Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 2:7 - પવિત્ર બાઇબલ C.L.

7 બળવાન તથા શૂરવીર થાઓ. તમારો રાજા શાઉલ મરણ પામ્યો છે અને યહૂદાના કુળે પોતાના રાજા તરીકે મારો અભિષેક કર્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 માટે, હવે તમારા હાથ બળવાન થાઓ, ને તમે શૂરવીર થાઓ; કેમ કે તમારા રાજા શાઉલ મરણ પામ્યા છે, ને વળી યહૂદાના કુળે પોતા પર રાજા તરીકે મને અભિષિક્ત કર્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 હવે પછી, તમારા હાથ બળવાન થાઓ; તમે હિંમતવાન થાઓ કેમ કે તમારો માલિક શાઉલ મરણ પામ્યો છે; પણ યહૂદાના કુળે મને તેઓના પર રાજા તરીકે અભિષિક્ત કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 હવે તારી જાતને મજબૂત બનાવ કારણ કે તમાંરો માંલિક શાઉલ મૃત્યુ પામ્યો છે, અને યહૂદાના લોકોએ માંરો રાજા તરીકે રાજ્યાભિષેક કર્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 2:7
12 Iomraidhean Croise  

એ બનાવો પછી પ્રભુએ અબ્રામને સંદર્શન આપીને કહ્યું, “અબ્રામ, ગભરાઈશ નહિ, હું તારે માટે સંરક્ષક ઢાલ અને તારો મોટો પુરસ્કાર છું.”


બળવાન થઈને હિમ્મત રાખજે. આપણે આપણા લોકો અને આપણા ઈશ્વરનાં શહેરો માટે ઉગ્ર જંગ ખેલીને શૌર્ય દાખવીએ. પછી જેવી પ્રભુની ઇચ્છા.”


તે હવે તમારા પ્રત્યે માયાળુ અને વિશ્વાસુ થાઓ. તમારા એ કાર્ય માટે હું પણ તમારા પ્રત્યે સદ્ભાવ દાખવીશ.


શાઉલનો સેનાપતિ, નેરનો પુત્ર આબ્નેર શાઉલના પુત્ર ઇશબોશેથને લઈને યર્દન નદીને પેલે પાર માહનાઈમમાં નાસી ગયો હતો.


એમ ઇઝરાયલના સર્વ આગેવાનો દાવિદ રાજા પાસે હેબ્રોનમાં આવ્યા. દાવિદે તેમની સાથે પ્રભુની સમક્ષ કરાર કર્યો. તેમણે તેનો ઇઝરાયલના રાજા તરીકે અભિષેક કર્યો.


પછી યહોયાદા યોઆશને બહાર લઈ આવ્યો, તેના માથા પર મુગટ મૂક્યો અને તેને રાજપદ અંગેના નિયમોની નકલ આપી. પછી યોઆશનો અભિષેક કરી તેને રાજા તરીકે જાહેર કર્યો. લોકોએ તાળીઓ પાડીને પોકાર કર્યો, “રાજા અમર રહો!”


વળી, ઈશ્વર મારી સાથે છે અને તેમણે મને મદદ કરી છે તે વિષે તથા રાજાએ મને મદદ કરી છે તે વિષે તથા રાજાએ મને જે જે કહ્યું હતું તે બધું મેં તેમને જણાવ્યું. તેમણે જવાબ આપ્યો, “ચાલો, પુનરોદ્ધારનું કાર્ય શરૂ કરીએ.” એમ તેઓ એ ઉમદા કાર્ય શરૂ કરવાને તૈયાર થઈ ગયા.


જાગૃત રહો, વિશ્વાસમાં દૃઢ રહો. શૌર્ય દાખવો. બળવાન થાઓ.


અંતમાં, પ્રભુની સાથેની સંગતમાં અને તેમની મહાન શક્તિથી તમે તાક્તવાન બનો.


તેમણે કોટ પરથી શાઉલ તથા તેના પુત્રનો મૃતદેહ ઉતારી લઈને તેમને યાબેશ લાવીને ત્યાં બાળી દીધા.


યિઝએલની ખીણની સામી તરફ અને યર્દન નદીની પૂર્વ તરફ ઊભેલા ઇઝરાયલીઓએ જોયું કે ઇઝરાયલી સૈન્ય નાસી ગયું છે અને શાઉલ તથા તેના પુત્રો મરાયા છે ત્યારે તેઓ પોતાનાં નગરો છોડીને નાસી ગયા. પછી પલિસ્તીઓએ આવીને તે નગરો કબજે કરી લીધાં.


હે પલિસ્તીઓ, હિંમતવાન બનો. લડાઈમાં મર્દાનગી દાખવો. નહિ તો હિબ્રૂઓ જેમ આપણા ગુલામો હતા તેમ આપણે તેમના ગુલામો બની જઈશુ; તેથી મરદની જેમ લડો.”


Lean sinn:

Sanasan


Sanasan