Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 20:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તેથી રાજાએ અબિશાયને કહ્યું, “બિખ્રીનો પુત્ર શેબા આપણને આબ્શાલોમ કરતાં યે વિશેષ મુશ્કેલીમાં ઉતારશે. મારા માણસો લઈને તેનો પીછો કર, નહિ તો તે કેટલાંક કિલ્લેબંધીવાળાં નગરો સર કરશે અને આપણા હાથમાંથી છટકી જશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને દાઉદે અબિશાયને કહ્યું, “હવે બિખ્રીનો દિકરો શેબા આપણને આબ્શાલોમના કરતાં વધારે નુકશાન કરશે, તું તારા ધણીના ચાકરોને લઈને તેની પાછળ પડ, નહિ તો તે પોતાને માટે કોટવાળાં નગરો કબજે કરશે, ને આપણી દષ્ટિમાંથી સટકી જશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેથી દાઉદે અબિશાયને કહ્યું, “હવે બિખ્રીનો દીકરો શેબા આપણને આબ્શાલોમ કરતા વધારે નુકસાન પહોંચાડશે. તારા માલિકના ચાકરો, મારા સૈનિકોને લઈને તેનો પીછો કર, નહિ તો તે કિલ્લેબંધીવાળાં નગરોમાં પહોંચી જશે અને આપણી દ્રષ્ટિમાંથી તે છટકી જશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેથી દાઉદે અબીશાયને કહ્યું, “હવે બિખ્રીનો પુત્ર શેબા આપણને આબ્શાલોમ કરતાં વધુ હેરાન કરશે. માંરા અંગરક્ષકોને લઈને તેનો પીછો કર, નહિ તો તે કિલ્લેબંધીવાળાં નગરોમાં પહોંચી જશે. અને આપણા હાથમાંથી છટકી જશે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 20:6
17 Iomraidhean Croise  

અરામીઓને ભાગતા જોઈને આમ્મોનીઓએ પણ અબિશાય આગળથી પીછેહઠ કરી અને નગરમાં ધૂસી ગયા. પછી યોઆબ આમ્મોનીઓ સામેની લડાઈમાંથી પાછો ફર્યો અને યરુશાલેમ ગયો.


ઉરિયાએ જવાબ આપ્યો, “કરારપેટી તેમ જ ઇઝરાયલ અને યહૂદિયાના માણસો રણક્ષેત્ર પર તંબૂઓમાં રહે છે. મારા સેનાપતિ યોઆબ અને તેમના લશ્કરી અમલદારો ખુલ્લા મેદાનમાં છાવણી નાખી રહે છે, તો પછી હું ઘેર જઈને કેવી રીતે ખાઉંપીઉં અને મારી પત્ની સાથે સૂઈ જાઉં? તમારા અને તમારા જીવના સમ ખાઈને કહું છું કે હું એવું કદી નહિ કરું.”


પણ પેલા માણસે જવાબ આપ્યો, “તમે મને ચાંદીના હજાર સિક્કા આપો તો પણ હું રાજાના પુત્ર પર મારો હાથ ન ઉપાડું. ‘મારે લીધે તમે યુવાન આબ્શાલોમને કંઈ ઇજા ન કરશો.’ એવો તમને, અબિશાયને અને ઇતાયને રાજાએ આપેલો હુકમ અમે સૌએ સાંભળ્યો હતો.


તેમણે તેમને ત્રણ જૂથમાં વહેંચી નાખ્યા અને યોઆબ, યોઆબનો ભાઈ અબિશાય અને ગાથમાંથી આવેલ ઇતાયના હસ્તક એક એક જૂથ રાખ્યું. રાજાએ કહ્યું, “હું પોતે પણ તમારી સાથે આવીશ.”


હવે જઈને તમારા સેવકોને ફરી ખાતરી આપો. હું પ્રભુને નામે સોગંદ ખાઉં છું કે જો તમે બહાર આવીને લોકો સાથે વાત નહિ કરો તો આવતી કાલ સવાર સુધી એમાંનો એક પણ તમારી પડખે નહિ હોય. તમારી જિંદગીમાં વહોરેલી સર્વ આફતો કરતાં એ વધારે ભયંકર હશે.”


