Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 21:22 - પવિત્ર બાઇબલ C.L.

22 આ ચારેય યોદ્ધાઓ ગાથ નગરના હતા અને રાક્ષસી કદ ધરાવતી રફાઈ જાતિના વંશજો હતા અને દાવિદ અને તેના માણસોએ તેમને મારી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 એ ચારે જણ ગાથમાંના રફાના વંશના હતા. તેઓ દાઉદના હાથથી તથા તેના ચાકરોના હાથથી માર્યા ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 આ ચારે જણ ગાથમાંના રફાહના વંશજો હતા. તેઓ દાઉદના હાથથી તથા તેના સૈનિકોના હાથથી માર્યા ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 આ ચારેય મહાકાય માંણસો ગાથના હતા, અને એ બધા જ દાઉદના સૈનિકોના હાથે માંર્યા ગયા હતા.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 21:22
11 Iomraidhean Croise  

યિશ્બી- બનોબ નામનો રફાઇમ જાતિનો એક રાક્ષસી કદનો માણસ હતો. તેના તાંબાના ભાલાનું વજન સાડા ત્રણ કિલોગ્રામ હતું અને તેણે કમરે નવી તલવાર ધારણ કરેલી હતી. તેનો ઇરાદો દાવિદને મારી નાખવાનો હતો.


તે ઇઝરાયલીઓનો તુચ્છકાર કરતો હતો. દાવિદના ભાઈ શામ્માના પુત્ર યોનાથાને તેને મારી નાખ્યો.


દાવિદ અને તેના માણસોએ આ જે ત્રણને મારી નાખ્યા તેઓ ગાથ નગરના રાક્ષસી કદના રફાઈ લોકોના વંશજ હતા.


ઈશ્વર અમારા પક્ષે હોવાથી અમે વીરતાથી લડીશું. તે જ અમારા વૈરીઓને છૂંદી નાખશે.


ઈશ્વરના નેકજનોના પડાવોમાં જયજયકારના અને વિજયના પોકારો સંભળાય છે: “પ્રભુના જમણા ભુજે વિજય પ્રાપ્ત કર્યો છે,


ઈશ્વર અમારે પક્ષે હોવાથી અમે વીરતાથી લડીશું; તે જ અમારા વૈરીઓને છૂંદી નાખશે.


વળી, આ દુનિયામાં મેં એવું પણ નિરીક્ષણ કર્યું કે ઝડપી દોડનાર જ હમેશાં શરતમાં વિજયી બને અથવા બળવાન યોદ્ધા જ લડાઈમાં જીતે એવું નથી. બુદ્ધિમાનને જ હમેશાં ભોજન મળે, બુદ્ધિશાળીને જ ધનસંપત્તિ મળે અથવા કુશળ માણસો જ ઊંચી પદવી પ્રાપ્ત કરે એવું પણ નથી. પરંતુ એ બધું સમય અને સંજોગોને આધીન હોય છે.


પ્રભુ આ પ્રમાણે કહે છે, “જ્ઞાની પોતાના જ્ઞાન વિષે, પહેલવાન પોતાના બળ વિષે અને શ્રીમંત પોતાના ધન વિષે ગર્વ કરે નહિ.


આ બધું જાણ્યા પછી આપણે શું કહીશું? જો ઈશ્વર આપણા પક્ષના છે, તો આપણી વિરુદ્ધ કોણ?


તોપણ જેમણે આપણા ઉપર પ્રેમ કર્યો, તેમની મારફતે આપણે એ બધી જ બાબતોમાં વિશેષ વિજયી બનીએ છીએ.


તો હવે મને આ ઉચ્ચપ્રદેશ કે જેના વિષે પ્રભુએ મને વચન આપ્યું હતું તે મને આપ. તે વખતે તને બાતમી આપવામાં આવી હતી કે ત્યાં મોટાં અને કોટવાળાં નગરોમાં કદાવર જાતિના અનાકી લોકો છે. પ્રભુ મારી સાથે રહેશે અને પ્રભુએ આપેલા વચન મુજબ હું તેમને ત્યાંથી હાંકી કાઢીશ.”


Lean sinn:

Sanasan


Sanasan