Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 23:6 - પવિત્ર બાઇબલ C.L.

6 પણ દુષ્ટો નાખી દેવામાં આવતાં કાંટાળા ઝાંખરાં જેવા છે; ઉઘાડે હાથે તેમને કોઈ પકડી શકતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પણ સર્વ બલિયાલપુત્રો તો ઝાડી કાઢવાના કાંટા જેવા થશે, કેમ કે હાથથી તે પકડાય નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પરંતુ તમામ દુષ્ટ લોકો ફેંકી દેવામાં આવનાર કચરા અને કાંટા જેવા થશે, કેમ કે તેઓ હાથ વડે તો તેઓને સ્પર્શ કરાય કે પકડાય નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 “પરંતુ દુષ્ટ લોકો કાંટા જેવા છે; કે જે કોઇને પણ તેઓના હાથમાં રાખવા ગમતાં નથી. તેઓ તેમને ફેંકી દે છે.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 23:6
12 Iomraidhean Croise  

જમીન તારે માટે કાંટા અને ઝાંખરાં ઉગાડશે અને વનવગડાના છોડ તારો ખોરાક થઈ પડશે.


હવે એવું બન્યું કે ગિલ્ગાલમાં બિન્યામીનના કુળના બિખ્રીનો પુત્ર શેબા દુષ્ટ હતો. સંજોગવશાત્ તે ત્યાં હતો. તેણે રણશિંગડું વગાડીને પોકાર કર્યો, “દાવિદને દૂર કરો, તેના રાજવંશમાં આપણો કોઈ લાગભાગ નથી. હે ઇઝરાયલના માણસો, તમે સૌ પોતપોતાને ઘેર જાઓ.”


કાંટાઓમાં ફૂલ હોય, તેમ નવયૌવનાઓ મધ્યે મારી પ્રિયતમા છે.


મારો તેના પરનો રોષ શમી ગયો છે. હવે જો તેમાં મારા લોકના દુશ્મનરૂપી કાંટાઝાંખરાં ઊગી નીકળે તો તેમની સામે ઝઝૂમીને હું તેમને એકત્ર કરી એક્સાથે બાળી નાખું.


તમને ભઠ્ઠીમાંના ચૂનાની જેમ તપાવવામાં આવશે અને સોરી નાખેલા કાંટાની જેમ તમને બાળી નાખવામાં આવશે.


પણ હે મનુષ્યપુત્ર, તારે તેમનાથી ડરવું નહિ, કે તેમના શબ્દોથી ગભરાઈ જવું નહિ. તેઓ તારી સામા થશે અને તારો તિરસ્કાર કરશે. જો કે તારે એ કાંટાઝાંખરા ને વીંછીઓ વચ્ચે રહેવું પડે તોપણ તેમનાથી કે તેમના શબ્દોથી ડરીશ નહિ ને તેમના ચહેરાથી ગભરાઈશ નહિ. તેઓ તો બંડખોર પ્રજા છે.


તેઓમાં શ્રેષ્ઠ ગણાતો માણસ ઝાંખરાં જેવો અને સૌથી પ્રામાણિક મનાતો માણસ કાંટા કરતાંયે નકામો છે. સંદેશવાહકોએ જેને વિષે ચેતવણી આપી છે તે દિવસ આવી પહોંચ્યો છે અને ત્યારે ઈશ્વર લોકોને સજા કરશે. હવે તેઓ ભારે વિમાસણમાં પડી ગયા છે.


ભેગાં કરેલાં ઝાંખરા અને ખૂંપરાની જેમ તેમને બાળી નાખવામાં આવશે.


માનવપુત્ર પોતાના દૂતોને મોકલશે, અને તેઓ રાજમાંથી પાપ કરાવનાર અને કરનાર સૌને એકઠા કરશે.


તમારામાંના કેટલાક અધમ માણસોએ એ નગરના લોકોને, તેઓ જેમને કદી જાણતા નહોતા તેવાં દેવદેવીઓની પૂજા કરવા પ્રેર્યા છે,


એલીના બે પુત્રો દુરાચારી હતા.


હવે વિચાર કરીને શું કરવું તેનો નિર્ણય કરો; નહિ તો આપણા શેઠની અને તેના આખા કુટુંબની ખાનાખરાબી થઈ જશે. તે એવા ખરાબ સ્વભાવના છે કે કોઈનું સાંભળતા નથી.”


Lean sinn:

Sanasan


Sanasan