Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 2:4 - પવિત્ર બાઇબલ C.L.

4 પછી યહૂદિયાના માણસો હેબ્રોન આવ્યા અને દાવિદનો યહૂદિયાના રાજા તરીકે અભિષેક કર્યો. ગિલ્યાદમાં આવેલા યાબેશના લોકોએ શાઉલને દફનાવ્યો છે એવી ખબર મળતાં,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને યહૂદિયાના માણસો આવ્યા, ને ત્યાં તેઓએ દાઉદને યહૂદાના કુળ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો. તેઓએ દાઉદને એવા સમાચાર આપ્યા, શાઉલને દાટનાર તે યાબેશ-ગિલ્યાદના માણસો હતા.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 યહૂદિયાના માણસો ત્યાં આવ્યા, તેઓએ દાઉદને યહૂદાના કુળ પર રાજા તરીકે અભિષેક કર્યો. તેઓએ દાઉદને કહ્યું કે, “યાબેશ ગિલ્યાદના માણસોએ શાઉલને દફ્નાવ્યો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 ત્યારબાદ યહૂદાના લોકોએ ત્યાં આવીને દાઉદનો યહૂદાના રાજા તરીકે અભિષેક કર્યો. જયારે દાઉદને સમાંચાર મળ્યા કે, “યાબેશમાં ગિલયાદના લોકોએ શાઉલને દફનાવ્યો હતો.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 2:4
16 Iomraidhean Croise  

ઇઝરાયલીઓની આ વાતના સમાચાર દાવિદ રાજા પાસે પહોંચ્યા. તેથી તેણે યજ્ઞકાર સાદોક અને અબ્યાથારને યહૂદિયાના આગેવાનો પાસે આ સંદેશ કહેવા મોકલ્યા કે, “રાજાને પોતાના મહેલમાં પાછો લાવવામાં તમે સૌથી છેલ્લા કેમ છો?


યહૂદિયાના માણસોએ જવાબ આપ્યો, “રાજા સાથે અમારે નિકટની સગાઇ છે તેથી અમે તેમ કર્યું છે. એમાં તમારે ખોટું લગાડવાની ક્યાં જરુર છે? રાજાએ અમારા ખોરાક માટે પૈસા આપ્યા નથી કે નથી તેમણે અમને કંઈ બક્ષિસ આપી.”


તેણે હેબ્રોનમાં રહીને તેમના પર સાડા સાત વર્ષ રાજ કર્યું.


બળવાન તથા શૂરવીર થાઓ. તમારો રાજા શાઉલ મરણ પામ્યો છે અને યહૂદાના કુળે પોતાના રાજા તરીકે મારો અભિષેક કર્યો છે.”


આયાની પુત્રી શાઉલની ઉપપત્ની રિસ્પાના કાર્યની દાવિદને ખબર મળી એટલે તેણે ગિલ્યાદમાં આવેલા યાબેશના લોકો પાસે જઈને શાઉલ અને તેના પુત્ર યોનાથાનનાં હાડકાં મેળવ્યાં.


(તેઓ તે હાડકાં બેથશાનના જાહેર ચોકમાંથી ચોરી લાવ્યા હતા. જે દિવસે પલિસ્તીઓએ શાઉલને ગિલ્બોઆ પર્વત પર મારી નાખ્યો હતો તે દિવસે તેમણે તેમના શબ ત્યાં લટકાવ્યાં હતાં.)


દાવિદ ઇઝરાયલ પર રાજા બન્યો છે એવી ખબર મળતાં પલિસ્તીઓએ તેને પકડવા સૈન્ય મોકલ્યું. દાવિદને એની જાણ થતાં તે કિલ્લેબંધીવાળા સ્થળમાં જતો રહ્યો.


એમ ઇઝરાયલના સર્વ આગેવાનો દાવિદ રાજા પાસે હેબ્રોનમાં આવ્યા. દાવિદે તેમની સાથે પ્રભુની સમક્ષ કરાર કર્યો. તેમણે તેનો ઇઝરાયલના રાજા તરીકે અભિષેક કર્યો.


