Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 2:26 - પવિત્ર બાઇબલ C.L.

26 આબ્નેરે યોઆબને હાંક મારીને કહ્યું, “શું આપણે સતત લડયા જ કરવાનું છે? અંતે વેરઝેર વિના બીજું કશું જ નહિ રહે તેની તને ખબર નથી પડતી? અમે તો તારા દેશબાંધવો છીએ. તું ક્યારે તારા માણસોને અમારો પીછો કરતા અટકાવીશ?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 ત્યારે આબ્નેરે યોઆબને હાંક મારીને કહ્યું, “શું તરવાર સદા સંહાર કર્યા કરેશે? શું તું જાણતો નથી કે એનું પરિણામ તો કડવું જ આવશે? ત્યારે લોકોને પોતાના ભાઈઓની પાછળ પડવાથી પાછા ફરવાનો હુકમ કરવાને તું ક્યાં સુધી વિલંબ કરીશ?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 ત્યારે આબ્નેરે યોઆબને હાંક મારીને કહ્યું, શું તલવાર હંમેશા સંહાર કર્યા કરશે? શું તું જાણતો નથી કે તેનો અંત તો કડવો થશે? તારા જે માણસો તેઓના ભાઈઓની પાછળ પડ્યા છે તેઓને ત્યાંથી પાછા વળી જવાનું કહેવાને તું ક્યાં સુધી રાહ જોઈશ?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 આબ્નેરે યોઆબને બૂમ પાડીને કહ્યું, “શું આપણે હંમેશા લડતા રહી અને એકબીજાને માંરી નાખવાના છે? તમે જરુર જાણો છો કે આનો અંત દુ:ખમાં જ આવશે. આ લોકોને પોતાના ભાઈઓનો પીછો છોડી દેવાનું કહે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 2:26
17 Iomraidhean Croise  

દાવિદે સંદેશકને કહ્યું, “યોઆબને પ્રોત્સાહન આપજે અને તેને કહેજે કે નાસીપાસ ન થાય. કારણ, લડાઈમાં કોણ મરી જશે એ કોઈ કહી શકે નહિ. તેને વધારે જબ્બર હુમલો કરીને શહેરને કબજે કરવાનું કહેજે.”


આબ્નેરે યોઆબને કહ્યું, “શસ્ત્રસ્પર્ધામાં લડવા માટે બંને બાજુએથી યુવાનો મોકલીએ.” યોઆબે કહ્યું, “ભલે.”


પ્રત્યેક માણસે પોતાના પ્રતિસ્પર્ધીનું માથું પકડયું અને પ્રત્યેક માણસે પોતાના પ્રતિસ્પર્ધીની કૂખમાં પોતાની તલવાર ભોંકી દીધી. તેથી ચોવીસે માણસો એક સાથે પડીને મરી ગયા. તેથી એ જગ્યા ‘હેલ્કાથ-હાસ્સુરીમ’ એટલે ‘તલવારોનું ક્ષેત્ર’ એ નામે ઓળખાય છે.


બિન્યામીનના કુળના લોકો આબ્નેર પાસે ફરીથી એકઠા થયા અને પર્વતના શિખર પર પોતાની જમાવટ કરી.


યોઆબે કહ્યું, “જીવતા ઈશ્વરના સમ, તું ન બોલ્યો હોત તો આવતી કાલ સવાર સુધી મારા માણસોએ તમારો પીછો કર્યો હોત.”


યોબ, ક્યાં સુધી તું શબ્દોની જાળ બિછાવીશ? થોડુંક સમજે તો અમને તારી સાથે બોલવાનું ફાવે.


“ક્યાં સુધી તમે મારા જીવને રીબાવશો, અને તમારા શબ્દોથી મને કચડયા કરશો?


હે માણસો, ક્યાં સુધી તમે મારા ગૌરવને કલંક લગાડશો? ક્યાં સુધી તમે વ્યર્થતાને ચાહશો અને જૂઠાણાંની પાછળ ભટકશો? (સેલાહ)


ઝઘડાનો આરંભ બંધમાં પડેલી પ્રથમ તિરાડ જેવો છે; એ વધારે વિસ્તરે એ પહેલાં તેને પૂરી દો.


પણ જો તમે મારું કહ્યું નહિ માનો અને વિદ્રોહ કરશો તો તમે તલવારનો ભોગ થઈ પડશો. હું પ્રભુ પોતે એ બોલ્યો છું.”


વેરાનપ્રદેશના ઉચ્ચપ્રદેશમાં થઈને વિનાશકો ચઢી આવ્યા છે. સમગ્ર દેશનો નાશ કરવા મેં યુદ્ધ લાદયું છે અને કોઈ કહેતાં કોઈને શાંતિ નથી.


મેં તારાં સંતાનોને શિક્ષા કરી તે વ્યર્થ થઈ છે; તેમણે મારી શિક્ષા ગણકારી નથી. ભૂખ્યા સિંહની જેમ તમારી જ તલવારોએ તમારા સંદેશવાહકોનો સંહાર કર્યો છે.


ક્યાં સુધી મારે યુદ્ધપતાકા જોવાની રહેશે? અને રણશિંગડાનો અવાજ સાંભળ્યા કરવો પડશે?


આ તો સૈનાધિપતિ પ્રભુ પરમેશ્વરનો દિવસ છે; એ દિવસે તે વેર વાળશે અને તેમના શત્રુઓને સજા કરશે. તેમની તલવાર ધરાતાં સુધી ભક્ષ કરશે, અને લોહી પીને તૃપ્ત થશે. અરે, ઉત્તરમાં યુફ્રેટિસ નદીને કિનારે સેનાધિપતિ પ્રભુ પરમેશ્વર બલિદાનોની મિજબાની ગોઠવશે.


ઇજિપ્તમાં એ વિષે ઘોષણા કરો! તેનાં નગરો મિગ્દોલ, નોફ તથા તાહપાન્હેસમાં જાહેરાત કરો; સાવધ થાઓ, તૈયાર થાઓ! કારણ, તમારી આસપાસ બધું યુદ્ધમાં તારાજ થયું છે.


તેમનાં શહેરોમાં લડાઈ વ્યાપી જશે; શહેરોના દરવાજાઓ તોડી પડાશે અને મારા લોકનો વિનાશ કરાશે કારણ, તેઓ પોતાની મરજી મુજબ વર્તે છે.


બીજે દિવસે તેણે બે ઇઝરાયલીઓને લડતા જોઈને તેમની વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો. તેણે કહ્યુ, ‘અરે ભાઈ, તમે ભાઈઓ થઈને શા માટે એકબીજા સાથે લડો છો?’


Lean sinn:

Sanasan


Sanasan