Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 23:10 - પવિત્ર બાઇબલ C.L.

10 ઇઝરાયલીઓએ પીછેહઠ કરી. પણ તે પોતાની હરોળ પર મક્કમ રહ્યો અને તેનો હાથ તલવાર છોડી ન શકે એટલો અક્કડ થઈ ગયો ત્યાં સુધી પલિસ્તીઓ સાથે લડીને તેમનો સંહાર કર્યો. પ્રભુએ તે દિવસે મહાન વિજય હાંસલ કર્યો. લડાઈ પૂરી થયા પછી ઇઝરાયલીઓ પાછા ફર્યા અને તેમણે તો માત્ર મૃતદેહો પરથી શસ્ત્રસરંજામ લૂંટવાનું જ કામ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તે ઊઠ્યો, ને તેનો હાથ થાકી જઈને તરવાર સાથે સળગી રહ્યો, ત્યાં સુધી તેણે પલિસ્તીઓને માર્યા. યહોવાએ તે દિવસે મોટો જ્ય પમાડ્યો. અને લોકો તો તેની પાછળ ફક્ત લૂટવા ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 એલાઝારે પલિસ્તીઓ સાથે લાદવામાં એટલી બધી તલવાર ચલાવી કે તેનો હાથ તલવાર પકડી ના શકે એટલો બધો થાકી ગયો. ત્યાં સુધી તે પલિસ્તીઓ સામે લડ્યો. અને તેનો હાથ થાકી જઈને તલવારની પકડથી અક્કડ થઈ ગયો ત્યાં સુધી તે પલિસ્તીઓની સામે લડ્યો. અને તેણે તેઓને માર્યા. ઈશ્વરે તે દિવસે મોટો વિજય અપાવ્યો. એલાઝારે પલિસ્તીઓને હરાવ્યા પછી સૈન્ય તેની પાછળ ફક્ત લૂંટ ચલાવવા માટે ગયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તે થાકી ગયો ત્યાં સુધી પલિસ્તીઓની સાથે લડ્યો છતાં પણ તેણે તરવાર હાથમાં પકડી રાખી હતી. તે દિવસે દેવે ઇસ્રાએલીઓને મહાન વિજય આપ્યો. એલઆઝારે પલિસ્તાનીઓને હરાવ્યા પછી ઇસ્રાએલીઓ દુશ્મન સૈનિકોના મૃતદેહો આગળથી ફકત લૂંટેલો માંલ લેવા ગયા.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 23:10
20 Iomraidhean Croise  

ઇઝરાયલીઓ પલિસ્તીઓ પાસેથી ભાગ્યા. પણ શામ્માએ રણક્ષેત્રમાં અડગ રહીને પોતાની હરોળ સાચવી રાખી અને પલિસ્તીઓને મારી નાખ્યા. પ્રભુએ તે દિવસે મહાન વિજય હાંસલ કર્યો.


અરામના રાજાની દૃષ્ટિમાં તેનો સેનાપતિ નામાન માનીતો અને પ્રતિષ્ઠિત હતો. કારણ, તેની મારફતે પ્રભુએ અરામના સૈન્યને વિજય અપાવ્યો હતો. તે શૂરવીર લડવૈયો હતો, પણ તેને કોઢ હતો.


પાસ-દામ્મીમમાં પલિસ્તીઓ સાથેની લડાઈમાં તે દાવિદને પક્ષે લડયો હતો. ઇઝરાયલીઓ ભાગવા લાગ્યા ત્યારે તે જવના ખેતરમાં હતો.


ઈશ્વર અમારા પક્ષે હોવાથી અમે વીરતાથી લડીશું. તે જ અમારા વૈરીઓને છૂંદી નાખશે.


તમે ઇઝરાયલના રાજાઓને વિજય અપાવો છો અને તમારા સેવક દાવિદને ઉગારો છો.


રાજાઓ અને તેમનાં સૈન્યો નાસી છૂટે છે. તેઓ નાસી જાય છે અને ઘેર રહેનારી સ્ત્રીઓને પણ લૂંટમાં ભાગ મળે છે.


તેથી હું મહાપુરુષો સાથે તેને હિસ્સો આપીશ અને તે બળવાનો સાથે લૂંટ વહેંચશે. કારણ, છેક મરણ પામતાં સુધી તેણે પોતાનો આત્મા રેડી દીધો અને અપરાધીઓ સાથે તેની ગણના થઈ. પણ તેણે તો ઘણાંનાં પાપ ઉઠાવ્યાં અને અપરાધીઓ માટે મયસ્થી કરી.


