Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 22:40 - પવિત્ર બાઇબલ C.L.

40 તમે મને લડાઈને માટે સામર્થ્ય અને મારા શત્રુઓ પર વિજય આપો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 કેમ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્ય બાંધ્યું છે, મારી સામે ઊઠનારાને તમે મારે તાબે કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 કેમ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધ્યો છે; મારી સામે ઊઠનારાઓને તમે મારે આધીન કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 દેવ તમે મને યુદ્ધ માંટે શકિતશાળી બનાવ્યો, અને તમે માંરા શત્રુઓને હરાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 22:40
11 Iomraidhean Croise  

તેના શાપ તેને વસ્ત્રની જેમ ઢાંકો, અને કમરબંધની જેમ તે તેને વીંટળાયેલા રહો.


તે મારા નિકટના મિત્ર અને મારા ગઢ છે; મારા મજબૂત દૂર્ગ અને મારા મુક્તિદાતા છે. તે મારી સંરક્ષક ઢાલ અને મારો આધાર છે; તે પ્રજાઓને મારે તાબે કરે છે.


ઈશ્વર મને સામર્થ્યરૂપી કમરપટો બાંધે છે, તે જ મારા માર્ગને સલામત બનાવે છે.


તમે યુદ્ધ માટે મારી કમર ક્સો છો, તમે મારા પર હુમલો કરનારાઓને ભોંયભેગા કરો છો.


તમારી સહાયથી અમે શત્રુઓને પછાડી દઈશું; તમારે નામે અમે હુમલો કરનારાઓને ખૂંદી વળીશું.


હું પ્રભુ છું. મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. જો કે તું મને ઓળખતો નથી છતાં હું તને બળવાન કરીશ,


તારા પર અત્યાચાર કરનારા જ તારી આગળ પ્રણામ કરશે. એકવાર તારો તુચ્છકાર કરનાર સૌ કોઈ તારે પગે પડશે. તેઓ તને ‘યાહવેની નગરી,’ ‘ઇઝરાયલના પવિત્ર ઈશ્વરની નગરી સિયોન’ તરીકે ઓળખશે.


ઈશ્વરના મહિમાવંત સામર્થ્યથી મળતી સર્વ તાક્ત વડે તમે બળવાન થાઓ કે જેથી તમે સર્વ બાબતો આનંદપૂર્વક ધીરજથી સહન કરી શકો.


વળી, તેમણે નવું ગીત ગાયું: “તમે પુસ્તકની મુદ્રાઓ તોડીને તે ઉઘાડવાને સમર્થ છો. કારણ, તમારું બલિદાન કરવામાં આવ્યું હતું, અને તમારા રક્તથી તમે પ્રત્યેક જાતિ, ભાષા, રાષ્ટ્ર અને પ્રજામાંથી ઈશ્વરને માટે તમારા લોકને ખરીદી લીધા છે.


તેથી દાવિદ અને તેના માણસોએ કઈલા જઈને પલિસ્તીઓ પર હુમલો કરીને તેમનો ભારે સંહાર કર્યો અને તેમનાં ઢોરઢાંક લઈ લીધાં અને એમ દાવિદે એ નગરનો બચાવ કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan