Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 21:4 - પવિત્ર બાઇબલ C.L.

4 તેમણે જવાબ આપ્યો, “શાઉલ અને તેના કુટુંબ સાથેનો અમારો ઝઘડો સોનારૂપાથી પતે તેમ નથી અથવા અમે કોઈ અન્ય ઇઝરાયલીને મારી નાખવા માગતા નથી.” દાવિદે પૂછયું, “તો પછી તમારે માટે હું શું કરું?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 ગિબ્યોનીઓએ તેને કહ્યું, “અમારે શાઉલ કે તેના કુટુંબની સાથે રૂપા કે સોનાનો વાંધો નથી; તેમ અમારે ઇઝરાયલમાંથી કોઈને મારી નાખવો નથી.” અને તેણે કહ્યું, “તમે જે કહેશો તે હું તમારે માટે કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ગિબ્યોનીઓએ તેને જવાબ આપ્યો, શાઉલ કે તેના કુટુંબની અને અમારી વચ્ચે સોના કે રૂપાનો વાંધો નથી. અને અમારે ઇઝરાયલમાંથી કોઈને મારી નાખવો નથી.” દાઉદે જવાબ આપ્યો “તમે જે કંઈ કહેશો તે હું તમારે માટે કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 “તેમણે અમાંરા માંટે જે કર્યુ છે તેના બદલા તરીકે સોનું અને ચાંદી શાઉલના કુટુંબ માંટે પૂરતા નથી અને અમને ઇસ્રાએલના કોઇ પણ માંણસને માંરી નાખવાનો અધિકાર નથી.” એટલે દાઉદે કહ્યું, “તો તમે માંરી પાસે શું કરાવવા માંગો છો?”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 21:4
5 Iomraidhean Croise  

લાબાને તેને પૂછયું, “હું તને શું આપું?” યાકોબે કહ્યું, “તમે મને કંઈ જ આપશો નહિ. પણ તમે આટલું કરશો તો હું ફરી તમારાં ઘેટાં બકરાં ચરાવીશ અને સાચવીશ.


મૃત્યુદંડની સજા થયેલા ખૂનીને મુક્તિમૂલ્ય લઈને છોડાવી લેવાય નહિ. તેને તો મૃત્યુદંડ મળવો જ જોઈએ.


જો કોઈ માણસે આશ્રયનગરમાં જઈને આશ્રય લીધો હોય તો પ્રમુખ યજ્ઞકારના અવસાન પહેલાં મુક્તિમૂલ્ય લઈને તેને પોતાના વતનમાં વહેલો પાછો જવા ન દેવો.


Lean sinn:

Sanasan


Sanasan