Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 20:1 - પવિત્ર બાઇબલ C.L.

1 હવે એવું બન્યું કે ગિલ્ગાલમાં બિન્યામીનના કુળના બિખ્રીનો પુત્ર શેબા દુષ્ટ હતો. સંજોગવશાત્ તે ત્યાં હતો. તેણે રણશિંગડું વગાડીને પોકાર કર્યો, “દાવિદને દૂર કરો, તેના રાજવંશમાં આપણો કોઈ લાગભાગ નથી. હે ઇઝરાયલના માણસો, તમે સૌ પોતપોતાને ઘેર જાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 બિન્યામીની બિખ્રીનો શેબા નામે દીકરો, જે એક બલિયાલનો માણસ, તે ભોગજોગે ત્યાં હતો. તેણે રણશિંગડું વગાડીને કહ્યું, “દાઉદમાં આપણો કંઈ ભાગ નથી, તેમ જ યિશાઈના દિકરામાં આપણો કંઈ વારસો નથી; ઓ ઇઝરાયલ, તમ દરેક પોતપોતાના તંબુએ [જાઓ].”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પછી એવું બન્યું કે, બિન્યામીની બિખ્રીનો શેબા નામે દીકરો, જે બલિયાલનો માણસ હતો તે ત્યાં હતો, તેણે દાઉદ સામે રણશિંગડું ફૂંકીને કહ્યું, “દાઉદ સાથે અમારે કોઈ સંબંધ નથી કે યિશાઈના દીકરા સાથે અમારો કોઈ લાગભાગ નથી. આ ઇઝરાયલના સર્વ માણસો તમે તમારા તંબુઓમાં જાઓ!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 બિખ્રીને શેબા નામે એક પુત્ર હતો, જે એક બિન્યામીની હતો, અને દુષ્ટ અને સંતાપ આપનાર હતો, તેણે દાઉદ સામે રણશિંગું ફૂંકીને કહ્યું, “દાઉદ સાથે અમાંરે કોઇ સંબંધ નથી. યશાઇના પુત્ર સાથે અમાંરે કોઇ સંબંધ નથી! ઇસ્રાએલીઓ, તમે સૌ તમાંરે ઘેર જાઓ!”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 20:1
31 Iomraidhean Croise  

બિન્યામીનના પુત્રો: બેલા, બેખેર, આશ્બેલ, ગેરા, નામાન, એહી, રોશ, મુપ્પીમ, હુપ્પીમ અને આર્દ.


પણ, તેણે ઇઝરાયલનાં સર્વ કુળોને સંદેશકો મારફતે આવો સંદેશો પાઠવ્યો: તમે રણશિંગડાનો નાદ સાંભળો ત્યારે આવો પોકાર પાડજો: “હેબ્રોનમાં આબ્શાલોમ રાજા બન્યો છે.”


અને દાવિદે અબિશાય અને તેના સર્વ અધિકારીઓને કહ્યું, “મારો પોતાનો પુત્ર મને મારી નાખવાનો પ્રયાસ કરે છે, તો પછી આ એક બિન્યામીની માણસ એવું કરે એમાં શી નવાઈ? પ્રભુએ તેને શાપ દેવાનું કહ્યું છે, માટે એને જવા દો અને શાપ આપવા દો.


શિમઈ શાપ દેતાં કહેવા લાગ્યો, “હે ખૂની અને નકામા માણસ, જા, અહીંથી જતો રહે.


તેમણે આબ્શાલોમનું શબ લઈને જંગલમાં એક ઊંડા ખાડામાં ફેંકી દીધું અને તેના પર પથ્થરોનો ઢગલો કરી દીધો. પછી સર્વ ઇઝરાયલીઓ છાવણીમાં પોતપોતાના તંબૂએ પાછા ફર્યા.


તેથી ઇઝરાયલીઓ દાવિદને છોડીને બિખ્રીના પુત્ર શેબા સાથે જતા રહ્યા. પણ યહૂદિયાના માણસો દાવિદને વફાદાર રહ્યા અને યર્દન નદીથી યરુશાલેમ સુધી તેની પાછળ પાછળ ગયા.


પછી તે સ્ત્રીએ જઈને નગરજનોને ચતુરાઇથી સમજાવ્યા અને તેમણે શેબાનું માથું કાપીને કોટ ઉપરથી યોઆબ પાસે ફેંકયું. યોઆબે રણશિંગડું વગાડીને ઘેરો ઉઠાવી લીધો. પછી તેઓ ઘેર પાછા આવ્યા અને યોઆબ યરુશાલેમમાં રાજા પાસે આવ્યો.


પણ દુષ્ટો નાખી દેવામાં આવતાં કાંટાળા ઝાંખરાં જેવા છે; ઉઘાડે હાથે તેમને કોઈ પકડી શકતું નથી.


લોકોએ જોયું કે રાજા તેમનું સાંભળશે નહિ. ત્યારે તેમણે પોકાર કર્યો, “યિશાઈના પુત્ર દાવિદ અને તેના કુટુંબ સાથે અમારે શો સંબંધ છે? અમારે તેની સાથે શી લેવાદેવા છે? ઇઝરાયલના માણસો, ચાલો, પોતપોતાને ઘેર જઈએ. રહાબામ પોતાનું ફોડી લેશે.” આમ, સર્વ ઇઝરાયલીઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા.


