Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 22:10 - પવિત્ર બાઇબલ C.L.

10 આકાશ ફાડીને તે નીચે ઊતરી આવ્યા અને તેમના પગ નીચે ગાઢ અંધકાર હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 વળી આકાશોને નમાવીને તે ઊતર્યા; અને તેમના પગ નીચે ઘોર અંધકાર હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 અને ઈશ્વર આકાશોને નમાવીને નીચે ઊતર્યા, તેમના પગ નીચે ગાઢ અંધકાર વ્યાપેલો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 દેવ આકાશ ફાડીને નીચે ઉતરી આવ્યાં, અને તે અંધકારમય ગાઢવાદળ પર ઉભા રહ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 22:10
12 Iomraidhean Croise  

શલોમોને પ્રાર્થના કરી: “હે પ્રભુ, તમે આકાશમાં સૂર્ય મૂક્યો છે, છતાં તમે વાદળામાં અને અંધકારમાં રહેવાનું પસંદ કર્યું છે.


તમે ઉપરનાં પાણી પર તમારો મહેલ બાંધ્યો છે, તમે મેઘોને તમારા રથ તરીકે વાપરો છો; તમે પવનની પાંખો પર વારી કરો છો.


હે પ્રભુ, તમારાં આકાશોને ફાડીને નીચે ઊતરી આવો; પર્વતોને સ્પર્શો કે તેમનામાંથી ધૂમાડો નીકળે.


ઘનઘોર વાદળો અને ગાઢ અંધકાર પ્રભુની આસપાસ છે; નેકી તથા ઇન્સાફ તેમના રાજ્યાસનનો પાયો છે.


ત્રીજે દિવસે સવારે મેઘગર્જના અને વીજળીના ચમકારા થવા લાગ્યા, પર્વત પર ગાઢ વાદળ છવાઈ ગયું અને રણશિંગડાનો મોટો અવાજ સંભળાયો. છાવણીમાં સર્વ લોકો ભયથી ધ્રૂજી ઊઠયા.


પરંતુ લોકો પર્વતથી ઘણે દૂર ઊભા રહ્યા અને ફક્ત મોશે જ જેમાં ઈશ્વર હતા તે ગાઢ વાદળ પાસે ગયો.


પ્રાચીનકાળથી તમે જાણે અમારા પર રાજ કર્યું જ ન હોય અને અમે તમારે નામે જાણે ઓળખાતા જ ન હોય એવા અમે થયા છીએ.”


પ્રભુ સહેજમાં ગુસ્સે થતા નથી, પણ તે શક્તિશાળી છે, અને દોષિતને શિક્ષા કર્યા વગર રહેતા નથી. જ્યાં જ્યાં પ્રભુ ચાલે છે ત્યાં ત્યાં ઝંઝાવાત ઊઠે છે. વાદળો તો તેમના ચાલવાથી ઊડતી ડમરીઓ છે.


બપોરના સમયે સમગ્ર દેશ પર ત્રણ કલાક સુધી અંધકાર છવાઈ ગયો.


તમે નજીક આવીને પર્વતની તળેટીમાં ઊભા રહ્યા હતા. પર્વત તો સળગતો હતો અને જવાળાઓ છેક આકાશ સુધી પહોંચતી હતી.


Lean sinn:

Sanasan


Sanasan