Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 21:14 - પવિત્ર બાઇબલ C.L.

14 પછી તેમણે શાઉલ અને યોનાથાનનાં હાડકાં બિન્યામીનના પ્રદેશમાં આવેલા શેલામાં શાઉલના પિતા કીશની કબરમાં દાટયાં અને એમ રાજાના હુકમ પ્રમાણે તેમણે બધું જ કર્યું. તે પછી ઈશ્વરે દેશ માટેની તેમની પ્રાર્થનાનો જવાબ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને તેઓએ શાઉલનાં તથા તેના દીકરા યોનાથાનનાં હાડકાં બિન્યામીન દેશના શેલામાં શાઉલના પિતા કીશની કબરમાં દાટ્યાં. રાજાએ કરેલી આજ્ઞા પ્રમાણે તેઓએ બંધ કર્યું. ત્યાર પછી ઈશ્વરે દેશના હકમાં કરેલી પ્રાર્થના માન્ય કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 અને તેઓએ શાઉલનાં તથા તેના દીકરા યોનાથાનના અસ્થિ બિન્યામીન દેશના સેલામાં તેના પિતા કીશની કબરમાં દફનાવ્યાં. તેઓએ રાજાની કહેલી આજ્ઞા પ્રમાણે સઘળું કર્યું. ત્યાર પછી ઈશ્વરે તે દેશ માટે કરેલી તેઓની પ્રાર્થનાનો જવાબ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 પછી બિન્યામીન પ્રદેશના શાઉલના પિતા કીશની કબરમાં તેઓએ શાઉલના અને તેના પુત્ર યોનાથાનનાં અસ્થિ દફનાવ્યાં. બધું રાજાની આજ્ઞા પ્રમાંણે કરવામાં આવ્યું, ત્યારબાદ યહોવાએ તેઓની દેશ માંટેની પ્રાર્થના સાંભળી.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 21:14
16 Iomraidhean Croise  

દાવિદે શાઉલ અને યોનાથાનનાં હાડકાં લીધાં અને જે સાત માણસોને ફાંસી દેવાઈ હતી તેમનાં હાડકાં પણ એકઠાં કર્યાં.


પછી તેણે પ્રભુને માટે વેદી બાંધી અને દહનબલિ તથા સંગતબલિ અર્પ્યા. પ્રભુએ દાવિદની દેશ માટે કરેલી પ્રાર્થના માન્ય કરી અને ઇઝરાયલમાંથી રોગચાળો બંધ થયો.


આબ્નેરને હેબ્રોનમાં દફનાવવામાં આવ્યો અને દાવિદ રાજા પોક મૂકીને રડયો અને સર્વ લોકોએ પણ તેમ કર્યું.


દાવિદે હુકમ આપ્યો એટલે તેના સૈનિકોએ રિમ્મોન બરોથીના પુત્રો રેખાબ અને બાનાને મારી નાખ્યા અને તેમના હાથપગ કાપીને તેમને હેબ્રોનમાં તળાવ નજીક લટકાવ્યા. તેમણે ઇશબોશેથનું માથું લઈને હેબ્રોનમાં આબ્નેરની કબરમાં દફનાવ્યું.


પછી તેમણે યોનાને ઊંચકીને દરિયામાં ફેંકી દીધો એટલે તોફાન તરત જ શમી ગયું.


પછી દૂતે મને બૂમ પાડીને કહ્યું, “બેબિલોન તરફ ગયેલા ઘોડાઓએ પ્રભુનો રોષ શમાવી દીધો છે.”


કારણ, પોતાના ઈશ્વર પ્રત્યેના આવેશને લીધે તેણે અન્ય દેવની પૂજા સાંખી લીધી નહિ અને ઇઝરાયલી લોકોના પાપનું પ્રાયશ્ર્વિત કર્યું છે.”


તે સભા વચ્ચેથી ઊઠયો અને ભાલો લઈને તે ઇઝરાયલીની પાછળ તંબૂમાં દોડી ગયો. તેણે ઇઝરાયલી પુરુષ અને યુવતી એ બન્‍નેને ભાલો મારીને તેમનાં પીઠ-પેટ વીંધી નાખ્યાં. એ રીતે ઇઝરાયલીઓ મધ્યે ફાટી નીકળેલો રોગચાળો બંધ થયો.


સેલા, હાલેફ, યબૂસ (એટલે યરુશાલેમ), ગિબ્યા, અને કિર્યાથ-યઆરીમ. આજુબાજુનાં તેમનાં ગામ સહિત એ ચૌદ નગરો હતાં. બિન્યામીનના કુળના ગોત્રોને વસવાટ માટે મળેલો એ પ્રદેશ છે.


તેમણે તેના પર પથ્થરોનો મોટો ઢગલો કર્યો, જે આજે પણ ત્યાં છે. એ પછી પ્રભુનો કોપ શમ્યો. એટલા જ માટે આજે પણ તે આખોર (આફત)ની ખીણ તરીકે ઓળખાય છે.


આજે તું મારી પાસેથી જઈશ એટલે બિન્યામીનના પ્રદેશમાં સેલ્સામાં આવેલી રાહેલની કબર નજીક તને બે માણસો મળશે. તેઓ તને કહેશે કે તમે જે ગધેડાં શોધો છો તે મળી ગયાં છે અને તેથી તમારા પિતા હવે તેમની નહિ, પણ તમારી ચિંતા કરે છે અને કહ્યા કરે છે, “મારા દીકરા માટે શું કરું?”


Lean sinn:

Sanasan


Sanasan