Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 22:22 - પવિત્ર બાઇબલ C.L.

22 હું પ્રભુના માર્ગમાં ચાલ્યો છું અને દુષ્ટતા આચરીને હું તેમનાથી વિમુખ ગયો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 કેમ કે મેં યહોવાના માર્ગ પાળ્યા છે, અને દુષ્ટતા કરીને હું મારા ઈશ્વરની વિમુખ થયો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 કેમ કે મેં ઈશ્વરના માર્ગોનું પાલન કર્યું છે અને દુરાચાર કરીને હું મારા પ્રભુથી ફરી ગયો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 હું યહોવાના માંર્ગ પર સદા ચાલ્યો છું, દેવથી વિમુખ થઈ કશું ભૂડું કર્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 22:22
15 Iomraidhean Croise  

કારણ, મેં જ તેને પસંદ કર્યો છે. તે તેનાં સંતાનોને અને તેના પછી આવનાર પરિવારોને આજ્ઞા કરશે કે, જે સાચું અને યથાર્થ છે તેનું પાલન કરીને તેઓ પ્રભુના માર્ગમાં ચાલે જેથી અબ્રાહામને આપેલું વચન હું પાળી શકું.”


જો તું તારા પિતા દાવિદની જેમ દયની પ્રામાણિક્તાથી અને નેકીથી મારા નિયમો પાળીશ અને મારાં ફરમાનો પ્રમાણે વર્તીશ,


પ્રભુના નિયમ અનુસાર વર્તી નિષ્કલંક જીવન જીવનારાઓને ધન્ય છે.


જ્યારે તમે દુષ્ટોને શિક્ષા કરો, ત્યારે તમારા માર્ગનો ત્યાગ કરનાર સૌને પણ શિક્ષા કરજો. ઇઝરાયલના લોકનું કલ્યાણ થાઓ!


પ્રભુનો આદરયુક્ત ડર રાખનારને અને તેમના માર્ગમાં ચાલનારને ધન્ય છે.


હે પ્રભુ, મારા સમર્થક, હું તમને ચાહું છું.


તેના મુખના શબ્દો નઠારા અને ઠગારા છે. તેણે ડહાપણભર્યા વર્તાવ અને ભલાઈને તિલાંજલિ આપી છે.


હવે પુત્રો, મારી વાત સાંભળો, મારી આજ્ઞાઓ પાળનાર ધન્યવાદને પાત્ર છે.


જેઓ મારાથી વિમુખ થઈ જઈ હવે મને અનુસરતા નથી, અને મારી પાસે આવતા નથી કે મારું માર્ગદર્શન મેળવવા માગતા નથી એવા લોકોને પણ હું નષ્ટ કરીશ.”


મોશે ખૂબ ગુસ્સે થઈ ગયો અને તેણે પ્રભુને કહ્યું, “તમે તેમનું અર્પણ સ્વીકારશો નહિ. મેં તેમની પાસેથી એક ગધેડું ય લીધું નથી કે તેમનું કંઈ નુક્સાન કર્યું નથી.”


જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાળીને તેમના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળશો, તો તમે મારા પ્રેમમાં રહેશો.


અમને આ વાતનો ગર્વ છે કે અમે આ દુનિયામાં તમારા પ્રત્યે ઈશ્વર તરફથી મળેલી સંનિષ્ઠા અને નિખાલસતાથી વર્ત્યા છીએ અને તેનો આધાર માનવી જ્ઞાન પર નહિ, પણ ઈશ્વરની કૃપાના સામર્થ્ય પર છે અને એની ખાતરી અમારી પ્રેરકબુદ્ધિ પણ અમને આપે છે.


હું અહીં છું. જો મેં કોઈનું કંઈ ખોટું કર્યું હોય, તો પ્રભુ અને તેના પસંદ કરેલા રાજાની સમક્ષ અત્યારે જ મારી ઉપર આક્ષેપ મૂકો. શું મેં કોઈનો બળદ કે કોઇનું ગધેડું લીાાં છે? શું મેં કોઈને છેતર્યો છે કે કોઈના પર જુલમ કર્યો છે? પક્ષપાત કરવા માટે કોઈની પાસેથી મેં લાંચ લીધી છે? જો આમાનું મેં કાંઈપણ કર્યું હોય તો મેં જે લીધું હોય તે હું ભરપાઈ કરી આપીશ.”


Lean sinn:

Sanasan


Sanasan