તેણે હેબ્રોનમાં રહીને યહૂદિયા પર સાડા સાત વર્ષ અને યરુશાલેમમાં રહીને સમસ્ત ઇઝરાયલ અને યહૂદિયા પર તેત્રીસ વર્ષ રાજ કર્યું.


પછી યહોયાદા યોઆશને બહાર લઈ આવ્યો, તેના માથા પર મુગટ મૂક્યો અને તેને રાજપદ અંગેના નિયમોની નકલ આપી. પછી યોઆશનો અભિષેક કરી તેને રાજા તરીકે જાહેર કર્યો. લોકોએ તાળીઓ પાડીને પોકાર કર્યો, “રાજા અમર રહો!”


પલિસ્તીઓએ શાઉલના જે હાલ કર્યા હતા તેની ગિલ્યાદ પ્રાંતના યાબેશ નગરના લોકોને જાણ થઈ.


એમ ઇઝરાયલી લોકોના સર્વ આગેવાન દાવિદ પાસે હેબ્રોનમાં એકત્ર થયા. ત્યાં દાવિદે પ્રભુની સમક્ષ તેમની સાથે કરાર કર્યો અને શમુએલ દ્વારા પ્રભુએ આપેલા વચન પ્રમાણે તેમણે દાવિદનો અભિષેક કર્યો અને તે ઇઝરાયલનો રાજા બન્યો.


પ્રભુએ આપેલા સંદેશ પ્રમાણે શાઉલને સ્થાને દાવિદને રાજા બનાવવા ઘણા તાલીમબદ્ધ સૈનિકો તેને હેબ્રોનમાં આવી મળ્યા હતા. તેમની સંખ્યા આ પ્રમાણે છે: યહૂદાના વંશના: ઢાલ અને ભાલાધારી એવા 6,800 સુસજ્જ સૈનિકો; શિમયોનના વંશના: 7,100 તાલીમબદ્ધ સૈનિકો; લેવીના વંશના: કુલ 4,600 સૈનિકો; આરોનના વંશજ યહોયાદાના હાથ નીચેના 3,700 સૈનિકો; યુવાન પરાક્રમી યોદ્ધા સાદોકના સંબંધીઓ: 22 શૂરવીરો. બિન્યામીનના વંશના (શાઉલના પોતાના કુળના): 3,000 સૈનિકો. (બિન્યામીન કુળના મોટા ભાગના લોકો શાઉલને વફાદાર રહ્યા હતા); એફ્રાઈમના વંશના: પોતાના ગોત્રના 20,800 શૂરવીર સૈનિકો; પશ્ર્વિમમાં વસેલા મનાશ્શાના વંશના: દાવિદને રાજા બનાવવા પસંદ કરીને મોકલાયેલ 18,000 સૈનિકો; ઇસ્સાખારના વંશના: 200 આગેવાનો અને તેમના હાથ નીચેના માણસો (ઇઝરાયલે ક્યારે શાં પગલાં ભરવાં એનો નિર્ણય કરવામાં એ આગેવાનો બાહોશ હતા.); ઝબુલૂનના વંશના: સર્વ પ્રકારનાં શસ્ત્રો વાપરવામાં તાલીમ પામેલા 50,000 વફાદાર લડવૈયા; નાફતાલીના વંશના: 1000 આગેવાનો અને તેમની સાથેના ઢાલ અને ભાલાધારી 37,000 સૈનિકો; દાનના વંશના: 28,600 તાલીમબદ્ધ સૈનિકો; આશેરના વંશના: યુદ્ધને માટે સુસજ્જ 40,000 સૈનિકો; યર્દનની પૂર્વ તરફના રૂબેન, ગાદ અને પૂર્વમાં વસેલા મનાશ્શાના વંશના: સર્વ પ્રકારનાં શસ્ત્રો વાપરવામાં તાલીમ પામેલા 1,20,000 સૈનિકો.


શમુએલે ઓલિવ તેલ લઈને દાવિદનો તેના ભાઈઓની સમક્ષ અભિષેક કર્યો. એકાએક ઈશ્વરના આત્માએ દાવિદનો કબજો લીધો અને તે દિવસથી તેની સાથે રહ્યો. શમુએલ પાછો રામા ગયો.


Lean sinn:

Sanasan


Sanasan