સરુયાના ત્રણ દીકરા યોઆબ, અબિશાય અને અસાહેલ ત્યાં હતા. અસાહેલ જંગલી હરણના જેટલી ઝડપથી દોડી શક્તો.


પણ સરુયાનો પુત્ર અબિશાય દાવિદની મદદે આવ્યો અને એ પલિસ્તી યોદ્ધા પર હુમલો કરીને તેને મારી નાખ્યો. પછી દાવિદના માણસોએ દાવિદને તેમની સાથે લડાઈમાં કદી નહિ આવવા સમ દઈને આગ્રહ કર્યો. તેમણે કહ્યું, “તમે તો ઇઝરાયલની આશાના દીપક સમાન છો અને અમે તમને ગુમાવવા માગતા નથી.”


યોઆબનો ભાઈ અબિશાય (તેમની માતાનું નામ સરુયા હતું.) ત્રીસ શૂરવીરોના જૂથનો આગેવાન હતો. તે પોતાનો ભાલો લઈને ત્રણસો માણસો સાથે લડયો અને તેમને મારી નાખ્યા અને તે “ત્રીસ શૂરવીરોના જૂથ” ખ્યાતનામ થઈ ગયો.


આમ, આબ્નેરે ગિબ્યોન ખાતેના યુદ્ધમાં અસાહેલને મારી નાખ્યો હતો તેનું વેર લેવા યોઆબ અને તેના ભાઈ અબિશાયે આબ્નેરનું ખૂન કર્યું.


જો કે હું ઈશ્વરથી પસંદ કરાયેલો અભિષિક્ત રાજા છું. તો પણ આજે હું લાચારી અનુભવું છું. આ સરુયાના પુત્રો મારે માટે ભારે બંડખોર નીવડયા છે. પ્રભુ એ ખૂનીઓને યોગ્ય શિક્ષા કરો.”


રાજાએ તેમને કહ્યું, “મારા રાજદરબારીઓને તમારી સાથે લઈ જાઓ; મારા પુત્ર શલોમોનને મારા ખચ્ચર પર સવારી કરાવીને ગિહોનના ઝરણાએ લઈ જાઓ.


યોઆબનો ભાઈ અબિશાય ખ્યાતનામ ત્રીસ યોદ્ધાઓનો આગેવાન હતો. લડાઈમાં ત્રણસો માણસોને પોતાના ભાલા વડે મારી નાખ્યા અને ત્રીસમાં પ્રખ્યાત બન્યો.


અબિશાય જેની માતાનું નામ સરુયા હતું, તેણે ‘મીઠાની ખીણ’માં અદોમીઓને હરાવ્યા અને તેમના અઢાર હજાર માણસો મારી નાખ્યા.


લોકોએ કહ્યું, “આપણે શા માટે બેસી રહ્યા છીએ? ચાલો, આપણે એકત્ર થઈને કિલ્લેબંધ નગરોમાં જઈએ અને ત્યાં મોત વહોરી લઈએ. કારણ, આપણા ઈશ્વર પ્રભુએ આપણો નાશ નિશ્ર્વિત કર્યો છે. આપણે પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે તેથી તેમણે આપણને ઝેર પીવા આપ્યું છે.


જો કોઈ રાષ્ટ્ર અરસપરસ લડતાં જૂથોમાં વિભાજિત થઈ જાય, તો તે રાષ્ટ્રનું પતન થશે.


પછી દાવિદે હિત્તી અહિમેલેખ અને સરુયાના પુત્ર, યોઆબના ભાઈ અબિશાયને કહ્યું, “શાઉલની છાવણીમાં જવા તમારામાંનો કોણ મારી સાથે આવશે?” અબિશાયે કહ્યું, “હું આવીશ.”


Lean sinn:

Sanasan


Sanasan