Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 22:8 - પવિત્ર બાઇબલ C.L.

8 ત્યારે પૃથ્વી કાંપી અને તેને આંચકો લાગ્યો, આકાશના પાયા ડોલી ઊઠયા અને ધ્રૂજવા લાગ્યા; કારણ, ઈશ્વર કોપાયમાન થયા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી, આકાશોના પાયા ખસી ગયા તથા હાલ્યા, કારણ કે તે કોપાયમાન થયા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી. આકાશના પાયા હાલ્યા તથા કાંપ્યા, કારણ કે પ્રભુ ક્રોધિત થયા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 પૃથ્વી હાલી અને કાંપી ઊઠી, આકાશોના પાયા ધ્રૂજયા; કારણ કે યહોવા ગુસ્સે થયા હતાં.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 22:8
13 Iomraidhean Croise  

એને માટે તો લોખંડી હથિયાર કે ભાલાનો ઉપયોગ કરવો પડે છે; જેથી તેઓ જ્યાં છે ત્યાં જ તેમને આગમાં બાળી દેવાય.”


ઈશ્વરની ધમકીથી સ્તબ્ધ થઈને આકાશના સ્તંભો કાંપે છે.


ત્યારે ધરતી ધ્રૂજી અને કાંપી, પર્વતોના પાયા ડગમગ્યા તથા ખસી ગયા. કારણ, ઈશ્વર કોપાયમાન થયા.


તે સમયે, હે ઇઝરાયલના ઈશ્વર, સિનાઈ પર્વત પર તમારી સમક્ષ ધરતી ધ્રૂજી ઊઠી, અને આભ વરસી પડયું.


તમારી ગર્જનાનો કડાકો વાવંટોળમાં હતો; વીજળીના ઝબકારાઓએ પૃથ્વીને પ્રકાશિત કરી; પૃથ્વી કાંપી અને ડોલી ઊઠી.


તમે સમુદ્રમાં થઈને માર્ગ કર્યો; તમે મહાજળ પસાર કર્યું, પરંતુ તમારાં પગલાં જોઈ શક્યાં નહિ.


તેમની વીજળીઓના ઝબકારાથી સૃષ્ટિ પ્રકાશિત બને છે, અને તે જોઈને પૃથ્વી કાંપે છે.


પ્રભુની સમક્ષ પર્વતો ધ્રૂજે છે; તેમની સમક્ષ ટેકરીઓ પીગળી જાય છે. પ્રભુ પ્રગટ થાય છે ત્યારે પૃથ્વી કાંપે છે, અને દુનિયા તથા તેના લોકો ધ્રૂજે છે.


ત્યાર પછી મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી બે ભાગમાં ફાટી ગયો. ધરતીકંપ થયો, ખડકો ફાટી ગયા;


એકાએક મોટો ધરતીકંપ થયો. આકાશમાંથી પ્રભુનો દૂત આવ્યો અને પથ્થર ખસેડીને તેના પર બેસી ગયો.


તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે તેઓ મળ્યા હતા તે ઘર હાલી ઊઠયું. તેઓ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને ઈશ્વરનો સંદેશ હિંમતથી બોલવા લાગ્યા.


હે પ્રભુ, તમે જ્યારે સેઈરના પર્વતોમાંથી આવ્યા, અને જ્યારે અદોમના પ્રદેશમાંથી નીકળી આવ્યા, ત્યારે પૃથ્વી કાંપી અને આકાશમાંથી વરસાદ તૂટી પડયો; વાદળાંમાંથી મુશળધાર વરસાદ વરસ્યો.


Lean sinn:

Sanasan


Sanasan