Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 2:22 - પવિત્ર બાઇબલ C.L.

22 આબ્નેરે ફરીથી કહ્યું, “મારો પીછો મૂકી દે, નહિ તો મારે તને ભોંયભેગો કરી દેવો પડશે. હું તારા ભાઈ યોઆબને શું મોં બતાવીશ?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 આબ્નેરે ફરીથી અસાહેલને કહ્યું, “મારી પાછળ લાગવાથી તું આડો અવળો ફરી જા; શા માટે તું મારે હાથે જમીનદોસ્ત થવા માગે છે? જો એમ થાય તો હું તારા ભાઈ યોઆબને શી રીતે મારું મોં દેખાડું?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તેથી આબ્નેરે ફરીથી અસાહેલને કહ્યું કે, “મારો પીછો કરવાનું બંધ કર. શા માટે તું મારે હાથે જમીનદોસ્ત થવા માંગે છે? તને મારીને હું કેવી રીતે મારું મોં તારા ભાઈ યોઆબને દેખાડું?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 આબ્નેરે તેને ફરી એક વાર કહ્યું, “માંરો પીછો કરવો છોડી દે, શા માંટે તું માંરા હાથે મોત માંગે છે? જો એમ થાય તો હું તારા ભાઈ યોઆબને માંરું મોંઠુ શી રીતે દેખાડું?”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 2:22
6 Iomraidhean Croise  

આબ્નેરે કહ્યું, “મારો પીછો મૂકી દે. બીજા કોઈ એક સૈનિકની પાછળ પડીને તેની પાસેનાં શસ્ત્રો લૂંટી લે.” પણ અસાહેલે તેનો પીછો ચાલુ રાખ્યો.


પણ દાવિદ એ વિષે જાણતો નહોતો. આબ્નેર હેબ્રોન આવ્યો એટલે યોઆબ તેની સાથે અંગત વાતચીત કરવા માગતો હોય તેમ તે આબ્નેરને દરવાજા આગળ એક બાજુએ લઈ ગયો અને પોતાના ભાઈ અસાહેલના ખૂનનું વેર લેવા ત્યાં તેને પેટમાં ખંજરના ઘા માર્યા અને એમ તેને પેટમાં ખંજર ભોંકી દઈને મારી નાખ્યો.


વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની જિદને વળગી રહેનાર એકાએક નાશ પામશે અને બચવાનો ઉપાય રહેશે નહિ.


હાલ જે કંઈ બને છે તે ઘણા સમય પહેલાં નક્કી થયેલું હતું. આપણે બધા જાણીએ છીએ કે માણસ પોતાથી વધુ શક્તિશાળી સાથે દલીલ કરી શક્તો નથી.


શાઉલે મીખાલને કહ્યું, “મારા દુશ્મનને નાસી જવા દઈને તેં મને કેમ છેતર્યો છે?” મીખાલે જવાબ આપ્યો, “દાવિદે મને કહ્યું કે જો તું મને નાસી છૂટવામાં મદદ નહિ કરે તો હું તને મારી નાખીશ.”


Lean sinn:

Sanasan


Sanasan