Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 20:15 - પવિત્ર બાઇબલ C.L.

15 યોઆબના માણસોને ખબર પડી કે શેબા ત્યાં છે અને તેથી તેણે ત્યાં જઈને તે શહેરને ઘેરો ઘાલ્યો. તેમણે બહારના કોટની લગોલગ માટીનો ઢાળ બનાવ્યો અને નગરકોટ તોડવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તેઓએ આવીને બેથ-માકાના આબેલમાં તેને ઘેરી લીધો, ને નગરની સામે માટીનો મોરચો બાંધ્યો; તે [નગરના] કોટની લગોલગ આવેલો હતો. અને યોઆબની સાથે જે બધા લોક હતા, તેઓ ગામના કોટને તોડી પાડવા માટે તેના પર મારો ચલાવવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 યોઆબના લોકોએ આવીને આબેલ-બેથ-માઅખાહમાં તેને ઘેરીને પકડી લીધો. તેઓએ નગરની દિવાલની સામે માટીનો ઢગલો ઊભો કર્યો. સૈન્યના સર્વ લોકો જે યોઆબની સાથે હતા નગરના કોટને તોડી પાડવા માટે તેના પર મારો ચલાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 યોઆબનું લશ્કર આવી પહોંચ્યું, અને તેઓએ આબેલ-બેથ-માંઅખાહને ઘેરી લીધું. નગરની દીવાલની સામે કચરાનો ઢગલો ઉભો કર્યો અને નગરની દીવાલને તોડી પૅંડવા માંટે દીવાલમાંથી પથ્થરો તોડવાનું શરું કર્યું.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 20:15
11 Iomraidhean Croise  

શેબા ઇઝરાયલનાં સર્વ કુળોના પ્રદેશ વટાવીને આબેલ-બેથ- માખાના નગરમાં ગયો, અને બિખ્રીના કુટુંબના સર્વ માણસો તેની પાસે એકઠા થઈને તે નગરમાં ગયા.


બેનહદાદ રાજાએ આસાની દરખાસ્ત માન્ય રાખી અને પોતાના સેનાપતિઓ અને તેમનાં લશ્કરોને ઇઝરાયલનાં નગરો પર ત્રાટકવા મોકલ્યાં. તેમણે આયોન, દાન, આબેલબેથમાકા, ગાલીલ સરોવર નજીકનો પ્રદેશ અને આખો નાફતાલીનો પ્રદેશ કબજે કર્યાં.


પેક્હ રાજા હતો ત્યારે આશ્શૂરના સમ્રાટ તિગ્લાથ પિલેસેરે આયોન, આબેલ-બેથમાકા, યાનોઆ, કેદેશ અને હાસોર નગરો તેમજ ગિલ્યાદ, ગાલીલ તથા નાફતાલીના પ્રદેશો જીતી લીધા અને ત્યાંના લોકોને કેદ કરી આશ્શૂર લઈ ગયો.


“આશ્શૂરના સમ્રાટ માટે તો પ્રભુએ આમ કહ્યું છે: ‘તે ન તો આ શહેરમાં પ્રવેશશે કે ન તો તેના પર એક બાણ મારશે. શહેરની પાસે કોઈ ઢાલધારી સૈનિકો આવશે નહિ અથવા તેની આસપાસ ઘેરો ઘાલી આક્રમણ કરવાના મોરચા ઊભા કરશે નહિ.


ઓછી વસ્તીવાળું એક નાનું નગર હતું. એક મોટા રાજાએ તેના પર આક્રમણ કરી તેને ઘેરો ઘાલ્યો અને તેની સામે મોટા મોરચા બાંયા.


તે માટે આશ્શૂરના રાજા વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે, “તે આ નગરમાં પ્રવેશ કરશે નહિ કે તેની વિરુદ્ધ એક તીર પણ મારશે નહિ અને નગરની સામે કોઈ મોરચો પણ બાંધશે નહિ.


પ્રભુએ કહ્યું, “જો બેબિલોનના લશ્કરે યરુશાલેમ નગરને જીતી લેવા માટે મોરચા ઊભા કર્યા છે; ખાલદીઓએ તે પર રહીને હલ્લો ચલાવ્યો છે અને યુદ્ધ, દુકાળ અને રોગચાળાને લીધે નગર તેમના હાથમાં પડયું છે. તારો સંદેશ સાચો પડયો છે અને તે તું તારી નજરે જુએ છે.”


કારણ, હું ઇઝરાયલનો ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહું છું: યરુશાલેમનાં મકાનો અને યહૂદિયાના રાજાઓના મહેલોને ખાલદીઓનાં લશ્કર ઘેરા આક્રમણથી તોડી પાડી ખંડેર બનાવશે.


કારણ, સેનાધિપતિ પ્રભુ આક્રમણ કરનારાને આમ કહે છે: “યરુશાલેમનાં વૃક્ષો કાપી નાખો અને તે વડે તેની આસપાસ મોરચો બાંધો; એ નગરમાં નર્યા જુલમ સિવાય કશું જ નથી.


પછી તેને ઘેરો ઘાલ, તેની ચોગરદમ ખાઈઓ બનાવ, માટીના ઢાળિયા ઊભા કર, છાવણીઓ નાખીને ચારે તરફ કોટભંજક યંત્રો ગોઠવ.


કારણ, તારા પર એવા દિવસો આવશે કે જ્યારે તારા શત્રુઓ અવરોધ ઊભા કરી તને ઘેરી લેશે અને નાકાબંધી કરશે, અને ચારે બાજુએથી તને ભીંસમાં લેશે.


Lean sinn:

Sanasan


Sanasan