Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 22:20 - પવિત્ર બાઇબલ C.L.

20 તેમણે મને બધાં બંધનોમાંથી સંપૂર્ણ મુક્ત કર્યો, મારા પર પ્રસન્‍ન હોવાથી તેમણે મને બચાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 વળી તેમણે મને ખુલ્લી જગામાં લાવીને મૂક્યો; તેમણે મને છોડાવ્યો, કેમ કે તે મારા પર પ્રસન્‍ન હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 વળી તેઓ મને ખુલ્લી જગ્યામાં લઈ આવ્યા. તેમણે મને છોડાવ્યો, કેમ કે તેઓ મારા પર પ્રસન્ન હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 યહોવાએ મને આધાર આપ્યો, અને ભયમાંથી મને ઉગાર્યો; તેઓ માંરા પર પ્રસન્ન હતા, તેથી માંરા જીવનનો ઉદ્ધાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 22:20
16 Iomraidhean Croise  

પછી તેણે ત્યાંથી દૂર જઈને બીજો કૂવો ખોદ્યો ત્યારે તેને માટે તેમણે ઝઘડો ન કર્યો એટલે તેણે તેનું નામ રહોબોથ (વિશાળ જગ્યા)પાડયું, અને કહ્યું, “પ્રભુએ અમને વિશાળ જગ્યા આપી છે અને આ પ્રદેશમાં અમને સફળતા મળશે.”


પણ જો પ્રભુ મારા પર પ્રસન્‍ન ન થાય, તો પછી પ્રભુ તેમની ઇચ્છા પ્રમાણે કરે.”


મારાં પગલાં માટે તમે વિશાળ જગ્યા આપી છે, અને મારા પગ સરકી ગયા નથી.


પણ યાબેસે ઇઝરાયલના ઈશ્વરને પ્રાર્થના કરી, “હે ઈશ્વર, મને આશિષ આપો અને મારી ભૂમિ વિસ્તારો; મારી સાથે રહો અને મને કંઈ હાનિ ન પહોંચે તે માટે સઘળી આપત્તિથી મને બચાવી રાખો.” ઈશ્વરે તેની પ્રાર્થના માન્ય રાખી.


સંકટમાં મેં યાહને પોકાર કર્યો, એટલે તેમણે મને ઉત્તર આપ્યો; તે મને વિશાળ જગામાં લાવ્યા.


પરંતુ તે તો તેમના ભક્તો, એટલે તેમના પ્રેમ પર ભરોસો રાખનારાઓથી જ પ્રસન્‍ન થાય છે.


કારણ, પ્રભુ પોતાના લોકોથી પ્રસન્‍ન છે. તે પીડિતજનોને વિજયથી શણગારે છે.


તેઓ કહે છે, “તેણે પ્રભુ પર આધાર રાખ્યો હોય તો તે તેને છોડાવે! તે પ્રભુનો માનીતો હોય તો ભલે તે તેને ઉગારે!”


તમે મને મારા શત્રુઓના હાથમાં સપડાવા દીધો નથી, અને તમે મારા પગને મુક્ત કરીને મને પૂરી મોકળાશ આપી છે.


હે પ્રભુ, મારા પર દયા કરો; કારણ, હું સંકટમાં છું; ખેદથી મારાં ચક્ષુ ક્ષીણ થયાં છે, અને મારું ગળું તેમજ ઉદર સુકાઈ ગયાં છે.


પ્રભુ કહે છે, “આ મારો સેવક છે; હું તેને ધરી રાખું છું. મેં તેને પસંદ કર્યો છે; હું તેના પર પ્રસન્‍ન છું. મેં તેને મારા આત્માથી ભરપૂર કર્યો છે અને તે બધા દેશોમાં ન્યાય પ્રવર્તે તેવું કરશે.


ઇઝરાયલના લોકો તો અડિયલ વાછરડી જેવા છે. મારે પ્રભુએ તેમને ઘાસનાં મેદાનમાં ઘેટાંની જેમ કેવી રીતે ચારવા?


ઈસુ વાત કરતા હતા એવામાં એક તેજોમય વાદળે તેમના પર છાયા કરી અને તેમાંથી વાણી સંભળાઈ, આ મારો પ્રિય પુત્ર છે, તેના પર હું પ્રસન્‍ન છું; તેનું સાંભળો.


તે ઈશ્વર પર ભરોસો રાખે છે અને પોતે ઈશ્વરપુત્ર હોવાનો દાવો કરે છે. તો હવે ઈશ્વર તેને બચાવે છે કે નહિ તે જોઈએ.


આકાશમાંથી વાણી સંભળાઈ, આ મારો પ્રિય પુત્ર છે, તેના પર હું પ્રસન્‍ન છું.


Lean sinn:

Sanasan


Sanasan