Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 23:3 - પવિત્ર બાઇબલ C.L.

3 ઇઝરાયલના સંરક્ષક ખડકે મને કહ્યું; પ્રભુથી ડરીને ચાલનાર રાજા પ્રજા પર ન્યાયપૂર્વક શાસન ચલાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ઇઝરાયલના ઈશ્વરે કહ્યું, ઇઝરાયલના ખડકે મને કહ્યું, ‘મનુષ્ય પર નેકીથી જે રાજ કરે છે, તથા યહોવાનો ભય રાખીને જે રાજ કરે છે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ઇઝરાયલના ઈશ્વર બોલ્યા, ઇઝરાયલના ખડકે મને કહ્યું, ‘મનુષ્યો પર જે નેકીથી રાજ કરે છે જે ઈશ્વરની બીક રાખીને રાજ કરે છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 ઇસ્રાએલના દેવ માંરી સાથે બોલે છે. ઇસ્રાએલના ખડકે મને કહ્યું કે, ‘જે ન્યાયપૂર્વક લોકો પર શાસન કરે છે. જે રાજા દેવનો આદર કરીને રાજ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 23:3
27 Iomraidhean Croise  

ત્યાં તેણે એક વેદી બાંધી ને તેનું નામ એલ- એલોહે- ઇઝરાયલ (ઈશ્વર, ઇઝરાયલનો ઈશ્વર) પાડયું.


કારણ, પ્રભુ સિવાય બીજો ઈશ્વર કોણ છે? આપણા ઈશ્વર સમાન આશ્રયગઢ કોણ છે?


દાવિદે સર્વ ઇઝરાયલ પર રાજ કર્યુ અને તેની સમગ્ર પ્રજા પ્રત્યે દાવિદ ન્યાયી અને સમભાવી વર્તાવ રાખતો.


તમારા ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ! તમને ઇઝરાયલના રાજા બનાવી પ્રભુ તમારા પર કેવા પ્રસન્‍ન છે તે તેમણે બતાવ્યું છે. ઇઝરાયલ પ્રત્યેના તેમના અવિરત પ્રેમને કારણે ન્યાય અને નેકી પ્રવર્તાવાને માટે તેમણે તમને તેમના રાજા બનાવ્યા છે.”


આર્તાશાસ્તા રાજાના અમલના વીસમા વર્ષથી તે બત્રીસમા વર્ષ સુધી યહૂદિયા દેશના રાજ્યપાલ તરીકેનાં બાર વરસો દરમ્યાન મેં કે મારા સગાંસંબંધીઓએ મને રાજ્યપાલ તરીકે મળવાપાત્ર ખાધાખોરાકી પૈકી કંઈ લીધું નથી.


સચ્ચાઈને ધિક્કારનાર શું અધિકાર ભોગવી શકે? ભલભલાનો ન્યાય કરનાર ઈશ્વરને તું દોષપાત્ર ઠરાવે છે?


હે રાજા, પ્રભુએ તને રાજસત્તાનો રાજદંડ આપ્યો છે, તેથી સિયોનનગરમાંથી તારા શત્રુઓ પર સત્તાની આણ વર્તાવ.


ખડક સરખા મારા સંરક્ષક ઈશ્વરને હું પૂછું છું: “તમે મને કેમ વીસરી ગયા છો? મારા શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું?”


હે ઈશ્વર, અમારા રાજાને તમારા જેવો અદલ ઇન્સાફ કરનાર બનાવો, તેના રાજવી વ્યક્તિત્વને ન્યાયપ્રિયતા પ્રદાન કરો.


જેથી તે તમારા લોક પર નેકીથી શાસન કરે, તથા તમારા પીડિત જનો પર ન્યાયપૂર્વક શાસન કરે.


પણ સાથે સાથે તું કેટલાક હોશિયાર માણસો પસંદ કરીને તેમની લોકોના આગેવાનો તરીકે નિમણૂક કર. તેમને હજાર હજાર, સો સો, પચાસ પચાસ અને દસ દસ લોકોના જૂથ પર નિયુક્ત કર. આ આગેવાનો ઈશ્વરનો ડર રાખનાર, વિશ્વાસુ અને લાંચને ધિક્કારનારા હોવા જોઈએ.


“તમને ગુલામીના દેશ ઇજિપ્તમાંથી મુક્ત કરનાર હું તમારો ઈશ્વર યાહવે છું.


તેમને કહેજે કે તમારા પૂર્વજોના ઈશ્વર યાહવેએ એટલે અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે. એ જ મારું સદાકાળનું નામ છે અને આવનાર બધી પેઢીઓ એ જ નામે મારું સ્મરણ કરશે.


તારું મુખ ઉઘાડીને પોકાર અને તેમને ન્યાય અપાવ, અને ગરીબ તથા જુલમપીડિતોની રક્ષા કર.


જુઓ, એક એવો સમય આવશે જ્યારે નીતિમત્તાથી રાજ ચલાવનાર એક રાજા આવશે. તેના અમલદારો ન્યાયપૂર્વક અમલ ચલાવશે.


પ્રભુ કહે છે, “એવો સમય આવશે કે જ્યારે હું દાવિદના વંશમાં અંકુરની જેમ ફૂટી નીકળેલ સાચા વંશજને રાજા તરીકે પસંદ કરીશ; તે ડહાપણપૂર્વક રાજ કરશે. તે સમગ્ર દેશમાં ન્યાય અને નેકી પ્રવર્તાવશે.


હે સિયોનના લોકો, આનંદ કરો! યરુશાલેમના લોકો, હર્ષનો પોકાર કરો! જુઓ, તમારો રાજા તમારી પાસે આવે છે. તે વિજયી બની, હા, જયવંત થઈ આવે છે. પણ તે નમ્ર છે, અને તે ગધેડા પર, એટલે પલોટયા વિનાના ખોલકા પર સવાર છે.


તે તો ખડક જેવા છે; તેમનું કાર્ય સંપૂર્ણ છે. તેમના સર્વ માર્ગો ન્યાયપૂર્ણ છે. તે વિશ્વાસુ છે અને કદી દગો દેતા નથી. તે સાચા અને ન્યાયી છે.


પરંતુ પુત્ર માટે ઈશ્વર કહે છે:


Lean sinn:

Sanasan


Sanasan