Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 2:9 - પવિત્ર બાઇબલ C.L.

9 ત્યાં આબ્નેરે ઇશબોશેથને ગિલ્યાદ, આશેર, યિભયેલ, એફ્રાઈમ અને બિન્યામીનના પ્રદેશો પર એટલે આખા ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તેણે ઈશ-બોશેથને ગિલ્યાદ પર, આશેરીઓ પર, યિઝ્રએલ પર, એફ્રાઈમ પર, બિન્યામીન પર તથા સર્વ ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેણે ઈશ-બોશેથને ગિલ્યાદ, આશેર, યિઝ્રએલ, એફ્રાઇમ, બિન્યામીન તથા સર્વ ઇઝરાયલ પર રાજા બનાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 અને ત્યાં તેને ગિલયાદ, આશેર, યિઝએલ, એફ્રાઈમ, બિન્યામીન એટલે કે આખા ઇસ્રાએલનો રાજા બનાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 2:9
19 Iomraidhean Croise  

ત્યારે લેઆહ બોલી, “મને ધન્ય છે, હવે સ્ત્રીઓ મને ધન્યવાદ આપશે.” આથી તેણે તેનું નામ આશેર (ધન્ય) પાડયું.


તેને ઇઝરાયલનો રાજા બનાવવામાં આવ્યો ત્યારે તે ચાલીસ વર્ષનો હતો, પણ યહૂદાનું કુળ દાવિદને વફાદાર રહ્યું.


દાવિદના કુટુંબના ટેકેદાર લશ્કરી દળો અને શાઉલના કુટુંબને વફાદાર લશ્કરી દળો વચ્ચે સંઘર્ષ ચાલતો રહ્યો. દરમ્યાનમાં શાઉલને વફાદાર માણસોમાં આબ્નેર વધારે અને વધારે શક્તિશાળી બનતો ગયો.


ગિલ્યાદનો પ્રદેશ મારો શિરતાજ છે, અને યહૂદિયાનો પ્રદેશ મારો રાજદંડ છે.


એફ્રાઈમ કુળનાં ગોત્રોને મળેલો પ્રદેશ આ પ્રમાણે હતો: તેમની સરહદ અટારોથ-અદ્દાર પૂર્વ તરફ ઉપલા બેથ-હેરોન સુધી જતી હતી,


પશ્ર્વિમ તરફની સરહદ તાપ્પૂઆથી કાનાના ઝરણા સુધી ગઈ અને ભૂમધ્ય સમુદ્રમાં પૂરી થઈ. એફ્રાઈમના કુળનાં ગોત્રોને તેમના હિસ્સા તરીકે મળેલો એ પ્રદેશ છે.


વળી, મનાશ્શાનાં કુળપ્રદેશમાં આવેલાં કેટલાંક નગરો અને ગામો પણ એફ્રાઈમના વંશજોને મળ્યાં.


યોસેફના મોટા પુત્ર મનાશ્શાના વંશના કેટલાંક ગોત્રોને ફાળે યર્દનની પશ્ર્વિમે આ પ્રદેશ આવ્યો હતો. ગિલ્યાદનો પિતા માખીર મનાશ્શાનો જયેષ્ઠ પુત્ર હતો. તે શૂરવીર લડવૈયો હોવાથી તેને યર્દનની પૂર્વમાં ગિલ્યાદ અને બાશાન આપવામાં આવ્યાં હતાં.


સૌ પ્રથમ પાસા નાખતાં બિન્યામીનના કુળના ગોત્રનો હિસ્સો નક્કી થયો. તેમનો પ્રદેશ યહૂદા અને યોસેફના કુળપ્રદેશો વચ્ચે આવેલો હતો.


યર્દન તેમની પૂર્વની સરહદ હતી. બિન્યામીનના કુળનાં ગોત્રોને વસવાટ માટે મળેલા પ્રદેશની એ સરહદો હતી.


એમના વિસ્તારમાં યિભએલ, કસુલ્લોથ, શૂનેમ,


આમ, રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાના કુળના લોકો પોતાને ઘેર પાછા ગયા. કનાન દેશના શીલોમાં બાકીના ઇઝરાયલી લોકોની તેમણે વિદાય લીધી અને મોશે દ્વારા પ્રભુએ તેમને આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે કબજે કરેલા ગિલ્યાદ પ્રદેશમાં એટલે પોતાના વસવાટના પ્રદેશમાં જવા ઉપડયા.


આશેરના લોકો સ્થાનિક કનાનીઓ સાથે રહ્યા, કારણ, તેમણે તેમને કાઢી મૂક્યા નહિ.


પલિસ્તીઓએ તેમનાં સર્વ લશ્કરી દળો અફેકમાં એકઠાં કર્યાં, જ્યારે ઇઝરાયલીઓએ યિભએલની ખીણમાં ઝરા પાસે છાવણી કરી.


Lean sinn:

Sanasan


Sanasan