થવાના જોખમમાં છે; તે અગ્નિ દ્વારા બાળી નંખાશે.


Lean sinn:

Sanasan


Sanasan