Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 22:28 - પવિત્ર બાઇબલ C.L.

28 નમ્રજનોને તમે બચાવો છો, પણ તમે અભિમાનીઓને ધ્યાનમાં રાખીને નીચા પાડો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અને દુખિયારાને તમે બચાવશો; પણ ગર્વિષ્ઠો પર તમારી આંખ છે, એ માટે કે તેઓને તમે નમાવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 દુઃખી લોકોને તમે બચાવશો, પણ ઘમંડીઓને નીચા નમાવવા સારુ તમે તેઓના પર કરડી દ્રષ્ટિ કરો છો. એ સારુ કે તમે તેઓને નીચા નમાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 નિર્બળ અને ગરીબોને તમે મદદ કરો છો, ને ગવિર્ષ્ઠોને તમે શરમિંદા બનાવો છો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 22:28
23 Iomraidhean Croise  

પ્રભુ કહે છે, “ગરીબો પર અત્યાચાર થઈ રહ્યો છે, અને જુલમપીડિતો નિ:સાસા નાખે છે; તેથી હું હવે ઊઠીશ, અને તેમની ઝંખના પ્રમાણે હું તેમને છોડાવીશ.”


હે પ્રભુ, ન મારા હૃદયમાં અહંકાર છે, ન મારી આંખોમાં ઘમંડ. મારી પહોંચની બહાર એવી મહાન સિદ્ધિઓ પર હું મન લગાડતો નથી કે અજાયબીઓ પાછળ હું લક્ષ આપતો નથી.


જો કે પ્રભુ મહાન છે છતાં તે દીનજનો પ્રત્યે લક્ષ આપે છે; પણ ગર્વિષ્ઠોને તે દૂરથી ઓળખી કાઢે છે.


મને ખાતરી છે કે પ્રભુ તો પીડિતજનોના દાવાની તરફેણ કરે છે, અને કંગાલોના હકકોની રક્ષા કરે છે.


તેથી મોશે તથા આરોને ફેરો પાસે જઈને તેને કહ્યું, “હિબ્રૂઓના ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે. ‘ક્યાં સુધી તું મને આધીન થવાનો ઇનકાર કરીશ? મારા લોકોને મારી સેવાભક્તિ કરવા જવા દે.


હવે હું જાણું છું કે પ્રભુ સર્વ દેવો કરતાં મહાન છે. કારણ, ઇજિપ્તીઓ ઇઝરાયલીઓ પ્રત્યે તુમાખીભર્યો વર્તાવ કરતા હતા ત્યારે જ તેમણે તેમના પર વિજય મેળવ્યો છે.”


દીવો લઈને દુષ્ટોને જુઓ; તેમનાં પાપ દેેખાશે: ઘમંડી દૃષ્ટિ અને અહંકારી દિલ!


માનવી અભિમાન ઉતારાશે; માનવી અહંકારનો નાશ થશે. તે દિવસે મૂર્તિઓનો સંપૂર્ણ વિનાશ થશે અને એકમાત્ર પ્રભુ જ શ્રેષ્ઠ મનાશે.


તેં કોની નિંદા કરી છે અને કોનું અપમાન કર્યું છે? તેં કોની વિરુદ્ધ તારો અવાજ ઉઠાવ્યો છે? કોની સામે તેં મગરૂરીથી જોયું છે? અલબત્ત, ઇઝરાયલના પવિત્ર ઈશ્વર વિરુદ્ધ જ!


દરેક માણસ નીચો નમાવાશે, બલ્કે, સમસ્ત માનવજાતને નમાવવામાં આવશે, સર્વ ઉદ્ધત આંખો નીચી નમાવાશે.


તેમના સર્વ દુ:ખમાં તે પણ દુ:ખી થયા, અને તેમના કોઈ દૂતને મોકલીને નહિ, પણ તેમના પ્રત્યે પ્રેમ અને દયા દાખવીને જાતે ઉપસ્થિત રહીને તેમણે તેમને છોડાવ્યા અને પ્રાચીનકાળમાં ઊંચકીને ફેરવ્યા.


“હવે હું નબૂખાદનેસ્સાર આકાશના ઈશ્વરની સ્તુતિ કરું છું અને તેમને માનમહિમા આપું છું. તેમનાં કાર્યો યથાર્થ અને માર્ગો ન્યાયી છે. તે ગર્વથી વર્તનારને નીચો પાડે છે.”


અંતરાત્માથી દીનતા ધરાવનાર લોકોને ધન્ય છે; કારણ, આકાશનું રાજ તેમનું છે.


કારણ, જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે.”


Lean sinn:

Sanasan


Sanasan