Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 2:19 - પવિત્ર બાઇબલ C.L.

19 તેણે આબ્નેરનો પીછો કર્યો અને આમતેમ ક્યાંય વળ્યા વિના આબ્નેર પાછળ સીધેસીધો દોડયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અસાહેલ આબ્નેરની પાછળ પડ્યો; અને આબ્નેરની પાછળ દોડતાં તે જમણી કે ડાબી તરફ વળ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 અસાહેલ કોઈપણ દિશામાં વળ્યા વિના સીધો આબ્નેરની પાછળ ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 અસાહેલ જમણી કે ડાબી બાજુએ વળ્યા વિના સીધો જ આબ્નેરની પાછળ પડયો

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 2:19
9 Iomraidhean Croise  

સરુયાના ત્રણ દીકરા યોઆબ, અબિશાય અને અસાહેલ ત્યાં હતા. અસાહેલ જંગલી હરણના જેટલી ઝડપથી દોડી શક્તો.


આબ્નેરે પાછળ ફરીને જોયું અને પૂછયું, “અસાહેલ, એ શું તું છે?” તેણે કહ્યું, “હા.”


આબ્નેરે કહ્યું, “મારો પીછો મૂકી દે. બીજા કોઈ એક સૈનિકની પાછળ પડીને તેની પાસેનાં શસ્ત્રો લૂંટી લે.” પણ અસાહેલે તેનો પીછો ચાલુ રાખ્યો.


પણ દાવિદ એ વિષે જાણતો નહોતો. આબ્નેર હેબ્રોન આવ્યો એટલે યોઆબ તેની સાથે અંગત વાતચીત કરવા માગતો હોય તેમ તે આબ્નેરને દરવાજા આગળ એક બાજુએ લઈ ગયો અને પોતાના ભાઈ અસાહેલના ખૂનનું વેર લેવા ત્યાં તેને પેટમાં ખંજરના ઘા માર્યા અને એમ તેને પેટમાં ખંજર ભોંકી દઈને મારી નાખ્યો.


આમ, આબ્નેરે ગિબ્યોન ખાતેના યુદ્ધમાં અસાહેલને મારી નાખ્યો હતો તેનું વેર લેવા યોઆબ અને તેના ભાઈ અબિશાયે આબ્નેરનું ખૂન કર્યું.


યોશિયાએ પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું. તે પોતાના પૂર્વજ દાવિદ રાજાને સન્માર્ગે અનુસર્યો અને તેમાંથી આડોઅવળો ક્યાંયે ફંટાયો નહિ.


તારા યેયથી જમણી કે ડાબી તરફ લેશમાત્ર ફંટાતો નહિ, અને તારાં પગલાં ભ્રષ્ટતાથી દૂર રાખ.


માત્ર એટલું જ કે તું બળવાન તથા હિમ્મતવાન થા; અને મારા સેવક મોશેએ તમને આપેલો નિયમ પૂરેપૂરો પાળવાની તું કાળજી રાખ. તારે એમાંથી લેશમાત્ર ચલિત થવાનું નથી; એમ કરીશ તો તું જ્યાં કહીં જશે ત્યાં સફળ થશે.


તેથી મોશેના નિયમશાસ્ત્રમાં જે જે લખેલું છે તે બધું પાળવાને અને તે પ્રમાણે કરવાને કાળજી રાખો; તેમાંથી લેશમાત્ર ચલિત થશો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan