Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 20:19 - પવિત્ર બાઇબલ C.L.

19 હું તો ઇઝરાયલના સૌથી શાંતિપ્રિય અને વફાદાર નગરની છું. ઇઝરાયલની આ માતૃસમાન નગરીનો તમે શા માટે નાશ કરવા લાગ્યા છો? તમે તો ખુદ પ્રભુના વારસાનો જ વિનાશ કરવા બેઠા છો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 જેઓ ઇઝરાયલમાં શાંતિપ્રિય તથા વિશ્વાસુ છે તેઓમાંની હું પણ એક છું. તમે ઇઝરાયલમાં એક નગરનો તથા એક માતાનો નાશ કરવાની પેરવી કરો છો. યહોવાના વારસાને તમે શા માટે નાશ કરવા માગો છો?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 જેઓ ઇઝરાયલમાં વિશ્વાસુ અને શાંતિપ્રિય છે તેવા માણસોમાંની હું પણ એક છું. તું ઇઝરાયલના એક નગરનો અને માતાનો નાશ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. શા માટે તું ઈશ્વરના વારસાને ગળી જવા ઇચ્છે છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 આ શહેરના ઘણા વિશ્વાસુ અને શાંત મૅંણસોમાંની હું એક છું. તમે ઇસ્રાએલનું એક મોટું અને મહત્વના શહેરનો નાશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. શા માંટે તમે યહોવાની મિલકતનો નાશ કરવા માંગો છો?”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 20:19
29 Iomraidhean Croise  

અબ્રાહામે પ્રભુની પાસે જઈને કહ્યું, “શું તમે દુરાચારીઓ સાથે સદાચારીઓનો નાશ કરશો?


મેં માન્યું હતું કે તમે મારું સાંભળશો અને મને તથા મારા પુત્રને મારી નાખવાનો પ્રયત્ન કરીને ઈશ્વરે પોતાના લોકોને વારસા તરીકે આપેલા દેશમાંથી અમારું નિકંદન કાઢનારાઓથી તમે અમને બચાવશો.


વળી, હુશાયે તેમને કહ્યું, “તો હવે દાવિદને સત્વરે સંદેશો મોકલો કે તે વેરાનપ્રદેશમાં જવાના નદીના ઘાટે આજની રાત ગાળે નહિ, પણ તરત જ યર્દન નદી પાર ઊતરી જાય; જેથી તે અને તેના માણસો પકડાઈને માર્યા જાય નહિ.”


તેણે કહ્યું, “જૂના જમાનામાં લોકો કહેતા કે, ‘આબેલ જઈને સલાહ મેળવો’ અને એમ કરવાથી લોકોના પ્રશ્ર્નનું નિરાકરણ થતું.


યોઆબે જવાબ આપ્યો, “હું તો કંઈ તમારા નગરનો નાશ કરવા કે તેને ખંડેર બનાવવા માગતો નથી. એ અમારો આશય નથી.


તેથી દાવિદે ગિબ્યોનના લોકોને બોલાવીને પૂછયું, “તમારા પર થયેલા અન્યાયી અત્યાચારનું દોષનિવારણ હું શી રીતે કરું કે તમે પ્રભુના લોકોને આશિષ આપો?”


તમારા પૂર્વજોને તમે ઇજિપ્તમાંથી મુક્ત કર્યા ત્યારે તમારા સેવક મોશે દ્વારા તમે તેમને કહ્યું હતું તેમ બીજી બધી પ્રજાઓમાંથી તમે તેમને તમારા વારસાસમ લોક થવા પસંદ કર્યા છે.”


જેથી હું તમારા પસંદ કરેલ લોકનું કલ્યાણ જોઈ શકું, તમારી પ્રજાના આનંદમાં ભાગીદાર બની શકું, અને તમારા વારસો સાથે ગૌરવ લઈ શકું.


તો અમારા પર શત્રુઓનો ક્રોધ ભભૂકી ઊઠયો ત્યારે તેઓ અમને જીવતા ગળી ગયા હોત.


જે રાષ્ટ્રના ઈશ્વર પ્રભુ છે, અને જે પ્રજાને તેમણે પોતાના વારસા તરીકે પસંદ કરી છે તેને ધન્ય છે!


તે દૂઝણી ઘેટીઓની કાળજી લેતો હતો ત્યાંથી લઈને તેને પોતાના લોક યાકોબના વંશજોનો ઘેટાંપાલક, એટલે પોતાના વારસ ઇઝરાયલના રાજપાલક તરીકે નીમ્યો.


સિયોનવાસીઓ કહેશે, “બેબિલોનના રાજાએ યરુશાલેમનો ભક્ષ કર્યો અને તેને પચાવી દીધું. ખાલી પાત્રની જેમ તેણે નગરને ખાલી કર્યું. રાક્ષસી અજગરની જેમ તેને ગળી ગયો, તેણે પોતાનું ઉદર સ્વાદિષ્ટ વાનગીઓથી ભરી દીધું અને નકામી ચીજોને ઓકી કાઢી.


બેબિલોનના દેવ બેલને હું સજા કરીશ અને તે જે ગળી ગયો છે તે હું ઓકાવી દઈશ. બીજી પ્રજાઓ તેની પૂજા કરવા ત્યાં આવશે નહિ.


તારા બધા દુશ્મનો તારી મોટેથી મશ્કરી કરે છે અને ધિક્કારે છે. તેઓ હોઠ દબાવીને અને દાંત પીસીને કહે છે, “અમે તેનો નાશ કર્યો છે. આ જ દિવસની અમે રાહ જોતા હતા. અમને એ દિવસ જોવા મળ્યો છે.”


પ્રભુએ યહૂદિયાનાં બધાં ગામોનો નિર્દયપણે નાશ કર્યો છે, અને દેશના સંરક્ષક કિલ્લાઓ તોડી પાડયા છે. તેમણે રાજા અને તેમના અધિકારીઓને બદનામ કર્યા છે.


પ્રભુએ એક શત્રુની જેમ ઇઝરાયલનો નાશ કર્યો છે. તેમણે તેના કિલ્લાઓ અને મહેલોને ખંડિયેર કર્યા છે. તેમણે યહૂદિયાના લોક પર ભારે દુ:ખ મોકલ્યું છે.


અને તેમને અને તેમના કુટુંબોને અને કોરાના બધા સાથીદારોને તેમની માલમતા સહિત ગળી ગઈ.


તે સમયે ધરતી પોતાનું મોં ઉઘાડી તેમને ગળી ગઈ હતી. તેઓ કોરા અને તેના જૂથ સાથે મરણ પામ્યા હતા. તે સમયે અઢીસો માણસોને અગ્નિ ભરખી ગયો હતો. આ કિસ્સો લોકોને ચેતવણીરૂપ બની ગયો હતો.


આમ, જ્યારે વિનાશી અવિનાશીપણું ધારણ કરશે અને મર્ત્ય અમરત્વ ધારણ કરશે, ત્યારે ધર્મશાસ્ત્રમાં લખેલું સાચું ઠરશે, “મરણ પર પૂરેપૂરો વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો છે.


આ પૃથ્વી પરના તંબૂમાં રહેતાં રહેતાં દુ:ખથી દબાઈ ગયા હોઈએ તેમ આપણે નિસાસા નાખીએ છીએ. આપણે આ પૃથ્વી પરના શરીરમાંથી મુક્ત થવા માગીએ છીએ એમ નથી; પણ આપણને સ્વર્ગીય શરીરથી પરિધાન કરવામાં આવે તેવી આશા રાખીએ છીએ; જેથી જે મર્ત્ય છે તે જીવનમાં ગરક થઈ જાય!


“જ્યારે તમે કોઈ નગર પર આક્રમણ કરવા માટે જાઓ ત્યારે તમારે તેમને સંધિની શરતો મોકલી આપવી.


પરંતુ યાકોબના વંશજોને તો પ્રભુએ પોતાનો હિસ્સો, પોતાને ફાળે આવેલ વારસો કરી લીધા છે.


વળી, શાસકો અને બીજા સર્વ અધિકારીઓને માટે પણ પ્રાર્થના કરો; જેથી સંપૂર્ણ ભક્તિભાવથી અને યોગ્ય વર્તણૂકથી આપણે શાંત અને સ્વસ્થ જીવન જીવીએ.


હે દબોરા, તારો ઉદય થયો તે પહેલાં, તું ઇઝરાયલની માતા સમી જાહેર થઈ તે પહેલાં ઇઝરાયલનાં નગરો ઉજ્જડ પડયાં હતાં. એ ખાલીખમ ઊભાં હતાં.


પછી શમુએલે તેની શીશી લઈને શાઉલના માથા પર તેલ રેડયું અને તેને ચુંબન કરતાં કહ્યું, “પ્રભુએ પોતાના ઇઝરાયલી લોકો પર રાજા તરીકે તારો અભિષેક કર્યો છે. તું પ્રભુના લોક પર રાજ કરીશ અને તેમને તેમના સર્વ શત્રુઓથી બચાવીશ. ઈશ્વરે પોતાના લોકો પર તને રાજા તરીકે પસંદ કર્યો છે તેનો આ પુરાવો છે.


તેથી હે રાજા, મારા માલિક, તમારા સેવકનું સાંભળો. પ્રભુએ તમને મારી વિરુદ્ધ ઉશ્કેર્યા હોય તો પ્રભુને એકાદ અર્પણ ચઢાવીને તેમને પ્રસન્‍ન કરું. પણ જો તે માણસનું કામ હોય તો તેઓ પ્રભુથી શાપિત થાઓ. કારણ, તેમણે ‘જા, અન્ય દેવોની સેવા કર’ એવું કહીને આજે મને કાઢી મૂક્યો છે. જેથી પ્રભુના વતનમાં મારો કોઈ લાગભાગ રહે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan