17 પણ સરુયાનો પુત્ર અબિશાય દાવિદની મદદે આવ્યો અને એ પલિસ્તી યોદ્ધા પર હુમલો કરીને તેને મારી નાખ્યો. પછી દાવિદના માણસોએ દાવિદને તેમની સાથે લડાઈમાં કદી નહિ આવવા સમ દઈને આગ્રહ કર્યો. તેમણે કહ્યું, “તમે તો ઇઝરાયલની આશાના દીપક સમાન છો અને અમે તમને ગુમાવવા માગતા નથી.”
17 પણ સરુયાના દીકરા અબિશાયે તેની વહારે આવીને પેલા પલિસ્તીને મારીને ઠાર કર્યો પછી દાઉદના માણસોએ સમ ખાઈને તેને કહ્યું, “તારે હવે ફરીથી અમારી સાથે લડાઈમાં આવવું નહિ, રખેને તું ઇઝરાયલનો દીવો હોલવી નાખે.”
17 પણ સરુયાના દીકરા અબિશાયે તેને બચાવ્યો અને પેલા પલિસ્તી પર હુમલો કરીને તેને મારી નાખ્યો. ત્યારે દાઉદના માણસોએ તેને સમ ખાઈને કહ્યું, “તારે હવેથી અમારી સાથે યુદ્ધમાં આવવું નહિ, કે રખેને તું ઇઝરાયલનો દીવો હોલવી નાખે.”
17 પરંતુ સરૂયાનો પુત્ર અબીશાય દાઉદનું રક્ષણ કરવા આવી પહોંચ્યો. તેણે પેલા પલિસ્તીઓ પર હુમલો કરીને તેને માંરી નાખ્યો, ત્યાર બાદ દાઉદના માંણસોએ તેને આગ્રહ કર્યો કે, “હવે કદી તમાંરે અમાંરી સાથે યુદ્ધમાં આવવું નહિ, ઇસ્રાએલનો દીવો હોલવાઈ જાય તેવું જોખમ અમાંરે શા માંટે લેવું?”
હવે મારા સર્વ સંબંધીઓ મારી વિરુદ્ધ થઈ ગયા છે અને મારી પાસેથી મારો છોકરો તેમને સોંપી દેવાની માગણી કરે છે. જેથી તેના ભાઈને મારી નાખવા બદલ તેઓ તેને મારી નાખે. તેમનો ઇરાદો એ રીતે એકમાત્ર વારસદારનું ખૂન કરવાનો છે. તેઓ એમ કરે તો હું પુત્રવિહોણી થઈ જઈશ. તેઓ મારી છેલ્લી આશાને નષ્ટ કરી દેશે અને પૃથ્વીના પટ પરથી મારા પતિને નિર્વંશ કરી દઈને તેમનું નામ મિટાવી દેશે.”
તેમણે તેમને ત્રણ જૂથમાં વહેંચી નાખ્યા અને યોઆબ, યોઆબનો ભાઈ અબિશાય અને ગાથમાંથી આવેલ ઇતાયના હસ્તક એક એક જૂથ રાખ્યું. રાજાએ કહ્યું, “હું પોતે પણ તમારી સાથે આવીશ.”
તેમણે જવાબ આપ્યો, “તમે અમારી સાથે ન આવશો. અમારામાંના બાકી રહેલાઓ પાછા ફરીને નાસી જાય અથવા અમારામાંના અડધા મરી જાય તો શત્રુને એની પરવા નહિ હોય. પણ અમારે મન તો તમે અમારામાંના દસ હજારથીય વિશેષ છો. તમે અહીં નગરમાં રહીને અમને મદદ મોકલો એ ઉચિત થશે.”
પણ શલોમોનના પુત્ર પાસે એક કુળ રહેશે, જેથી મારે નામે મારી ભક્તિ કરવાના સ્થાન તરીકે મેં પસંદ કરેલા નગર યરુશાલેમમાં રાજ કરવા મારા સેવક દાવિદનો જ વંશજ રાજ કરે.
પછી ત્યાં મિસ્પામાં યોહાનાને ગદાલ્યાને ખાનગીમાં કહ્યું, “ઇશ્માએલને મારી નાખવા મને પરવાનગી આપ. એની કોઈને ખબર પડશે નહિ. શા માટે તે તારી હત્યા કરે? તેથી તો તારી છત્રછાયામાં એકત્ર થયેલા યહૂદિયાના લોકો વેરવિખેર થઈ જશે અને યહૂદિયાના શેષ રહેલા લોકો પણ નાશ પામશે.”