હું તો તમને ખ્રિસ્તે મારા દ્વારા કરેલું કાર્ય હિંમતથી જણાવીશ.


કારણ, અમે પોતાને નહિ, પણ ખ્રિસ્ત ઈસુને પ્રભુ તરીકે પ્રગટ કરીએ છીએ. અમે તો ખ્રિસ્તને લીધે તમારા સેવકો જ છીએ.


અમોરીઓએ ઇઝરાયલી સૈન્યને જોયું કે પ્રભુએ તરત જ અમોરીઓમાં આતંક ફેલાવી દીધો. ઇઝરાયલીઓએ ગિબ્યોન આગળ તેમનો મોટો સંહાર કર્યો, અને બેથ-હોરોનના ઘાટ તરફ તેમનો પીછો કર્યો અને દક્ષિણે છેક અઝેકા અને માક્કેદા સુધી તેમના પર હુમલો જારી રાખ્યો.


યહોશુઆએ લડાઈની આ એક જ ઝુંબેશમાં આ બધા રાજાઓ અને તેમના પ્રદેશો જીતી લીધા; કારણ, ઇઝરાયલના ઈશ્વર પ્રભુ ઇઝરાયલને પક્ષે રહીને લડતા હતા.


પ્રભુએ ઇઝરાયલીઓને તેમના પર વિજય પમાડયો. ઇઝરાયલીઓએ તેમના પર હુમલો કરી ઉત્તરમાં છેક મિસ્રેફોથ-માઈમ અને મોટા સિદોન સુધી અને પૂર્વમાં છેક મિસ્પાની ખીણ સુધી પીછો કર્યો. દુશ્મનોમાંથી એકેય જીવતો ન રહ્યો ત્યાં સુધી લડાઈ ચાલી.


જ્યારે તેઓ લેહી પહોંચ્યા, ત્યારે પલિસ્તીઓ તેની સામે હોકારો કરતા અને દોડતા આવ્યા. એકાએક પ્રભુનો આત્મા શિમશોન પર આવ્યો અને તેના હાથે અને બાવડે બાંધેલાં દોરડાં જાણે બળેલા અળસીરેસાનાં દોરડાં હોય તેમ તેણે તે તોડી નાખ્યાં.


પછી શિમશોન ખૂબ જ તરસ્યો થયો. તેથી તેણે પ્રભુને વિનંતી કરીને કહ્યું, “તમે મને આ મોટો વિજય આપ્યો છે; અને હવે હું તરસ્યે માર્યો જઈને આ પરપ્રજા પલિસ્તીઓના હાથમાં પડીશ?”


પણ શાઉલે કહ્યું, “આજે કોઈને મારી નાખવાનો નથી. કારણ, આજે પ્રભુએ ઈઝરાયલનો ઉદ્ધાર કર્યો છે.”


તે દિવસે ઈશ્વરે ઇઝરાયલનો બચાવ કર્યો અને બેથઆવેનની પેલે પાર સુધી જંગ જામ્યો.


યોનાથાને પેલા યુવાનને કહ્યું, “ચાલ, આપણે એ પરપ્રજાના પલિસ્તીઓની છાવણીમાં જઈ પહોંચીએ. પ્રભુ આપણી મદદ કરશે. જો પ્રભુ ઇચ્છે તો આપણે થોડા કે વધારે હોઈએ તો પણ આપણને વિજય મેળવવામાં કંઈ અવરોધ નડશે નહિ.”


પલિસ્તીઓનો પીછો મૂકીને ઇઝરાયલીઓ પાછા ફર્યા અને તેમની છાવણીમાં લૂંટ ચલાવી.


ગોલ્યાથને મારી નાખવામાં તેણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો હતો, અને પ્રભુએ ઇઝરાયલને માટે મહાન વિજય હાંસલ કર્યો હતો. એ જોઈને તમે ખુશ પણ થયા હતા. તો પછી દાવિદનું વિના કારણ ખૂન કરીને તમે નિર્દોષ માણસનું લોહી વહેવડાવાનો અપરાધ શા માટે કરો છો?”


Lean sinn:

Sanasan


Sanasan