થોડાક હરામખોરોને તેની રૂબરૂમાં જ તેણે ઈશ્વર અને રાજાને શાપ દીધો હોવાનો આક્ષેપ મૂકવા લઈ આવો. પછી નાબોથને શહેર બહાર લઈ જઈ પથ્થરો મારી મારી નાખો.”


લોકોએ જોયું કે રાજા તેમનું સાંભળતો નથી ત્યારે તેમણે પોકાર કર્યો: “દાવિદ સાથે અમારે શો સંબંધ છે? યિશાઈના વંશજ સાથે અમારો શો લાગભાગ છે? હે ઇઝરાયલીઓ, સૌ પોતપોતાને ઘેર જાઓ! દાવિદ, તું તારું ઘર સંભાળી લે.” એમ ઇઝરાયલના લોકોએ બળવો પોકાર્યો અને પોતાને ઘેર ચાલ્યા ગયા.


રહાબામે પોતાના પિતા શલોમોનના વડીલ સલાહકારો સાથે પરામર્શ કર્યો. તેણે પૂછયું, “આ લોકોને મારે શું જવાબ આપવો? એ વિષે તમારી શી સલાહ છે?”


હે પ્રભુ, ઊઠો, મારા શત્રુઓનો સામનો કરી તેમને ફગાવી દો; તમારી તલવાર દ્વારા મને દુષ્ટોથી ઉગારો.


નેકીવાન પર ઘણાં દુ:ખો આવી પડે છે, પરંતુ પ્રભુ એ સર્વમાંથી તેને ઉગારે છે.


તારી નજરે જોયેલી વાત માટે પણ દાવો માંડતા પહેલાં પૂરી ચોક્સાઈ કર; નહિ તો તારો પ્રતિવાદી તારી વાતનું ખંડન કરે, ત્યારે તારે ભોંઠા પડવું પડશે.


જેમ ધમણ અંગારાને અને અગ્નિ લાકડાંને પેટાવે છે, તેમ જ ઝઘડાખોર માણસ કજિયા સળગાવે છે.


જો કોઈ રાષ્ટ્ર અરસપરસ લડતાં જૂથોમાં વિભાજિત થઈ જાય, તો તે રાષ્ટ્રનું પતન થશે.


હવે તેના પ્રદેશના માણસો તેને ધિક્કારતા હતા, અને તેથી તેમણે તેની પાછળ પ્રતિનિધિ મંડળ મોકલીને કહેવડાવ્યું, ‘આ માણસ અમારો રાજા બને એવું અમે ઇચ્છતા નથી.’


હવે મારા શત્રુઓ, જેઓ, હું તેમનો રાજા થાઉં તેવું ઇચ્છતા ન હતા તેમને અહીં લાવો અને મારી હાજરીમાં તેમની ક્તલ કરો!”


પિતરે કહ્યું, “હું કદી મારા પગ તમને ધોવા દઈશ નહિ!” ઈસુએ જવાબ આપ્યો, “જો હું તારા પગ ન ધોઉં, તો મારે ને તારે કંઈ સંબંધ નથી.”


તમારામાંના કેટલાક અધમ માણસોએ એ નગરના લોકોને, તેઓ જેમને કદી જાણતા નહોતા તેવાં દેવદેવીઓની પૂજા કરવા પ્રેર્યા છે,


તેઓ આનંદપ્રમોદમાં હતા એવામાં નગરના કેટલાક દુષ્ટ માણસો આવ્યા, એ ઘરને ઘેરી વળ્યા અને બારણું ખટખટાવા લાગ્યા. તેમણે પેલા વૃદ્ધ માણસને કહ્યું, “તારી સાથે આજે તારા ઘરમાં આવેલા માણસને બહાર કાઢ! અમે તેની સાથે જાતીય સંબંધ કરવા માગીએ છીએ!”


એફ્રાઈમના પહાડી- પ્રદેશમાં તે આવી પહોંચ્યો એટલે ઇઝરાયલીઓને લડાઈમાં જવાની હાકલ પાડતાં તેણે રણશિંગડું વગાડયું; પછી તે તેમને લઈને પહાડીપ્રદેશમાંથી નીચે આવ્યો.


તેથી રૂથ ખેતરમાં ગઈ અને લણનારા માણસોની પાછળ ફરીને કણસલાં વીણવા લાગી. પ્રભુકૃપાએ તે જે ખેતરમાં ગઈ તે તો એલીમેલેખના સગા બોઆઝનું જ હતું.


શાઉલે ત્રણ હજાર ઇઝરાયલીઓને પસંદ કર્યા અને બાકીના બીજા સૌને છાવણીમાં વિદાય કર્યા. તેણે પોતાની સાથે મિખ્માશમાં અને બેથેલના પહાડીપ્રદેશમાં બે હજાર રાખ્યા અને તેના પુત્ર યોનાથાનની સાથે બિન્યામીનના કુળપ્રદેશમાં ગિબ્યામાં એક હજાર રાખ્યા.


એલીના બે પુત્રો દુરાચારી હતા.


પણ દાવિદની સાથે ગયેલા કેટલાક દુષ્ટ અને નકામા માણસોએ દાવિદને કહ્યું, “તેઓ આપણી સાથે આવ્યા નહોતા, તેથી આપણે તેમને પાછી મેળવેલી લૂંટમાંથી કંઈ નહિ આપીએ. તેઓ તેમની પત્નીઓ અને બાળકો લઈને જતા રહે.”


Lean sinn:

Sanasan


Sanasan