Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 2:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તે હવે તમારા પ્રત્યે માયાળુ અને વિશ્વાસુ થાઓ. તમારા એ કાર્ય માટે હું પણ તમારા પ્રત્યે સદ્ભાવ દાખવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 હવે યહોવા તમારા પ્રત્યે કૃપા તથા સત્ય દેખાડો. વળી તમે એ કૃત્ય કર્યું છે, માટે હું પણ, તમને તમારી એ ભલાઈનો બદલો આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 હવે ઈશ્વર તમારા પર કરારની વફાદારી તથા વિશ્વાસુપણું બતાવો. વળી તમે આ કામ કર્યું છે માટે હું પણ તમારા પ્રત્યે ભલાઈ દર્શાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 અને તમાંરા ઉપર એમની અવિચળ કરુણા વરસાવતા રહો. હું પણ તમાંરા આ કૃત્ય બદલ તમાંરી સાથે સારો વ્યવહાર રાખીશ.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 2:6
15 Iomraidhean Croise  

દાવિદ રાજાએ કહ્યું, “હાનૂનના પિતા નાહાશે મારા પ્રત્યે જેવો સદ્ભાવ દાખવ્યો હતો તેવો જ સદ્ભાવ હું હાનૂન પ્રત્યે દાખવીશ.” દાવિદે તેના પિતાના મૃત્યુ સંબંધી તેને દિલાસો દેવા રાજદૂત મોકલ્યા.


અહીં આવ્યાને તને થોડો જ સમય થયો છે. હું ક્યાં જઈ રહ્યો છું તેની મને ખબર નથી. તેથી મારે તને તારી સાથે ક્યાં રખડાવવો? પાછો જા અને મારી સાથે તારા જાતભાઇઓને લઈ જા. પ્રભુ તારા પ્રત્યે માયાળુ અને વિશ્વાસુ બનો.”


બળવાન તથા શૂરવીર થાઓ. તમારો રાજા શાઉલ મરણ પામ્યો છે અને યહૂદાના કુળે પોતાના રાજા તરીકે મારો અભિષેક કર્યો છે.”


રાજાએ તેને પૂછયું, “શાઉલના કુટુંબમાંનું કોઈ બાકી રહ્યું છે કે હું તેના પર ઈશ્વરના જેવો અપાર પ્રેમ દાખવું?” સીબાએ જવાબ આપ્યો, “હજુ યોનાથાનનો એક પુત્ર બાકી છે, તે લંગડો છે.”


દાવિદે કહ્યું, “ગભરાઈશ નહિ, તારા પિતા યોનાથાનને લીધે હું તારા પ્રત્યે માયાળુ રહીશ. તારા દાદા શાઉલની સઘળી જમીન જાગીર હું તને પાછી આપીશ અને તું હંમેશા મારી સાથે જમજે.”


ઈશ્વર આકાશમાંથી સહાય મોકલીને મને બચાવશે. જુલમ કરનારાઓને તે પરાજયથી લજ્જિત કરશે. (સેલાહ) ઈશ્વર પોતાનાં પ્રેમ અને વિશ્વાસુપણું દાખવશે.


પછી પ્રભુ તેની આગળ થઈને પસાર થયા અને પોકાર્યું, “યાહવે, યાહવે, હું કૃપા તથા દયાથી ભરપૂર ઈશ્વર છું. હું મંદરોષી તથા કરુણા અને નિષ્ઠાનો ભર્યો ભંડાર છું.


શું કપટી ષડયંત્રો રચનારા જ ગેરમાર્ગે દોરવાતા નથી? પણ ભલાઈ કરનારને સન્માન અને વિશ્વાસપાત્રતા મળશે.


જુઓ, હું તમને વરૂઓની મધ્યે ઘેટાંના જેવા મોકલું છું. તમે સાપના જેવા ચાલાક ને કબૂતરના જેવા સાલસ બનો.


પણ હવે હું તમને કહું છું: તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને તમને સતાવનારા માટે પ્રાર્થના કરો,


બીજા પ્રત્યે દયા દાખવનારને ધન્ય છે; કારણ, ઈશ્વર તેઓ પર દયા રાખશે.


પેલા માણસોએ કહ્યું, “અમે તારા કહ્યા પ્રમાણે ન વર્તીએ તો ઈશ્વર અમને મારી નાખો: જો તમે અમારી આ વાત કોઈને કહી નહિ દો તો પ્રભુ અમને જ્યારે આ દેશ આપે, ત્યારે અમે તમારા પ્રત્યે માયાળુપણે અને નિષ્ઠાપૂર્વક વર્તીશું.”


પણ રસ્તે જતાં નાઓમીએ તેમને કહ્યું, “હવે તમે પાછી જાઓ, ને તમારા પિયરમાં જ રહો. તમે જેમ મારી અને મારા કુટુંબની સાથે ભલાઈપૂર્વક વર્તી છો તેમ પ્રભુ પણ તમારી સાથે વર્તો.


Lean sinn:

Sanasan


Sanasan