ત્રીસ શૂરવીરોના જૂથના અન્ય સભ્યોમાં આ માણસોનો સમાવેશ હતો: યોઆબનો ભાઈ અસાહેલ, બેથલેહેમના દોદોનો પુત્ર એલ્હાનાન, હેરોદ નગરના શામ્મા અને અલીકા, પાલટી નગરનો હેલેઝ, તકોઆ નગરના ઈક્કેશનો પુત્ર ઈરા, અનાથોથ નગરનો અબીએઝેર, હુશાય નગરનો મબુન્નાય, અહોહી નગરનો સાલ્મોન, નટોફાથ નગરના મહાહાય અને બાહનો પુત્ર હેલેબ, બિન્યામીનમાં આવેલા ગિબ્યા નગરના રિબઈનો પુત્ર ઇતાય, પીરાથોન નગરનો બનાયા, ગાઆશ નજીકની ખીણોના રહેવાસી હિદ્દાય, આરાબ નગરમાંથી અબી-આલ્બોન, બાહુરીમ નગરનો આઝમાવેથ, શાઆલ્બોન નગરનો એલ્યાહબા, યાશેનના પુત્રમાંનો યોનાથાન, હારાર નગરનો શામ્મા, હારાર નગરના શારારનો પુત્ર અહિઆમ, માખાથીનો પુત્ર આહાસ્બાયનો પુત્ર અલીફેલેટ, ગિલોની નગરના અહિથોફેલનો પુત્ર અલીઆમ, ર્કામેલમાંથી હેઝોઇ, આર્બી નગરનો પાઅરાય, સોલાહ નગરના નાથાનનો પુત્ર યિગઆલ, ગાદ નગરનો બાની, આમ્મોનનો સેલેક, બએરોથ નગરનો નાહરાય, યોઆબના શસ્ત્રવાહકો: યિથ્રી નગરના ઈરા તથા ગારેબ અને ઉરિયા હિત્તી. કુલ સાડત્રીસ શૂરવીરો હતા.