Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 23:16 - પવિત્ર બાઇબલ C.L.

16 પેલા ત્રણ શૂરવીરોએ પલિસ્તીઓની છાવણી ભેદીને નગરમાં પ્રવેશ્યા અને ત્યાંથી કૂવામાંથી દાવિદને માટે પાણી કાઢી લાવ્યા. તેણે તે પીધું નહિ; પણ પ્રભુને તે અર્પણ તરીકે રેડી દેતાં તેણે કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને પેલા ત્રણ યોદ્ધા પલિસ્તીઓના સૈન્યમાં થઈને પસાર થયા, ને બેથલેહેમના દરવાજા પાસેના કૂવામાંથી પાણી કાઢીને તે તેઓ દાઉદ પાસેનાં કૂવામાંથી પાણી કાઢીને તે તેઓ દાઉદ પાસે લઈ આવ્યા; પણ તેણે તે ન પીતાં યહોવા આગળ તે રેડી દીધું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તે ત્રણ યોદ્ધાઓ પલિસ્તીઓના સૈન્યમાં થઈને પસાર થયા અને બેથલેહેમના દરવાજા પાસેના કૂવામાંથી પાણી ભર્યું. તેઓ તે પાણી લઈને દાઉદ પાસે આવ્યા ત્યારે દાઉદે તે પાણી પીવાની ના પાડી. અને તે પાણી ઈશ્વર આગળ રેડી દીધું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 ત્યારે આ ત્રણ શૂરવીરોએ પલિસ્તીઓની છાવણીમાંથી પસાર થઈને કૂવામાંથી પાણી ખેંચ્યું અને દાઉદ પાસે લાવ્યાં. પણ દાઉદે તે પીવાની ના પાડી અને યહોવાની આગળ રેડી દીધું.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 23:16
12 Iomraidhean Croise  

પણ જે સ્થળે ઈશ્વરે યાકોબ સાથે વાત કરી હતી ત્યાં યાકોબે એક સ્તંભ ઊભો કર્યો, તેના પર તેણે દ્રાક્ષાસવનું અર્પણ ચડાવ્યું અને તેનો તેલથી અભિષેક કર્યો.


ત્રિપુટીમાં બીજા દરજ્જાનો સૈનિક અહોહીના કુટુંબના દોદોનો પુત્ર એલાઝાર હતો. એક દિવસ તેણે અને દાવિદે લડાઈને માટે એકઠા થયેલા પલિસ્તીઓને પડકાર ફેંક્યો.


પેલા ત્રણ શૂરવીરોએ પલિસ્તીઓની છાવણી પાર કરી કૂવામાંથી પાણી કાઢી લાવી દાવિદને આપ્યું. પણ તેણે તે પીધું નહિ, પણ પ્રભુને પેયાર્પણ તરીકે ચઢાવતાં રેડી દીધું.


એકલા પર હુમલો કરનાર તેને હરાવી શકે, પણ બે જણ હુમલો કરનારનો પ્રતિકાર કરી શકે. ત્રેવડી વણેલી દોરી જલદી તૂટી જતી નથી.


આખી રાત પ્રભુને વારંવાર પોકાર, તારાં બાળકો પર તે દયા દાખવે તે માટે તારું હૃદય ખોલીને પોકાર કર; કારણ, રસ્તાઓ પર તારાં બાળકો ભૂખે મરે છે.


દ્રાક્ષાસવ અર્પણ તરીકે દરેક હલવાન સાથે એક લિટર કેફી આસવ પ્રભુને માટે પવિત્રસ્થળે રેડવો.


“હું મારું સેવાકાર્ય સંપૂર્ણ કરું અને પ્રભુ ઈસુએ મને સોંપેલું કાર્ય પૂરું કરું તે માટે હું મારા જીવને પણ વહાલો ગણતો નથી. એ કાર્ય તો ઈશ્વરની કૃપાનો શુભસંદેશ જાહેર કરવાનું છે.


આમ તો, ન્યાયી વ્યક્તિને માટે કોઈ મરવા તૈયાર થાય તે જ મુશ્કેલ લાગે છે. છતાં, ધારો કે સારી વ્યક્તિને બદલે તો કોઈ મરવાની હિંમત બતાવે.


ખ્રિસ્તનો પ્રેમ જ અમારું પ્રેરકબળ છે; કારણ, અમે જાણીએ છીએ કે, એક માણસે સર્વ માણસોને માટે મરણ સહન કર્યું અને તેથી સૌ તેના મરણના ભાગીદાર થયા છે.


તમારા વિશ્વાસના અર્પણ પર જો મારે પેયાર્પણ તરીકે રેડાઈ જવું પડે તો તે માટે હું ખુશી છું અને તમારા સૌની સાથે આનંદ કરું છું.


ગોલ્યાથને મારી નાખવામાં તેણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો હતો, અને પ્રભુએ ઇઝરાયલને માટે મહાન વિજય હાંસલ કર્યો હતો. એ જોઈને તમે ખુશ પણ થયા હતા. તો પછી દાવિદનું વિના કારણ ખૂન કરીને તમે નિર્દોષ માણસનું લોહી વહેવડાવાનો અપરાધ શા માટે કરો છો?”


તેથી તેઓ સૌ મિસ્પામાં એકઠા થયા. તેમણે પાણી કાઢીને પ્રભુને અર્પણ તરીકે રેડયું અને આખો દિવસ ઉપવાસ કર્યો. તેમણે કહ્યું, “અમે પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે.” શમુએલ મિસ્પામાં રહ્યો અને ઇઝરાયલી લોકો પર અમલ કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan